________________
५३४
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ३० तात्पर्यं वः स्वसिद्धान्तोपजीव्यमिति चेन्मतिः । ननु युक्त्युपजीव्यत्वं द्वयोरप्यविशेषतः ।। ३०।।
तात्पर्यमिति । वो = युष्माकं स्वसिद्धान्तोपजीव्यं = स्वसिद्धान्तपुरस्कारि तात्पर्यम् । तथा चान्यागमानुपजीव्यतात्पर्ये सकलवेदप्रामाण्याभ्युपगमनिवेशान्न दोष इति चेद् = यदि तव मतिर्ननु तदा द्वयोरप्यावयोरविशेषतो युक्त्युपजीव्यत्वम् । अयं भावः- अन्यागमानुपजीव्यत्वं ह्यन्यागमासंवादित्वं चेत् ? तत्संवादिनि स्वाभिप्रायेऽव्याप्तिः । अयौक्तिकतदसंवादित्वं चेद् ? अस्माकमपि तात्पर्यमयौक्तिकागमासंवाद्येव, सर्वस्यैव भगवद्वचनस्य युक्तिप्रतिष्ठितत्वात्, मिथ्याश्रुततात्पर्यस्यापि स्याद्वादसङ्गतयुक्त्यैव गृह्यमाणत्वात् Tીરૂ|| યતઃ
પણ “સમ્યગ્દષ્ટિથી ગૃહીત છે, માટે સમ્યગુ છેઅર્થાત્ યથાર્થ બોધ થવામાં એની મુખ્યતા અસાધારણકારણતા= કરણતા નથી, પણ બોધ કરનારની જ મુખ્યતા છે. એટલે વેદવચન એમાં નિમિત્ત બને છે, પણ કરણ બનતા નથી. તમે જેમ આચારાંગાદિ જિનવચનોને “એ જિનવચન છે, માટે સમ્યગુ છે' એમ માનો છો, એમાં એનો ગૃહીતા કોણ છે? એ વચ્ચે લાવતા નથી. એમ વેદવચનોને “એ વેદવચન છે, માટે સમ્યગુ છે એમ માનો તો જ એને પ્રમાકરણ માન્યા કહેવાય.. પણ તમે એવું માનતા નથી. એટલે તમે જૈનોએ વેદને પ્રમાકરણ=પ્રમાણ માન્યા ન હોવાથી શિષ્ટત્વની અતિવ્યાપ્તિ થશે નહીં.
ગ્રન્થકાર: “પ્રમાનું કરણ બને એ પ્રમાણ” આવું પ્રમાણનું તમે કહેલું લક્ષણ બધા પ્રમાતાઓ સ્વીકારતા નથી. તેઓ તો “જે સમ્યગુબોધને પેદા કરે એ પ્રમાણ' આવું સ્વીકારતા હોવાથી જૈનોમાં લક્ષણની અતિવ્યાપ્તિ થશે જ. ૨૯ (નવી દલીલ અને એનો જવાબ જણાવે છે-).
ગાથાર્થ: “તમારું તાત્પર્ય તો તમારા સિદ્ધાન્તને અવલંબીને છે' આવો જો તમારો વિચાર હોય, તો આપણે બન્ને સમાન રીતે યુક્તિને ઉપજીવ્ય બની જઈએ છીએ.
ટીકાર્થ તમારું તો સ્વસિદ્ધાન્તને ઉપજીવ્ય આગળ કરનારું તાત્પર્ય છે. એટલે “અન્યઆગમને અનુપજીવ્ય તાત્પર્ય અંગે સકલવેદના પ્રામાણ્યનો અભ્યપગમ' કહેવાથી દોષ નહીં આવે, આવી જો તારી મતિ છે, તો તો ખરેખર આપણે બન્ને સમાન રીતે યુક્તિ ઉપજીવ્ય બની ગયા. કહેવાનો ભાવ આ છે-અન્યઆગમને અનુપજીવ્યત્વ એટલે “અન્યઆગમને અસંવાદિત્વ' જો લેશો, તો તેની સાથે સંવાદ ધરાવનાર સ્વાભિપ્રાયમાં અવ્યાપ્તિ થશે, અને અયૌક્તિક તેનું અસંવાદિત્વ લેશો તો અમારું તાત્પર્ય પણ અયોક્તિક આગમને અસંવાદી જ છે, કારણકે ભગવાનના સર્વવચનો યુક્તિપ્રતિષ્ઠિત હોય છે. મિથ્યાશ્રુતતાત્પર્ય પણ સ્યાદ્વાદસંગત યુક્તિથી જ ગૃહીત થતું હોય છે.
વિવેચન : બ્રાહ્મણ ? તમે જૈનો વેદને પ્રમાણ જે માનો છો તે તો તમારા સિદ્ધાન્તને=આગમને અનુસરતા તાત્પર્યાર્થમાં માનો છે. એટલે “વેદ સિવાયના અન્ય આગમને નહીં અનુસરતા તાત્પર્યમાં સકલવેદનાં
10. ગ્રન્થમાં તિ 9 સુધીનો અધિકાર બ્રાહ્મણના પૂર્વપક્ષરૂપે છે. એટલે કે બ્રાહ્મણ બોલનાર છે. તેથી તમારા તરીકે “જૈનોના આવે. શબ્દશઃ વિવેચનકારે તમારું=બ્રાહ્મણોનું અર્થ કર્યો છે !