________________
५३८
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ३२ प्रतियोगिनो दोषस्य क्षीयमाणस्य भेदेन तं = भेदमानुभविकं = सकलजनानुभवसिद्धं बिभ्रत् । भवति हि 'अयमस्मात् शिष्टतरोऽयमस्माच्छिष्टतम' इति सार्वजनीनो व्यवहारः । स चाधिकृतापेक्षयाऽधिकतराधिकतमदोषक्षयविषयतयोपपद्यते, परेषां तु न कथञ्चित्, सर्वेषां वेदप्रामाण्याभ्युपगमादौ विशेषाभावात् ।
एतेन वेदविहितार्थानुष्ठानकर्तृत्वं शिष्टत्वमित्यपि निरस्तम् । यावत्तदेकदेशविकल्पाभ्यामसम्भवातिव्याप्त्योः પ્રસવ |
“આ એના કરતાં શિષ્ટતર છે આ એના કરતાં શિષ્ટતમ છે' આવો સર્વજનપ્રસિદ્ધ વ્યવહાર થાય જ છે. અને તે અધિકૃતશિષ્ટને થયેલા દોષક્ષયની અપેક્ષાએ અધિકતર-અધિક્તમ દોષના ક્ષયરૂપ વિષયના કારણે સંગત થાય છે. બીજાઓના લક્ષણમાં આ તરતમતા કોઈ રીતે સંગત થતી નથી, કારણ કે વેદપ્રામાણ્યઅભ્યપગમવગેરેમાં બધા શિષ્ટોમાં કોઈ વિશેષ ફરક હોતો નથી. “આનાથી જ “વેદવિહિત અનુષ્ઠાનનું કર્તુત્વ એ શિષ્ટત્વ' એવું લક્ષણ પણ નિરસ્ત જાણવું, કારણકે યાવતું અને તદુકદેશ.. આ બે વિકલ્પો દ્વારા અસંભવ અને અતિવ્યાપ્તિદોષ પણ આવે છે.
વિવેચનઃ (૧) વેલકમાથામ્યુનૃિત્વે સતિ વેલાબામાન્ય મ્યુનૃિત્વાભાવ . આવા લક્ષણમાં અવ્યાપ્તિ આદિ દર્શાવેલા દોષોનું નિર્દોષ નિરાકરણ શક્ય ન હોવાથી એ લક્ષણ નિરસ્ત થઈ ગયું છે. તેથી ગ્રન્થકારે જે “અંશતઃ ક્ષીણદોષતં શિષ્ટત્વમ્' એવું લક્ષણ આપ્યું છે, એ જ નિર્દોષ સિદ્ધ થાય છે.
(૨) આ પરમાનંદ એ શિષ્ટત્વનું લિંગ છે, એટલે કે જ્યાં એ વરતાય, ત્યાં શિષ્યત્વ હોવાનો નિશ્ચય થાય છે. ને પછી એને અનુસરીને એના આચરણ અનુકરણીય બને છે.
(૩) રાગ-દ્વેષાત્મક કે કર્માત્મકદોષ એ પ્રતિયોગી છે. એ જેમ જેમ ક્ષીણ થાય છે, એમ એમ શિષ્ટત્વની માત્રા વધતી જાય છે. એટલે અવિરતસમ્યક્તી, દેશવિરત, સર્વવિરતક્રમે શિષ્ટત્વ, શિષ્ટતરત્વ, શિષ્ટતમત્વ આવે છે.
(૪) વેદપ્રામાણ્યાભ્યપગમમાં કે વેદઅપ્રામાણ્યાભ્યપગમના અભાવમાં તરતમતા સંભવિત ન હોવાથી બધા એકસમાન હોવાના કારણે એના આધારે જો શિષ્ટત્વ હોય, તો એમાં પણ તરતમતા આવી ન શકે એ સ્પષ્ટ છે.
(૫) આનાથી જ=શિષ્ટત્વમાં રહેલી તરતમતા સંગત થઈ શકતી ન હોવાથી જ. “વેદમાં જે અનુષ્ઠાનોનું વિધાન હોય, તે અનુષ્ઠાનોનું કર્તુત્વ એ શિષ્ટત્વ' આવું લક્ષણ પણ ઊડી જાય છે. કારણકે એ કર્તૃત્વમાં પણ તરતમતા અસંભવિત છે.
11. એટલે શબ્દશઃ વિવેચનકારે જૈનોને જિનવચનપ્રામાણ્યાભ્યપગનૃત્વ એ શિષ્ટત્વ લક્ષણ માન્ય છે એવી સ્વબુદ્ધિની કલ્પના જે આપી છે તે આ રીતે પણ સત્યથી વેગળી જાણવી, કારણ કે એમાં તરતમતા અસંભવિત હોવાથી શિષ્ટત્વમાં પણ સર્વજનપ્રતીત તરતમતા સંભવિત નહીં રહી શકે.
શંકા : પહેલાં થોડા જિનવચનોને પ્રમાણ માને, પછી વધારે માને... આ રીતે તરતમતા સંભવે ને !
સમાધાન : જ્યાં સુધી એક પણ જિનવચન પ્રામાનિશ્ચયમાંથી બાકાત છે ત્યાં સુધી સમ્યક્ત જ અસંભવિત હોવાથી શિષ્ટત્વ જ હોતું નથી, પછી તરતમતા શી ?