________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
३९१
क्रमह्रासं विना भव्यस्य मुक्तिगमनाद्यनुपपत्तेः । तदल्पत्वे = योग्यताऽल्पत्वेऽस्य = मुक्त्यद्वेषस्य सम्भवः = उपपत्तिः । तदुक्तं-“एवं चाऽपगमोऽप्यस्याः प्रत्यावर्तं सुनीतितः । स्थित एव तदल्पत्वे भावशुद्धिरपि ध्रुवा ।। ” (यो.बिं. १७०) अतोऽपि = मुक्त्यद्वेषादपि श्रेयसां श्रेणी = कुशलानुबन्धसन्ततिः । किं पुनः वाच्यं मुक्तिरागतस्तदुपपत्तौ ।। ३० ।।
મુક્તિઅદ્વેષથી પણ કલ્યાણપરંપરાનો પ્રવાહ ચાલે છે, તો મુક્તિરાગથી તે=પ્રવાહ ચાલવામાં કહેવાનું શું ?
વિવેચન : મોક્ષ માટે યોગ જરૂરી છે. યોગ માટે યોગની પૂર્વસેવા જોઈએ. એ પૂર્વસેવાનું મહત્ત્વનું અંગ છે મુક્તિઅદ્વેષ. આ મુક્તિઅદ્વેષ માટે આત્મામાં રહેલી કર્મબંધયોગ્યતા સ્વરૂપ ભાવમલ અલ્પ થવો જોઈએ. આ ભાવમળ અનાદિકાળથી આત્મામાં પ્રચુરમાત્રામાં રહ્યો છે. એની પ્રચુરતા, આત્મામાં મુક્તિદ્વેષને અકબંધ રાખે છે. જ્યાં સુધી મુક્તિદ્વેષ વર્તે છે ત્યાં સુધી ઉપદેશ કે પુરુષાર્થ .. કશું સફળ થઈ શકતું નથી. એટલે પુરુષાર્થથી તો સહજમળનો હ્રાસ શક્ય જ નથી. તો એ અલ્પ શી રીતે થાય ?
આવશ્યક એવી પણ જે બાબત પુરુષાર્થનો વિષય ન હોય, એ કુદરતી રીતે જ થતી હોય છે. આવા નિયમનું જ જાણે સૂચન ન હોય, એમ ગ્રન્થકાર કહે છે કે જેમ જેમ કાળ વીતે છે તેમ તેમ આ સહજમળ સહજરીતે—પોતાની મેળે જ ઘટતો આવે છે. અલબત્ કુદરતી કાળક્રમે થતો આ ઘટાડો ખૂબ ખૂબ ખૂબ ધીમી ગતિએ થતો હોય છે. એટલે કે ખૂબ ખૂબ ખૂબ વિરાટ કાળ પસાર થાય, ત્યારે પણ આ ઘટાડો તો અતિ અતિ અતિ અલ્પ જ થયો હોય છે. શ્રીજૈનશાસનમાં વિરાટ કાળનું મોટામાં મોટું માપ પુદ્દગલપરાવર્ત છે, જે અનંત કાળચક્રોનો બન્યો હોય છે. કુદરતી ઘટાડાની આ ધીમી ગતિનો અણસાર આપવા ગ્રન્થકાર કહે છે પ્રતિપુદ્ગલપરાવર્ત આ સહજ મળમાં હ્રાસ થતો આવે છે. કેટલાય પુદ્ગલાવર્ત પસાર થઈ જાય, હ્રાસ થતો આવે છે, પણ એ નોંધપાત્ર હોતો નથી. તેમ છતાં ઉત્તરોત્તર હ્રાસ થતાં થતાં જ્યારે નોંધપાત્ર હ્રાસ થાય છે, ત્યારે ભાવમળની અભિપ્રેત અલ્પતા થાય છે. આ એવી અલ્પતા છે કે જેથી અત્યાર સુધી જે તીવ્ર ભવાભિષ્યંગપુદ્ગલાનંદિતા- ભવાભિનંદીપણું- મુક્તિદ્વેષ આત્મામાં પડ્યા હતા, તે ખસે છે, અને મુક્તિઅદ્વેષ પ્રગટ થાય છે. ઉત્કટ ભોગેચ્છા- સંસારનું અભિનંદનશીલપણું દૂર થવાથી ઉપદેશ અને પુરુષાર્થની યોગ્યતા આવિર્ભૂત થાય છે. આને જ ‘પ્રકૃતિનો અધિકાર દૂર થયો, પુરુષનો (પુરુષાર્થનો) અધિકાર શરૂ થયો' એમ કહી શકાય. વળી, બધા દોષો આ ભાવમળ પર તાગડધિન્ના કરતા હોય છે. એટલે જેમ જેમ ભાવમળનો હ્રાસ થાય છે, એમ એમ દોષોનું આંતરિક જોર ઘટતું જાય છે. એટલે દોષોનો ક્રમિક હ્રાસ થતો આવે છે. એ થાય છે તો જ ભવ્યજીવનું મોક્ષગમન સંભવિત બને છે.
પ્રશ્ન : ભાવમળની, મુક્તિનો અદ્વેષ પ્રગટાવતી અલ્પતા સુધી તો કુદરતી પ્રક્રિયા દ્વારા હ્રાસ થતાં થતાં પહોંચી જવાયું... ને તેથી પુરુષાર્થની યોગ્યતા પણ આવી ગઈ. તેમ છતાં, જો જીવ પુરુષાર્થ ન કરે તો અત્યાર સુધીની જેમ જ હજુ પણ ઉત્તરોત્તર હ્રાસ થતાં એક કાળ એવો આવે કે બધો જ મળ દૂર થઈ જવાથી જીવનો વિના પુરુષાર્થ મોક્ષ થઈ જાય. પછી પુરુષાર્થની શી જરૂ૨ છે ?
ઉત્તર ઃ ભાવમળના હ્રાસની આ કુદરતી પ્રક્રિયા તો એટલી બધી ધીમી છે કે જીવ જો સ્વયં પુરુષાર્થ ન કરે તો, આ મળને સંપૂર્ણ દૂર થતાં માત્ર એક ચરમ પુદ્ગલાવર્ત જ નહીં કેટલા પુદ્ગલાવર્ત લાગી જાય, કહી શકાય નહીં, અને આનાથી પણ વધારે મહત્ત્વની વાત એ છે કે જે વસ્તુ સ્વશુદ્ધિની પ્રક્રિયા સ્વયં નથી કરતી, એ સોએ સો ટકા સંપૂર્ણ શુદ્ધ ક્યારેય બની શક્તી નથી. જેમ કે સોનુ... માણસ એના શુદ્ધીકરણની પ્રક્રિયા ગમે