Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 310
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ५४१ पुरस्कारेण चादृष्टसाधनताविषयकत्वविवक्षायामपि स्वापादिदशायां बौद्धादावतिव्याप्तेः । एतावदग्रहेऽपि सर्वत्र शमादिलिङ्गेन शिष्टत्वव्यवहाराच्चेति किमनया कुसृष्ट्या ? ।। ३२ ।। LIી રૂતિ સમષ્ટિકત્રિશિવમ || 9 || જ હોવાથી અવ્યાપ્તિ નથી. ગ્રન્થકાર કહે છે કે આવો પરિષ્કાર હોવા છતાં સૂતેલા બૌદ્ધ વગેરેમાં અતિવ્યાપ્તિ ઊભી જ છે, કારણકે એ કાળે એનામાં એવું મિથ્યાજ્ઞાન હોતું નથી જ. વળી આવા મિથ્યાજ્ઞાનના અભાવનો નિશ્ચય સરળ નથી. એટલે એ ન થયો હોય છતાં જો શમ-સંવેગાદિ જોવા મળે તો શિષ્ટત્વનો નિશ્ચય થઈ જ જાય છે. તેથી તથા શિષ્ટત્વમાં જોવા મળતી તરતમતાની સંગતિ થઈ શકતી ન હોવાથી અન્યોએ કહેલા લાંબાલચક લક્ષણને ન સ્વીકારતા અમે કહેલા અંશતઃ ક્ષીણદોષત્વરૂપ નિર્દોષ લક્ષણને માનવું ઉચિત છે. ૩રા | ઇતિ શ્રી સમ્યગ્દષ્ટિઢાત્રિશિકા ! તપાગચ્છીય શ્રી વિજય-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખરસૂરિશિષ્ય આચાર્ય વિજય અભયશેખરસૂરિએ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજ વિરચિત દ્વાદિંશદ્ દ્વાચિંશિકા ગ્રન્થની ૯ થી ૧૫ બત્રીશીઓનું ગુજરાતી વિવેચન સાનંદ સંપન્ન કર્યું. આ વિવેચનમાં પરમ પાવન ત્રિકાળ અબાધિત શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈપણ નિરૂપણ થયું હોય તો એનું હાર્દિક ત્રિવિધે-ત્રિવિધે મિચ્છામિ દુક્કડં. સંવિગ્ન ગીતાર્થોને એનું સંશોધન કરીને મને જણાવવા નમ્ર વિનંતી છે. શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314