Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 305
________________ ५३६ सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ३१ (સંત. /૪૬) તિા अथ वेदत्वमेव प्रामाण्यप्रयोजकमित्यभ्युपगमो यावद्वेदप्रामाण्याभ्युपगमः स्यादित्यत आह-प्रामाण्ये च વિવેચનઃ ગાથામાં એવકાર અને હિકાર. આ બન્ને “જ કાર અર્થમાં છે. એટલે આવો અર્થ મળે છે કે યુક્તિસંગતઅર્થમાં જ યુક્તિનું જ ઉભાવન કરવું એમાં કોઈ દોષ ન હોવાથી કોઈ નિગ્રહ કરી શકતું નથી. તેથી (૧) આ અન્યથા શબ્દના અર્થ તરીકે બે વાત મળે છે. યૌક્તિકઅર્થનું વગર યુક્તિએ ગ્રહણ કરવું એ નિગ્રહસ્થાન છે અને અયૌક્તિક અર્થનું (આગમગમ્ય અર્થનું) યુક્તિથી ગ્રહણ કરવા મથવું એ નિગ્રહસ્થાન છે. શંકા : શું જિનાગમમાં પણ એવી આગમગમ્ય અયક્તિક યુક્તિઅસંગત વાતો છે ? સમાધાન: અહીં અમૌક્તિક શબ્દનો અર્થ યુક્તિઅસંગત એવો નથી, પણ એવો છે કે-યુક્તિસંગત એવી પણ જે વાતો અતીન્દ્રિયત્ન વગેરે કારણે આપણા ક્ષયોપશમનો વિષય ન હોવાથી એમાં રહેલી યુક્તિ ખોળી કાઢવી અશક્ય હોય તે અયક્તિક. આવી વાતો યુક્તિપૂર્વક સમજવા-સમજાવવાનો પ્રયાસ કરવો એ નિગ્રહસ્થાન છે. એટલે જિનાગમમાં યુક્તિઅસંગત વાતો હોતી નથી, એ નિશ્ચિત છે. પ્રશ્ન : અયૌક્તિક શબ્દનો આવો અર્થ કાઢવામાં કોઈ આધાર ? ઉત્તર પ્રસ્તુત બત્રીશીની ત્રીસમી ગાથાની વૃત્તિમાં સર્વસ્થવ માવકવનચ લુબ્રિતિષ્ઠિતત્વાન્ આવું જ કહ્યું છે એ જ જણાવે છે કે આગમગમ્ય વાતો પણ યુક્તિસંગત તો હોય જ છે. અને તેમ છતાં એને યુક્તિગ્રાહ્ય ન કહેતાં આશાગ્રાહ્ય કહી એ જ સૂચવે છે કે એ આપણી યુક્તિનો વિષય નહીં હોય, અર્થાત્ અયૌક્તિક હોય. વાદી ' શ્રી સિદ્ધસેનદિવકારસૂરિમહારાજે સમ્મતિતર્ક (૩-૪૫) માં કહ્યું છે-હેતુવાદપક્ષમાં હેતુથી અને આગમિક પદાર્થમાં આગમથી (= આજ્ઞાથી) નિરૂપણ કરે તે સિદ્ધાન્તનો પ્રજ્ઞાપક છે, અને આનાથી ભિન્ન રીતે કરનાર સિદ્ધાન્તનો વિરાધક છે. બ્રાહાણ: જે આગમગમ્ય વાતો આપણો વિષય નથી, એને જણાવનાર આગમ વચનો દુરવબોધ જ બની જશે. પછી એમાં સ્વતાત્પર્યાનુસારી યુક્તિપૂર્વક પ્રામાણ્યગ્રહ શી રીતે કરશો? અને એ જો નહીં થાય તો સકલજિનવચનપ્રામાણ્યઅભ્યપગમ તમારે પણ દુઃશક બની જશે. ગ્રન્થકાર? અમારે તો જિનવચનત્વેન (જિનવચનરૂપે) બધા જ જિનવચનો પ્રમાણ તરીકે નિશ્ચિત થયેલા છે. એટલે ક્ષયોપશમની મર્યાદાના કારણે એવા દુરવબોધ જિનવચનવિશેષનો પ્રામાણ્યગ્રહ પણ અશક્ય કે દુઃશક્ય નથી. બ્રાહણ: આનો અર્થ એ થયો કે તમે જિનવચનોમાં પ્રામાણ્ય જે માનો છો તેમાં જિનવીનત્વ એ પ્રયોજક છે. તો અમે પણ આ રીતે કહીશું કે વેદવચનોમાં પ્રામાણ્ય જે છે તે વેદત્વેન (=વેદવચનત્વેન) છે. એટલે કે વેદ– એમાં પ્રયોજક છે. આ અભ્યપગમ જ યાદવચનપ્રામાણ્યના અભ્યપગમમાં પર્યવસિત થઈ જશે. એટલે દુરવબોધ શ્રુતિવિશેષ અંગે પણ પ્રામાણ્યગ્રહ અસંભવિત નહીં બને. ગ્રન્થકાર તમારી વાત બરાબર નથી, કારણ કે વેદવચનોમાં જે પ્રામાણ્ય છે તેમાં વેદ– પ્રયોજક નથી, પણ સત્યત્વ પ્રયોજક છે. તે પણ એટલા માટે કે લોકવ્યવહારમાં બોલાતા શબ્દો-વચનો પણ જે અવિસંવાદી હોય, તે પ્રમાણ તરીકે બધાને માન્ય હોય જ છે. એટલે વેદત્વ જો પ્રામાણ્યપ્રયોજક હોય, તો એ વચનોને પ્રમાણ માની શકાય જ નહીં, કારણકે એ વચનોમાં વેદત્વ નથી. એટલે દુરવબોધ શ્રુતિવિશેષમાં સત્યત્વનો નિશ્ચય

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314