________________
૨૨
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ तदुक्तं-“जो संजओ पमत्तो रागद्दोसवसगो परिकहेइ ।
દ્વેષને વશ થઈ પ્રમત્તપણે જે કહે છે, તે ધીરપુરુષો વડે પ્રવચનમાં ‘વિકથા” કહેવાયેલી છે. કર્તા અને શ્રોતાનો આશય અલગ અલગ હોય તો ભજના થાય છે. કારણ કે તેના પ્રત્યે એ અન્ય કથારૂપ બની જાય છે.
વિવેચન : શ્રોતાને શબ્દોની અસર થવામાં વક્તાની ભૂમિકા પણ ભાગ ભજવતી હોય છે. એટલે જ તો, પચ્ચખાણનો આલાવો નિયત હોવા છતાં વિશિષ્ટ તપસ્વી વગેરે સાધક પાસે પચ્ચખ્ખાણ લેવાનો આગ્રહ રખાતો હોય છે. તેમ છતાં, જો શ્રોતાની યોગ્ય કે અયોગ્ય ભૂમિકા પ્રબળતર હોય છે તો વક્તાની ભૂમિકા એને અસર કરતી નથી. આ બંને અપેક્ષાએ પ્રસ્તુત નિરૂપણ છે.
એમાં મધ્યમભૂમિકાવાળા શ્રોતા માટે, વક્તા જો મિથ્યાત્વી છે તો એની કથા અકથામાં પરિણમે છે. ટીકામાં ગ્રન્થકારે “મિથ્યાત્વને વિપાકથી અનુભવતો આવું જણાવ્યું છે એ સૂચવે છે કે દ્રવ્યલિંગી અંગારમર્દક વગેરે વક્તા બહાર શબ્દોથી હિંસાની ત્યાજ્યતા વર્ણવે છે અને અંદર માન્યતામાં એ ત્યાજ્યતા બેસી નથી, (ઉપરથી ઉપાદેયતા બેસી છે.) એટલે શબ્દો શ્રોતાને હિંસાત્યાગનો ભાવ પેદા કરાવવા મથી રહ્યા છે અને વક્તાની ભૂમિકા શ્રોતાને હિંસાત્યાગનો વિરોધીભાવ પેદા કરાવવા મથી રહી છે. તેથી સરવાળે એને પુરુષાર્થ ફોરવવાનો ભાવ પેદા થતો ન હોવાથી એ કથા “અકથા” બની રહે છે. એટલે ‘મિથ્યાત્વને વિપાકથી અનુભવતો” એવું જણાવવા દ્વારા માન્યતામાં વપરીત્ય લાવે એવો પ્રબળ મિથ્યાત્વનો ઉદય અહીં અભિપ્રેત છે એમ સમજવું યોગ્ય લાગે છે. તેથી વક્તા જો મંદ મિથ્યાત્વી હોય તો એનો ઉપદેશ કથારૂપ બનવામાં કશો વાંધો નથી.
હવે, શ્રોતા જો ધર્મપુરુષાર્થની પ્રબળ યોગ્યતાવાળો છે, તો વક્તાની વિપરીત માન્યતા રૂપ ભૂમિકા એને અસર કરતી નથી, અને તેથી ધર્મપુરુષાર્થના પ્રેરક શબ્દો પોતાની યથાર્થ અસર ઊભી કરીને શ્રોતાને ધર્મપુરુષાર્થમાં જોડી શકે છે. આમ, શ્રોતા માટે એ કથારૂપ બને જ છે, પણ એમાં એની યોગ્યતાની મુખ્યતા હોવાથી “અભવ્યથી એને પ્રતિબોધ થયો” એમ કહેવાતું નથી, પણ “એની યોગ્યતાના કારણે એને પ્રતિબોધ થયો” એમ કહેવાય છે. | સુવિહિત સાધુનો ઉપદેશ એમને માટે (વક્તા માટે) તો કથારૂપ જ છે. વિશિષ્ટ યોગ્યતા અને સરેરાશ યોગ્યતાવાળા માટે પણ એ કથારૂપ જ બને છે. પણ શ્રોતા અત્યંત અયોગ્ય હોય (એટલે કે ધર્મપુરુષાર્થમાં પ્રેરક વક્તાની ભૂમિકા અને શબ્દો.. આ બંનેની ભેગી અસર કરતાં પણ પ્રબળ અયોગ્યતાવાળો હોય) તો એને ધર્મપુરુષાર્થનો ભાવ જાગતો ન હોવાથી એ અકથારૂપ બની રહે છે. અને શ્રોતા જો દુબુદ્ધિ-વિપરીત બુદ્ધિના પ્રભાવે શબ્દો પરથી ઊંધો અર્થ પકડવા માંડે તો એ વિકથા રૂપ પણ બની શકે છે.
પ્રમત્તસંયતનો ઉપદેશ વિકથારૂપ બને છે. આમાં “પ્રમત્તસંયત એટલે છઠા ગુણઠાણે રહેલા સંયત’ એવો અર્થ લેવાનો નથી. કારણ કે તો તો સુવિહિત મહાત્માનો ઉપદેશ પણ કથા-વિકથા. કથા-વિકથા.. રૂપ થયા કરે, કારણ કે સાતમું છઠું ગુણઠાણું પરાવર્તમાન હોય છે. એટલે જ ગ્રન્થકારે ટીકામાં “કષાયાદિને વશ થઈને બોલે” . એમ જણાવ્યું છે. છઠે ગુણઠાણે આવી જવા માત્રથી કાંઈ શબ્દો કષાયાદિને વશ થઈ જતા નથી. પણ અહીં પ્રમાદ તરીકે એવા વિષય કષાયાદિ લેવાના છે કે જે સાધુપણાને ઉચિત ન હોય, ને શ્રોતાની નજરે ચઢી જાય એવા હોય. જેમકે મહાત્મા ક્ષમા પર પ્રવચન આપતા હોય ને એ દરમ્યાન સાવ નજીવા કારણસર