________________
ન્યાયશૈલિની હથોટી પામવા માટે... પારિભાષિક શબ્દોનો સરળ પરિચય : મેળવવા માટે... પૂજ્ય આચાર્ય શ્રી લિખિત વિવેચનની સહાય લેવી ઘણી ઇચ્છનીય છે. સત્પદાuિપણા - ગતિ, ઇન્દ્રિય, કાય... વગેરે ૧૪ મૂળ માર્ગણાઓ... ત્રીજા કર્મગ્રન્થમાં આવતી એની ૬૨ પેટા માર્ગણાઓ... એના કરતાં પણ ઊંડા ઉતરીને કુલ ૧૭૪ માર્ગણાઓનો સત્પદ, દ્રવ્યપ્રમાણ, 4 ક્ષેત્ર... વગેરે દ્વારો દ્વારા વિચાર... અનેક ગ્રન્થોના આધારે સંચિત થયેલા છે પદાર્થસમુદ્રને અવગાહવાનો આનંદ માણવા નમ્ર વિનંતી... દ્રવ્ય-ગુણ પચિનો રાસ દ્રવ્યાનુયોગના પદાર્થોને ઘણા સંક્ષેપમાં - ખૂબ ગહન રીતે પીરસતી પૂ. ઉપા. શ્રી યશોવિજય મ.ની ગૂર્જર કૃતિ... શાસ્ત્રવચનની સંગતિ કરવા ઊઠેલી તર્કપૂર્ણ વિચારણાથી પ્રાપ્ત થતા અર્થપર્યાય-વ્યંજનપર્યાય-સપ્તભંગી વગેરેના અસંદિગ્ધ-સ્પષ્ટ-સરળ બોધ માટે પૂ.આ.ભ. અભયશેખરસૂરિ મ.નું થયેલ વિવેચન (ભાગ-૧) અવશ્ય અવગાહવું રહ્યું. અનુયોગદ્વાર સટીક સટીપ્પણ મૂળ સૂત્ર તથા ટીકાના વિષમપદ પર વિશદ ટીપ્પણો દ્વારા બોધને ચોક્કસ દિશા આપવાનો પ્રયાસ... પ્રેક્ષાવાનું શ્રદ્ધાનુસારી હોય કે તકનુસારી... બધાની પ્રવૃત્તિ માટે ગુરુપર્વક્રમ સંબંધ અને વાવાચક ભાવસંબંધ.. બન્ને સંબંધ જરૂરી છે... વગેરે અપૂર્વ રહસ્યોદ્ઘાટન કરવાનો નમ્ર પ્રયાસ. બત્રીશીના સથવારે, કલ્યાણની પગથારે ભાગ ૧ થી ૪ દ્વત્રિશદ્ધાત્રિશિકા ગ્રન્થની ૧ થી ૧૩ બત્રીશીઓના લોકભોગ્ય પદાર્થોનું લોકભોગ્ય ભાષામાં સરળ રીતે સુબોધ રીતે વિવરણ કરતાં ૧ થી ૮૦ લેખોનો (જ સમાવેશ આ ૬ ભાગોમાં થયો છે. જિજ્ઞાસુઓને એ પણ અવગાહવાની નમ્ર વિનંતી છે.
*
* *