Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 309
________________ सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ३२ गङ्गाजले कूपजलत्वारोपानन्तरं 'इदं कूपजलं नादृष्टसाधनमिति भ्रमवतः कूपजल एव गङ्गाजलत्वारोपानन्तरं 'इदं गङ्गाजलमदृष्टसाधनमिति भ्रमवतो गङ्गाजले उच्छिष्टत्वारोपान्तरं 'नादृष्टसाधनमि'ति भ्रमवतश्चाशिष्टत्ववारणायादृष्टसाधनताऽवच्छेदकरूपा (प?) पुरस्कारेण निषेधमुखेनादृष्टसाधनताविरोधिरूपा ५४० એનું જ્ઞાપક લિંગ બની શકે છે. પણ જો ‘આ અદૃષ્ટનું સાધન છે' એવા મિથ્યાજ્ઞાનના અભાવને શિષ્ટના લક્ષણ તરીકે લેવામાં આવે તો ત્રણ સ્થળે ગ્રન્થકારે અવ્યાપ્તિ દર્શાવી છે - (૧) જે શિષ્ય બ્રાહ્મણને ગંગાજળમાં ‘આ પજળ છે’ એવો આરોપ કર્યા પછી ‘આ કૂપજળ અટ્ઠષ્ટનું (=પુણ્યનું) કારણ નથી' એવું જ્ઞાન થયું. આ જ્ઞાન મિથ્યા હોવાથી મિથ્યાજ્ઞાનનો અભાવ ન રહેવાના કારણે લક્ષણની અવ્યાપ્તિ. (૨) કૂવાના જળમાં ‘આ ગંગાજળ છે' એવો આરોપ કરીને પછી ‘આ ગંગાજળ અદૃષ્ટ સાધન છે' એવું જ્ઞાન થયું. આ જ્ઞાન મિથ્યા હોવું સ્પષ્ટ છે. તેથી લક્ષણની અવ્યાપ્તિ. (૩) જે ગંગાજળ કૂતરા-ચંડાળ વગેરે દ્વારા ઉચ્છિષ્ટ=બોટાયેલું=અભડાયેલું હોય એ કાંઈ અદૃષ્ટસાધન નથી. પણ જે ગંગાજળ ઉચ્છિષ્ટ નથી, તેમ છતાં એમાં ‘આ ઉચ્છિષ્ટ છે’ એવો આરોપ કર્યા પછી ‘આ ઉચ્છિષ્ટ જલ અદૃષ્ટસાધન નથી' એવું જ્ઞાન થયું. આ જ્ઞાન પણ મિથ્યા હોવાથી લક્ષણની અવ્યાપ્તિ થશે. પણ આને જો જ્ઞાપકલિંગ તરીકે સ્વીકારીએ, તો કોઈ વાંધો આવતો નથી, કારણકે જ્ઞાપકલિંગ વિના પણ લિંગી રહી શકે છે. અલબત્ત અન્ય દર્શનકાર આ ત્રણ અવ્યાપ્તિઓનું વારણ કરવા આવો પરિષ્કાર સૂચવે છે-‘આ અદૃષ્ટ સાધન છે' આવું જ્ઞાન કે જેમાં અદૃષ્ટસાધનતાનું વિધાન છે, એ અદૃષ્ટસાધનતાવચ્છેદકરૂપને આગળ કર્યા વગર હોવું જોઈએ. પ્રસ્તુતમાં ગંગાજળ એ અદૃષ્ટસાધન છે. તેથી ગંગાજલત્વ એ અદૃષ્ટસાધનતાવચ્છેદક છે. એટલે કે ‘ગંગાજળ અદૃષ્ટસાધન છે' આવું જ્ઞાન મિથ્યા હોવું સંભવતું નથી. કૂપજલત્વ, ઉચ્છિષ્ટત્વ.. વગેરે અદૃષ્ટસાધનતાના વિરોધી ધર્મો છે. તેથી ‘કૂપજલ અદૃષ્ટસાધન છે’ ‘ઉચ્છિષ્ટજળ અટ્ઠષ્ટસાધન છે' આવાં જ્ઞાન મિથ્યા છે, પણ એ ગંગાજળત્વને આગળ કરીને નથી. આવાં જ્ઞાન શિષ્ટ બ્રાહ્મણને સંભવતા નથી. તેથી ‘અદૃષ્ટસાધનતાવચ્છેદક ધર્મને આગળ કર્યા વગર થયેલ વિધેયક મિથ્યાજ્ઞાનનો અભાવ એ શિષ્ટત્વ...' આવું લક્ષણ કરવાથી અવ્યાપ્તિ થશે નહીં. કૂપજળમાં ગંગાજલત્વનો ભ્રમ પામેલા શિષ્ટને સાક્ષાત્ શબ્દોદ્વારા કે ગર્ભિતરીતે ગંગાજલત્વને આગળ કરીને જ ‘આ અદૃષ્ટસાધન છે' આવું જ્ઞાન થઈ શકે છે, એ વિના નહીં. એટલે મિથ્યાજ્ઞાન હોવા છતાં, ગંગાજલત્વને આગળ કર્યા વિનાના મિથ્યાજ્ઞાનનો તો અભાવ જ હોવાથી અવ્યાપ્તિ નથી. ‘કૂપજળ (કે ઉચ્છિષ્ટજળ) અદૃષ્ટસાધન નથી' આવું જ્ઞાન મિથ્યા સંભવતું નથી. ‘ગંગાજળ અદૃષ્ટસાધન નથી' આવું જ્ઞાન મિથ્યા છે, પણ એ કૂપજલત્વ કે ઉચ્છિષ્ટત્વ વગેરેરૂપ અદૃષ્ટસાધનતાના વિરોધી ધર્મોને આગળ કરીને નથી. આવાં જ્ઞાન શિષ્ટબ્રાહ્મણને સંભવતા નથી. તેથી ‘અદૃષ્ટસાધનતાના વિરોધીધર્મોને આગળ કર્યા વગર થયેલા નિષેધક મિથ્યાજ્ઞાનનો અભાવ એ શિષ્ટત્વ' આવું લક્ષણ કરવાથી અવ્યાપ્તિ થશે નહીં. ગંગાજળમાં કૂપજલત્વ કે ઉચ્છિષ્ટત્વનો ભ્રમ પામેલા શિષ્ટને સાક્ષાત્ શબ્દો દ્વારા કે ગર્ભિતરૂપે કૂપજલત્વ કે ઉચ્છિષ્ટત્વ વગેરે રૂપ વિરોધી ધર્મને આગળ કરીને જ ‘આ અદૃષ્ટસાધન નથી’ એવું જ્ઞાન થઈ શકે છે, એ વિના નહીં. એટલે મિથ્યાજ્ઞાન વિદ્યમાન હોવા છતાં, વિરોધીધર્મને આગળ કર્યા વિનાના મિથ્યાજ્ઞાનનો તો અભાવ

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314