________________
४५६
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३ योग्यत्वेऽपि व्यवहितौ परे त्वेतौ पृथग् जगुः । अन्यत्राप्युपचारस्तु सामीप्ये बबभेदतः ।। ३।।
योग्यत्वेऽपीति । परे त्वेतौ = मार्गपतित-मार्गाभिमुखौ योग्यत्वेऽपि व्यवहितौ = अपुनर्बन्धकापेक्षया કરવાને સ્વજનાદિ ધર્મરૂપે જ કહી રહ્યા હોય તો પણ એનું ચિત્ત અંદરથી આવું ન કરવાનું સૂચવ્યા કરતું હોય છે. આવું જ અન્ય પણ અત્યંત અનુચિત પ્રવૃત્તિઓ માટે જાણવું ને પછી જ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમ જેમ ભળતો જાય છે તેમ તેમ ઓછી ઓછી અનુચિત પ્રવૃત્તિઓને પણ પરખવાનું ને છોડવાનું થતું જાય છે.
આવા માર્ગમાં જે પ્રવિષ્ટ થયો છે. અર્થાત્ આવો ક્ષયોપશમ જેને પ્રાપ્ત થઈ ગયો છે, એ માર્ગપતિત છે. અને જે આવા ક્ષયોપશમને સન્મુખ થયો છે, એ માર્ગાભિમુખ છે.
(૫) ભગવદજ્ઞા=વચનૌષધ. આની યોગ્યતા અપુનર્બન્ધકથી જ શરુ થાય છે, એ પૂર્વે એ હોતી નથી. એટલે જો માર્ગપતિત અને માર્ગાભિમુખ હજુ અપુનર્બન્ધક ન બન્યા હોય. મોક્ષથી અપુનર્બન્ધક જેટલો દૂર રહ્યો છે, એના કરતાં વધારે દૂર રહ્યા હોય, તો તો તેઓમાં ભગવાનની આજ્ઞાના અવબોધની યોગ્યતા હોય જ નહીં. પણ એ હોવી પંચસૂત્રવૃત્તિમાં કહી છે. માટે આ બંને પણ અપુનર્બન્ધક જ છે. તેમ છતાં એ બેનો સ્વતંત્ર ઉલ્લેખ હોવાથી કંઈક જુદા પાડવા માટે એ બેને અપુનર્બન્ધકની ચોક્કસ અવસ્થાવાળા કહ્યા છે. એટલે જીવોનો અપુનર્બન્ધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, અવિરતસમ્યવી. વગેરે ક્રમ જાણવો. રાઈ (આ અંગે અન્યમત જણાવે છે-).
ગાથાર્થ : “યોગ્ય હોવા છતાં આ બે વ્યવહિત હોવાથી પૃથફ છે” એમ બીજાઓ કહે છે. અન્યત્ર પણ જે ઉપચાર છે તે સામીપ્ય હોય તો બહુ ભેદ સંભવતો ન હોવાના કારણે છે.
ટીકાર્થ : “આ માર્ગપતિત અને માર્ગાભિમુખ જીવો યોગ્ય હોવા છતાં વ્યવહિત છે અપુનર્બન્ધકની અપેક્ષાએ દૂર રહેલા છે. તેથી અપુનર્બન્ધથી પૃથગુઋભિન્ન છે” એમ બીજાઓએ કહ્યું છે. અન્યત્ર સફબંધક વગેરેમાં પણ પૂર્વસેવાનો ઉપચાર જે કરાય છે, તે તો અપુનર્બન્ધકના સાન્નિધ્યરૂપ સામીપ્યની હાજરીમાં અતિભેદનો અભાવ હોવાના કારણે કરાય છે.
વિવેચન : પંચસૂત્રવૃત્તિ, ઉપદેશપદવૃત્તિ, યોગબિન્દુવૃત્તિ અને ધર્મસંગ્રહવૃત્તિ. આ બધામાં માર્ગપતિત અને માર્ગાભિમુખને અપુનર્બન્ધકથી અલગ હોવા નથી કહ્યા, પણ એની વિશેષ અવસ્થાવાળા કહ્યા છે. પણ શ્રીઅભયદેવસૂરિ મહારાજે ત્રીજા ચૈત્યવંદનપંચાશકની વૃત્તિમાં આ બેને અપુનર્બન્ધકની અપેક્ષાએ મોક્ષથી વધુ દૂર હોવા કહ્યા છે. અને તેથી આ બેને અપુનર્બન્ધકથી અલગ પાડ્યા છે. એટલે એમના મતે જીવનો વિકાસક્રમ દ્વિબંધક, સકૃબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, અપુનર્બન્ધક, અવિરતસમ્યક્તી વગેરે જાણવો.'
(૧) યોગ્યત્વે આ યોગ્યતા જે કહી છે તે આ બંને વિશેષ પ્રકારના અપુનર્બન્ધક માનવાના પૂર્વમતે જ જાણવી. શ્રીઅભયદેવસૂરિમહારાજના મતે નહીં. કારણ કે યોગ્યતા અપુનર્બન્ધક અવસ્થાથી જ શરૂ થાય
1. એટલે વિશેષાર્થમાં “અપુનર્બન્ધક એ લાખોપતિ અને આ બે કરોડપતિ' વગેરે કલ્પના જે દેખાડેલી છે તે ગલત જાણવી. વળી આ બેને આ રીતે અપુનર્બન્ધક કરતાં ઉચ્ચ અવસ્થાવાળા માનવામાં બે મત અલગ ન રહેવાની અને યો યત્વેરિ માં રહેલ પિ શબ્દ અસંગત બનવાની આપત્તિ પણ છે એ વિચારવું.