________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५२५ = प्राग्भवीयवेदप्रामाण्यग्रहमाश्रित्याव्याप्तेः । तदानीं तदीयवेदाप्रामाण्याभ्युपगमविरहस्य प्राक्तनब्राह्मणभवीयवेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदपकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धविरहासमानकालीनत्वाद्, आन्तरालिककाकभव एव काकशरीरसम्बन्धप्रागभावनाशात् ।
प्रामाण्योपगमाद् = वेदप्रामाण्याभ्युपगमात् प्राक् तत्र काकभवोत्तरब्राह्मणे तत् = शिष्टत्वं नेति हेतोरलक्ष्यत्वादेव न सा = अव्याप्तिः । वेदप्रामाण्याभ्युपगमे तु लक्षणसम्पत्त्यैवेति भावः । इति चेत् ? नन्वेवं यत्किंचिद्वेदप्रामाण्याभ्युपगम एव ग्राह्यः ।।२४ ।। तथा च -
જે યાવદ્રઅપ્રકૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરસંબંધનો વિરહ તેને અસમાનકાલીન છે. કારણકે વચલા કાકભવમાં જ કાકશરીરસંબંધના પ્રાગભાવનો નાશ થઈ ગયો છે. પદ્મનાભ : કાકભવની ઉત્તરના બ્રાહ્મણભવમાં ‘વેદ પ્રમાણ છે' એવો અભ્યપગમ કરે એની પૂર્વમાં તે=શિષ્ટત્વ જ નથી, તેથી એ બ્રાહ્મણ લક્ષ્યભૂત જ ન હોવાથી તે અવ્યાપ્તિ આવતી નથી. અને જો એ “વેદ પ્રમાણ છે એવો અભ્યાગમ કરી લે, તો તો લક્ષણ આવી જવાથી જ અવ્યાપ્તિ રહેશે નહીં. ગ્રન્થકાર : આમ તો તમારે ગમે તે રીતે વેદપ્રામાયનો અભુગમ લેવાનો રહેશે.
વિવેચનઃ ત્રેવીસમી ગાથાના અંતભાગમાં પદ્મનાભનો એવો ફલિતાર્થ આવેલો છે કે પછીના ભવમાં બૌદ્ધ થયેલો બ્રાહ્મણ પણ જ્યાં સુધી “વેદ અપ્રમાણ છે' એવું માને નહીં ત્યાં સુધી પૂર્વના ભવમાં “વેદ પ્રમાણ છે” આવો જે અભ્યપગમ કર્યો હતો, એને આશ્રીને એ શિષ્ટ જ છે. આના અનુસંધાનમાં ગ્રન્થકાર પ્રસ્તુત એવ્યાપ્તિ આપી રહ્યા છે. શિષ્ટબ્રાહ્મણ-કાગડો-બ્રાહ્મણ.. આવી ભવપરંપરાવાળા જીવે પૂર્વના બ્રાહ્મણભવમાં વેદમાં પ્રામાણ્યનો અભ્યપગમ કર્યો છે, ને પછી અપ્રામાણ્યનો અભ્યપગમ હજુ સુધી ક્યારેય કર્યો નથી. અલબત્ આ પાછળના બ્રાહ્મણભવમાં “વેદ પ્રમાણ છે' એવો સ્વીકાર કર્યો ન હોવા છતાં જેમ બૌદ્ધ પૂર્વભવીયસ્વીકારની અપેક્ષાએ શિષ્ટ છે, એમ આ બ્રાહ્મણ પણ પૂર્વભવીય એ સ્વીકારના પ્રભાવે શિષ્ટ છે જ. અને છતાં એનામાં લક્ષણ જતું ન હોવાથી અવ્યાપ્તિદોષ છે. તે આ રીતે-વચલા કાકભવમાં જ કાકશરીરસંબંધ પ્રાગભાવનો નાશ થઈ ગયો હોવાથી વેદઅપ્રામાણ્યઅભ્યાગમનો જે અભાવ છે, તે તેવા પ્રાગભાવને સમાનકાલીન નથી.
ગ્રન્થકારે આપેલી આ અવ્યાપ્તિના વારણ માટે પાનાભ કહે છે-ઉત્તરના બ્રાહ્મણ ભવમાં વેદમાં પ્રામાણ્ય જ્યાં સુધી માન્યું નથી, ત્યાં સુધી એ બ્રાહ્મણ શિષ્ટ જ નથી, અર્થાત્ પૂર્વભવીય અભ્યપગમ હવે એને શિષ્ટ બનાવી શકતો નથી. એટલે એ લક્ષ્ય જ ન હોવાથી લક્ષણ ન જવું એ ઇષ્ટ છે. અવ્યાપ્તિરૂપ નથી. અને આ ઉત્તરભવમાં જ્યારથી એ પ્રમાણ માની લેશે.. ત્યારથી તો એ પ્રામાણ્યઅભ્યપગમ, એને સમકાલીન જે હવે પછીના જે કોઈ કાકાદિભવીય શરીરસંબંધ સંભવિત હોય તે બધાનો પ્રાગભાવ. તથા એને સમાનકાલીન અપ્રામાણ્ય અભ્યાગમનો અભાવ. આ બધું જ હાજર હોવાથી લક્ષણ ઘટી જવાના કારણે અવ્યાપ્તિ રહેશે નહીં. પર્વભવીયકાકશરીરસંબંધપ્રાગભાવ, આ નવા પ્રામાયઅભ્યપંગમને સમાનકાલીન છે જ નહીં, માટે એનો નાશ અકિંચિત્કર છે.
પદ્મનાભે આ રીતે દોષ વારણ કરવા પર ગ્રન્થકાર કહે છે : આનો અર્થ તો એ થયો કે જે ભવના પ્રામાણ્યગ્રહથી લક્ષણ ઘટાવી શકાતું હોય તે ભવનો પ્રામાણ્યગ્રહ લઈ શકાય. ર૪ અને તો પછી શું દોષ આવે છે ? એ હવે ગ્રન્થકાર જણાવે છે.)