________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४३१ सामान्ययोग्यतैव प्राक पुंसः प्रववृते किल । तदा समुचिता सा तु सम्पन्नेति विभाव्यताम् ।। १५।।
सामान्येति । सामान्ययोग्यता = मुक्त्युपायस्वरूपयोग्यता । समुचितयोग्यता तु तत्सहकारियोग्यतेति विशेषः । पूर्वं कान्तेन योगायोग्यस्यैव देवादिपूजनमासीत्, चरमावर्ते तु समुचितयोग्यभावस्येति चरमावर्तदेवादिपूजनस्यान्यावर्तदेवादिपूजनादन्यादृशत्वमिति योगबिन्दुवृत्तिकारः (गा.१६२) ।।१५।। ચરમાવર્તમાં આવવા માત્રથી હવે એનું અનુષ્ઠાન અચરમાવર્તભાવી એના અનુષ્ઠાનથી અલગ પ્રકારનું થઈ જાય છે. એટલે કે અચરમાવર્તમાં વિષ-ગર હતું તો ચરમાવર્તમાં એનાથી અલગ પ્રકારનું તદ્ધત વગેરે જ હોય.
શંકા ચરમાવર્તમાં આવવા માત્રથી અનુષ્ઠાન બદલાઈ જાય આ વાત બરાબર નથી, કારણ કે અનાભોગથી તો ચરમાવર્તમાં પણ અનનુષ્ઠાન જ થાય છે. એટલે કાળભેદ સાથે આશયભેદ પણ કહેવો જોઈએ.
સમાધાનઃ કાળભેદે કર્તાભેદે અનુષ્ઠાનભેદની જે પ્રસ્તુત વાત છે, તે ધર્માનુષ્ઠાન માટે છે. અનાભોગથી થતું અનુષ્ઠાન વસ્તુતઃ ધર્માનુષ્ઠાન છે જ નહીં. એટલે જ એનું નામ અનનુષ્ઠાન છે. અને એટલે જ તેરમી ગાથાની ટીકામાં એના માટે મનુષ્ઠાનવ ન મવતિ એ ધર્માનુષ્ઠાન જ નથી એમ જણાવ્યું છે. એટલે ભોજનશયનાદિ અંગે જેમ વિલક્ષણતાનો કોઈ વિચાર નથી એમ અનુષ્ઠાન અંગે પણ એ છે જ નહીં, પછી “ચરમાવર્તમાં અનુષ્ઠાન વિલક્ષણ જ હોય= વિષ-ગર ન જ હોય.” આ નિયમમાં પ્રશ્ન જ ક્યાં છે ? |૧૪ll (ચરમાવર્તમાં અનુષ્ઠાન વિલક્ષણ જ કેમ હોય છે ? તે હવે જણાવે છે.)
ગાથાર્થ : જીવની પહેલાં સામાન્ય યોગ્યતા જ પ્રવર્તમાન હતી. ત્યારે (ચરમાવર્તમાં) એ સમુચિત બને છે, એમ વિચારવું.
ટીકાર્થ : 'મુક્તિઉપાયોની સ્વરૂપયોગ્યતા એ સામાન્ય યોગ્યતા છે. એના સહકારીની યોગ્યતા એ સમુચિત યોગ્યતા છે. આ તફાવત જાણવો. પૂર્વે (=અચરમાવર્તમાં) જીવ યોગ માટે એકાન્ત અયોગ્ય હતો. ચરમાવર્તમાં એ સમુચિતયોગ્યતાવાળો બન્યો હોય છે. માટે ચરમાવર્તમાં જીવે કરેલ દેવાદિપૂજન, અન્ય આવર્તમાં કરેલ દેવાદિપૂજન કરતાં અલગ પ્રકારનું થાય છે એમ યોગબિન્દુના વૃત્તિકારે કહ્યું છે.
વિવેચન : રેતી, પથ્થર જેવી થઈ ગયેલી અત્યંત ખડકાળ માટી, ચાલ માટી અને પિંડ... આ ચાર વસ્તુથી પ્રસ્તુત વાત સમજીએ. અભવ્ય જીવ રેતી જેવો છે. ઘડો બનવાની એમાં મૂળથી જ કોઈ યોગ્યતા નથી. અચરમાવર્તવર્તી જીવ ખડકાળ માટી જેવો છે. એમાં ઘડો બનવાની યોગ્યતા છે ખરી. પણ એને અનુરૂપ હાલ એની અવસ્થા નથી. કુંભાર એને ચાકડા પર મૂકી ગમે એટલો પ્રયત્ન કરે તો પણ કશું જ પરિણામ નીપજતું નથી. એમ અચરમાવર્તમાં રહેલો જીવ ઠેઠ નિરતિચાર સંયમ પાલન સુધીનો પુરુષાર્થ કરે, છતાં મુક્તિ કે મુક્તિના ઉપાયને અનુકૂળ કોઈ જ પરિણામ ઊભો થઈ શકતો નથી. ચરમાવર્ત પ્રવેશથી જીવ ચાલુ માટી જેવો બને છે. એટલે યોગની પૂર્વસેવારૂપ દેવાદિપૂજન અને પિંડ જેવો બનાવે છે, અર્થાત્ હવે જીવ સહકારી કારણોની યોગ્ય અસરો ઝીલવા યોગ્ય બની ગયો. આમ અચરમાવર્તમાં ખડકાળમાટીની જેમ માત્ર સ્વરૂપયોગ્યતા છે અને શરમાવર્તમાં ચાલુ માટીની જેમ સમુચિતયોગ્યતા છે. એટલે અચરમાવર્તના દેવાદિપૂજન કરતાં ચરમાવર્તના દેવાદિપૂજન વિલક્ષણ હોય છે.
આમાં સમુચિતયોગ્યતા શાનાથી પ્રગટ થાય છે ? એ માટે વિશેષ કશો ઉલ્લેખ નથી. એ જણાવે છે કે ચરમાવર્તમાં પ્રવેશ કરવા માત્રથી એ સમુલ્લસિત થઈ જાય છે. ll૧પ (ચરમાવર્તમાં અનુષ્ઠાન વિલક્ષણ પ્રકારનું હોય છે એ જણાવ્યું. તો એ કયા પ્રકારનું હોય ? એ હવે જણાવે છે.)