Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 297
________________ ५२८ सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - २६ जीवेति । जीववृत्तिविशिष्टः = क्षेत्रज्ञवृत्तित्वविशिष्टो योऽङ्गाभावः = उत्कृष्टज्ञानावच्छेदकशरीराभावस्तदभावग्रहोऽपि = तदभावनिवेशोऽपि (=जीववृत्तिविशिष्टाङ्गाभावाभावग्रहोऽपि) काकेश्वरयोरतिव्याप्त्यव्याप्तिवारणार्थमसन् = न दुष्टलक्षणसमाधानसमर्थः। यद् = यस्मादुत्कर्षश्चापकर्षश्चापेक्षयाऽव्यवस्था । कीटिकादिज्ञानापेक्षयोत्कृष्टत्वात् काकादिज्ञानस्य, ब्राह्मणादिज्ञानस्य च देवादिज्ञानापेक्षयाऽपकृष्टत्वात् । इत्थं च तदवस्थे एवातिव्याप्त्यव्याप्ती । કારણકે ઉત્કર્ષ અને અપકર્ષ આપેક્ષિક હોવાથી કોઈ ચોક્કસ વ્યવસ્થા વિનાના છે ટીકાર્થ: જીવવૃત્તિવિશિષ્ટ એટલે ક્ષેત્રજ્ઞનિરૂપિતવૃત્તિતાથી યુક્ત=દેહધારી જીવનિરૂપિત વૃત્તિતાથી યુક્ત જે અંગાભાવ=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદકશરીરાભાવ, તેના અભાવનો ગ્રહ પણ તેના અભાવનો (લક્ષણમાં) સમાવેશ પણ કાગડા અને ઈશ્વરમાં ક્રમશઃ આવતી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિના વારણ માટે અસત્ છે દુષ્ટલક્ષણનું સમાધાન કરવા સમર્થ નથી, કારણકે ઉત્કર્ષ અને અપકર્ષ અપેક્ષાવાળા હોવાથી અવ્યવસ્થિત છે. જેમકે કીડી વગેરેના જ્ઞાનની અપેક્ષાએ કાગડા વગેરેનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે અને દેવાદિના જ્ઞાનની અપેક્ષાએ બ્રાહ્મણાદિનું જ્ઞાન અપકૃષ્ટ છે. આમ અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ તદવસ્થ જ છે. વિવેચન : શિષ્ટનું વેદપ્રામાણ્યઅભ્યપગનૃત્વલક્ષણ ક્રમશઃ કાગડામાં અને ઈશ્વરમાં અતિવ્યાપ્ત ને અવ્યાપ્ત થાય છે. આ દોષના નિવારણ માટે જુદા જુદા પરિષ્કાર સૂચવવા છતાં કાંઈ ને કાંઈ દોષ આવ્યા કરે છે. આવા જ એક નવા પરિષ્કારને પદ્મનાભ નામે વિદ્વાન સૂચવી રહ્યા છે ને ગ્રન્થકાર એમાં પણ એ દોષો તદવસ્થ જ છે એમ જણાવી રહ્યા છે. પહેલાં સૂચિત પરિષ્કારને વિચારીએ - (કાકમાં અતિવ્યાપ્તિના વારણ માટે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરનો સમાવેશ કરવામાં આવે તો ઈશ્વરમાં અવ્યાપ્તિનો દોષ આવે છે એ ૨૦મી ગાથામાં દર્શાવ્યું. તેથી અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરાભાવનો સમાવેશ કર્યો તો પણ અતિવ્યાપ્તિ-અવ્યાપ્તિ દોષ ઊભા રહ્યા. એટલે હવે, ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરાભાવના અભાવનો સમાવેશ સૂચવવામાં આવી રહ્યો છે. એટલે લક્ષણ આવું મળશે કે-જીવમાં રહેલા વિશિષ્ટશરીરના અભાવનો જે સ્વારસિક વેદપ્રામાણ્યઅભ્યપગમકાલીન અભાવ, તેને સમકાલીન સ્વારસિકવેદઅપ્રામાણ્ય અભ્યાગમનો અભાવ એ શિષ્ટત્વ છે. અહીં વિશિષ્ટશરીર એટલે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીર. બ્રાહ્મણ મરીને કાગડો થયો. એણે કાકભવીયશરીર ધારણ કરી લીધું હોય ત્યારે કે એ પૂર્વે અંતરાલકાળમાં.. આ બન્નેમાં ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીરનો અભાવ જ છે, એ અભાવનો અભાવ નથી. એટલે અપ્રામાણ્યઅભ્યપગમાભાવ (=અપ્રામાણ્યઅનભુપગમ), લક્ષણગત બીજાઅભાવને સમકાલીન ન થવાથી લક્ષણ ન જવાના કારણે અતિવ્યાપ્તિ નહીં થાય. જીવનિરૂપિતવૃત્તિતા એટલે જીવનિરૂપિત આધેયતા. આ આધેયતા જે વસ્તુ જીવમાં આધેય હોય (જીવમાં રહેલી હોય) એમાં જ રહી શકે છે. તેથી જીવનિરૂપિતવૃત્તિતાવાળો જે વિશિષ્ટશરીરાભાવ, એ જીવમાં જ રહી શકવાથી ઈશ્વરમાં એનો અભાવ મળશે જ. એટલે લક્ષણ જવાથી અવ્યાપ્તિ નહીં આવે. આમ સૂચિત પરિષ્કાર આપણે જોયો. હવે ગ્રન્થકાર એમાં દૂષણ દર્શાવે છે-એનો આશય આ છે-ઉત્કૃષ્ટ જ્ઞાન એટલે સર્વોત્કૃષ્ટજ્ઞાન લેવું કે અન્યાપેક્ષયા અધિક હોય એવું જ્ઞાન લેવું ? જો સર્વોત્કૃષ્ટ લેવાનું હોય, તો

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314