Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 306
________________ ५३७ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ वेदत्वं न प्रयोजकं किं तु सत्यत्वमेव, लोकशब्दस्याप्यविसंवादिनः प्रमाणत्वादिति श्रद्धामात्रमेतदिति न વિષ્યિવેતન્ II રૂા. शिष्टत्वमुक्तमत्रैव भेदेन प्रतियोगिनः । तमानुभविकं बिभ्रत् परमानन्दवत्यतः ।। ३२।। शिष्टत्वमिति । अतः = परोक्तशिष्टलक्षणनिरासात् । अत्रैव = सम्यग्दृष्टावेवोक्तं 'अंशतः क्षीणदोषत्वं शिष्टत्वं' परमानन्दवति = दुर्भेदमिथ्यात्वमोहनीयभेदसमुत्थनिरतिशयानन्दभाजने । शिष्टत्वलिङ्गाभिधानमेतत् । ન થવાથી પ્રામાણ્યગ્રહ પણ મુશ્કેલ બની જ રહેશે. બ્રાહ્મણ ? આ રીતે તો જિનવીનત્વને પણ પ્રામાણ્યપ્રયોજક માની શકાશે નહીં, કારણકે અવિસંવાદી લોકવચનોમાં જિનવચનત્વ હોતું નથી, ને છતાં પ્રમાણત્વ તો હોય જ છે. એટલે સત્યત્વને જ પ્રમાણત્વ પ્રયોજક માનવું પડવાના કારણે દુરવબોધ જિનવચનોમાં પ્રામાણ્યગ્રહ તમારે પણ મુશ્કેલ થઈ જ જશે. ગ્રન્થકાર ઃ તમારી વાત સાચી છે. પ્રામાણ્યમાં પ્રયોજક તો સત્યત્વ જ છે અને બધા જ જિનવચનો સત્ય યુક્તિસંગત હોવાની રૂએ જ અમને શ્રદ્ધેય છે. શ્રી હરિભદ્રસૂરિમહારાજે લોકતત્ત્વનિર્ણય ગ્રન્થમાં કહ્યું જ છે કે-મને શ્રીવીરપ્રભુ પર કોઈ પક્ષપાત નથી, કે કપિલાદિપર કોઈ દ્વેષ નથી. પણ જેનું વચન યુક્તિસંગત છે તેનો સ્વીકાર કરવો જોઈએ. (શ્રીવીરપ્રભુનાં વચનો યુક્તિસંગત છે, માટે અમે એનો સ્વીકાર કર્યો છે.) બ્રાહ્મણ પણ દુરવબોધ જિનવચનોની યુક્તિસંગતતાનો નિર્ણય કેમ થાય ? ગ્રન્થકાર : “ખીચડીના ચાર દાણા સીઝેલા છે તો બધા જ સીઝેલા હોવા જોઈએ એ ન્યાયે, આપણી બુદ્ધિને ગમ્ય જિનવચનો જો યુક્તિસંગત છે, તો જિનવીનત્વેન બધા જ જિનવચનો યુક્તિસંગત છે એ નિર્ણય થાય છે. બ્રાહ્મણ: એમ તો આપણી બુદ્ધિગમ્ય = હિંચાત્ સર્વભૂતાનિ વગેરે અનેક વેદવચનો પણ યુક્તિસંગત છે જ. તો વેદત્વેન યાવઢેદવચનને પણ એ જ ન્યાયે યુક્તિસંગત સમજી શકાય છે ને ! ગ્રન્થકાર ? ના, કારણ કે આપણી બુદ્ધિગમ્ય કેટલાય વેદવચનો યુક્તિઅસંગત પણ છે જ. જેમ કે કોઈપણ જીવની હિંસા કરવી નહીં' એમ કહ્યા પછી યજ્ઞ માટે કહેલી પશુહિંસા વગેરે. એટલે વેદવેન યાવદવચનને પ્રમાણ માનવા એ પાયા વિનાની શ્રદ્ધામાત્ર છે. ને તેથી આ બધી વાતો અકિંચિત્કર છે. Il૩૧. (ઉપસંહાર કરે છે-) ગાથાર્થ એટલે પરમાનન્દવાળા આ સમ્યગ્દષ્ટિમાં જ, પ્રતિયોગિભેદે અનુભવસિદ્ધ ભેદને ધારણ કરતું ઉક્ત શિષ્ટત્વ હોય છે. ટીકાર્થ ? એટલે—બીજાએ કહેલા 'લક્ષણનો નિરાસ થવાથી “અંશતઃ ક્ષીણદોષત્વ' એ પ્રમાણે કહેલું શિષ્ટનું લક્ષણ પરમાનન્દવાળા આ સમ્યગ્દષ્ટિમાં જ રહેલું છે એ નિશ્ચિત થાય છે. દુર્ભેદ્ય એવા મિથ્યાત્વમોહનીયકર્મનો યોપશમ કે ક્ષયરૂપ ભેદ થવાથી ઉત્પન્ન થયેલો નિરતિશય આનંદ એ અહીં પરમાનંદ તરીકે અભિપ્રેત છે. આ કહેવા દ્વારા શિષ્ટત્વનું લિંગ કહ્યું. (ક્ષીણદોષમાં પ્રતિયોગી દોષ છે. આ) ક્ષીયમાણ દોષરૂપ પ્રતિયોગીના ભેદથી આ શિષ્ટત્વ આનુભવિકસકલજનઅનુભવસિદ્ધ ભેદને ધારણ કરે છે. “આ શિષ્ટ છે.”

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314