________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५३९ यत्त्वदृष्टसाधनताविषयकमिथ्याज्ञानाभाववत्त्वं शिष्टलक्षणमुच्यते तत्त्वस्मदुक्तशिष्टत्वव्यञ्जकमेव युक्तमाभाति, न तु परनीत्या स्वतन्त्रलक्षणमेव ।
(બ્રાહ્મણ વેદોક્ત અનુષ્ઠાન જેમ જેમ વધારતો જાય એમ એમ શિષ્ટત્વ વધતું જાય આ રીતે તરતમતા સંભવે છે ને !)
ગ્રન્થકારઃ અમે તમને પૂછીએ છીએ કે તમે, વેદમાં કહેલા બધા અનુષ્ઠાન કરે એને શિષ્ટ કહેશો કે એમાંના એકદેશભૂત અમુક અનુષ્ઠાન કરે એને પણ શિષ્ટ કહેશો ? વેદમાં કહેલા બધા અનુષ્ઠાન કરવા કોઈ માટે શક્ય ન હોવાથી પ્રથમ વિકલ્પમાં અસંભવદોષ છે. અને વેદવિહિત અમુક અનુષ્ઠાનો તો અશિષ્ટો પણ કરતા હોવાથી અતિવ્યાપ્તિ દોષ આવશે જ.
ટીકાર્થ : 'અષ્ટસાધનતા અંગે મિથ્યાજ્ઞાનનું અભાવવત્ત્વ એ શિષ્ટત્વ' આવું જે અન્યો વડે શિષ્ટનું લક્ષણ કહેવાય છે, તેને તો અમે કહેલા શિષ્ટ લક્ષણનું સૂચક માનવું એ જ યુક્તિયુક્ત ભાસે છે, નહીં કે અન્યદર્શનના સિદ્ધાન્ત મુજબનું સ્વતંત્ર લક્ષણ, (કારણકે એવું માનવામાં એમાં અનેક રીતે અવ્યાપ્તિ આવે છે.) (અ) ગંગાજળમાં “આ કૂપજળ છે” એવો આરોપ કરીને “આ કૂપજળ અદૃષ્ટસાધન નથી' એવા ભ્રમવાળા બ્રાહ્મણમાં (બ) કૂપજળમાં “આ ગંગાજળ છે” એવો આરોપ કરીને “આ અદૃષ્ટસાધન છે” એવા ભ્રમવાળા બ્રાહ્મણમાં તથા (ક) “આ ગંગાજળ ઉચ્છિષ્ટ છે' એવો આરોપ કર્યા પછી “આ અષ્ટસાધન નથી” એવા ભ્રમવાળા બ્રાહ્મણમાં .. આ ત્રણે બ્રાહ્મણમાં જે અશિષ્ટત્વ આવી પડે છે, એના વારણ માટે અમે નીચે મુજબ પરિષ્કાર કરીશું. વિવલિત જ્ઞાનમાં જો અદૃષ્ટસાધનતાનું વિધાન હોય, તો એ અદૃષ્ટસાધનતાવચ્છેદકરૂપ અપુરસ્કારેણ હોવું જોઈએ. અને જો નિષેધ હોય તો એ અદૃષ્ટસાધનતાવિરોધિરૂપઅપુરસ્કારેણ હોવું જોઈએ. બ્રાહ્મણ આવી વિવક્ષા કરે તો પણ નિદ્રા વગેરે અવસ્થામાં બૌદ્ધ વગેરેમાં અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. (તેથી આ અન્યદર્શનના સિદ્ધાન્ત મુજબનું સ્વતંત્ર લક્ષણ છે એમ કહી શકાતું નથી.) વળી આટલો નિશ્ચય ન થાય તો પણ બધે શમવગેરે લિંગદ્વારા શિષ્ટત્વનો વ્યવહાર શક્ય જ છે. તો આ કુસૃષ્ટિથી શું ?
વિવેચનઃ (૧) “આ અદષ્ટનું ( પુણ્યનું) સાધન (કારણ) છે” આવું જ્ઞાન એ અષ્ટસાધનતાજ્ઞાન છે. આ જ્ઞાન સત્ય પણ હોઈ શકે, મિથ્યા પણ. આમાંથી મિથ્યાજ્ઞાનનો અભાવ હોવો એ શિષ્ટત્વ છે. .. આવું પણ કેટલાક અન્યદર્શનકારો કહે છે. ગ્રન્થકારનું કહેવું એવું છે કે આને અન્યદર્શનના સિદ્ધાન્તને અનુસરતું સ્વતંત્ર લક્ષણ માની શકાતું નથી, કારણકે એવું માનીએ તો ત્રણ સ્થળે અવ્યાપ્તિ આવે છે અને પરિષ્કાર કરવામાં આવે તો પણ બૌદ્ધાદિમાં અતિવ્યાપ્તિ આવે છે. વળી આવા અભાવનો નિશ્ચય થયો ન હોય તો પણ ઉપશમ વગેરે લિંગ દ્વારા શિષ્ટત્વનો બોધ અને વ્યવહાર થઈ જ શકે છે. એટલે આને સ્વતંત્ર લક્ષણ માનવાના બદલે અમે
અંશતઃ ક્ષણદોષત્વ એ શિષ્ટત્વ' આવું જે લક્ષણ કહ્યું છે, એનું સૂચક જ્ઞાપક માનવું જોઈએ. આશય એ છે કે અંશતઃ ક્ષણદોષત્વરૂપ શિષ્ટત્વ સમ્યક્તી જીવોમાં હોય છે. એટલે શમ, સંવેગાદિ ગુણો સમ્યક્તના કાર્યભૂત હોવાથી જેમ સમ્યક્તના=અંશતઃ ક્ષણદોષત્વના=શિષ્ટત્વના જ્ઞાપક લિંગરૂપ છે, એમ હેય-ઉપાદેયનો વિવેક પણ સમ્યક્તના કાર્યભૂત હોવાથી એના જ્ઞાપક લિંગરૂપ બની જ શકે છે. અર્થાત્ “આ હેય છે=અશુભ અદષ્ટનું કારણ છે', “આ ઉપાદેય છે શુભ અદષ્ટનું કારણ છે આવો વિવેક એ સમ્યક્તનું શિષ્ટત્વનું કાર્ય હોવાથી શિષ્ટત્વની હાજરીમાં આ અંગેનું મિથ્યાજ્ઞાન સંભવતું નથી. એટલે કે અદૃષ્ટસાધનતાના મિથ્યાજ્ઞાનનો અભાવ