________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५३३ 'अनाकलिततात्पर्यायामपि श्रुतौ प्रमोपहितत्वाग्रहेऽपि प्रमाकरणत्वस्य सुग्रहत्वान्न दोष' इत्यत आहसामान्यतो नयरूपत्वेन स्वतात्पर्ये = स्वाभिप्राये प्रामाण्यं = वेदप्रामाण्यं नः = अस्माकं जैनानामपि सम्मतम् । 'यावन्तो हि परसमयास्तावन्त एव नया' इति श्रुतपरिकर्मितमतेः सर्वमेव शब्दं प्रमाणीकुर्वतः सकलवेदप्रामाण्याभ्युपगमोऽनपाय एवेति ।। २८ ।। एतदेवाह
मिथ्यादृष्टिगृहीतं हि मिथ्या सम्यगपि श्रुतम् । सम्यग्दृष्टिगृहीतं तु सम्यग्मिथ्येति नः स्थितिः ।। २९ ।।
मिथ्यादृष्टीति । मिथ्यादृष्टिगृहीतं हि सम्यगपि श्रुतमाचारादिकं मिथ्या भवति, तं प्रति तस्य विपरीतबोधनिमित्तत्वात् । सम्यग्दृष्टिगृहीतं तु मिथ्याऽपि श्रुतं वेद-पुराणादिकं सम्यक्, तं प्रति तस्य यथार्थबोधनिमित्तत्वात् । इति नः = अस्माकं स्थितिः = सिद्धान्तमर्यादा । प्रमानिमित्तत्वमात्रमेतदभ्युपगतं न तु प्रमाकरणत्वमिति चेत् ? न, त्वदुक्तं प्रमाकरणत्वमेव प्रमाणत्वमिति सर्वेषां प्रमातॄणामनभ्युपगमात् ।।२९ ।।
ન જવાથી અવ્યાપ્તિ આવશે જ.
બ્રાહ્મણ એવી શ્રુતિના તાત્પર્યનો પ્રમાત્મક બોધ ન થવાથી એ શ્રુતિ પ્રમાઉપહિત ( તાત્પર્યબોધના સાનિધ્યવાળી) ભલે ન બને. તેમ છતાં એ બોધ ન કરી શકનાર બ્રાહ્મણદિને પણ “આ શ્રુતિ પ્રમાનું અસાધારણકારણ=પ્રમાણ છે” આવો નિશ્ચય તો હોય જ છે. એટલે એ નિશ્ચયના આધારે એમને શિષ્ટ ગણી લેવાથી અવ્યાતિ દોષ રહેશે નહીં.
ગ્રન્થકાર : કયો પ્રમાત્મક બોધ થવાનો છે ? એ નિશ્ચય ન હોવા છતાં, સામાન્યથી “આ શ્રુતિથી પ્રમાત્મક બોધ થઈ શકે છે આટલી માન્યતામાત્રથી જ જો શિષ્ટત્વ માનવાનું હોય, તો એ અમારામાં પણ તમારે માનવું જ પડશે, કારણ કે અમારા અભિપ્રાયે “વેદો પણ નયરૂપે પ્રમાણ છે જ.” અમારા શાસ્ત્રોમાં કહ્યું જ છે કે જેટલા અન્યદર્શનોના સિદ્ધાન્તો છે, એટલા નાયો છે. આવા શાસ્ત્રથી પરિકર્મિત બુદ્ધિવાળો પુરુષ શબ્દમાત્રને પ્રમાણ તરીકે સ્વીકારે છે તો બધા જ વેદને પ્રમાણ માનવામાં એને કોઈ પ્રશ્ન રહેશે જ નહીં એ સ્પષ્ટ છે. l/૨૮ આ જ વાતને રજુ કરે છે
ગાથાર્થ : મિથ્યાદૃષ્ટિએ ગ્રહણ કરેલું સમ્યકકૃત પણ મિથ્યા છે, અને સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું મિથ્યાશ્રુત પણ સમ્યગુ છે એવી અમારી શાસ્ત્રમર્યાદા છે.
ટીકાર્થઃ મિથ્યાષ્ટિએ ગ્રહણ કરેલું આચારાંગ વગેરે સમ્યકુશ્રુતપણ મિથ્યા બની જાય છે, કારણકે એના પ્રત્યે એ વિપરીત બોધનું કારણ છે. જ્યારે સમ્યગ્દષ્ટિએ ગ્રહણ કરેલું વેદ-પુરાણ વગેરે મિથ્યાશ્રુત પણ સમ્યગુ બની જાય છે, કારણકે તેના પ્રત્યે તે યથાર્થ બોધનું નિમિત્ત છે. આવી અમારી સિદ્ધાન્તમર્યાદા છે.
બ્રાહાણ : આ તો પ્રમાનું નિમિત્તત્વ માત્ર માન્યું કહેવાય, કરણત્વ નહીં.
ગ્રન્થકાર : પ્રમાકરણત્વ જ પ્રમાણત્વ એવું તમારું કહેલું બધા પ્રમાતાઓ સ્વીકારતા ન હોવાથી તમારી આ વાત બરાબર નથી.
વિવેચન : (૧) બ્રાહ્મણ : તમારી સિદ્ધાન્તમર્યાદા મુજબ તો “વેદ વેદ છે માટે સમ્યગુ છે” એવું નથી,