________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
ननु एकजन्मावच्छेदेन स्वसमानाधिकरणस्वोत्तरवेदाप्रामाण्याभ्युपगमध्वंसानाधारवेदप्रामाण्याभ्युपगमोत्तरकालवृत्तित्ववशिष्टवेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वमिति निर्वचने न कोऽपि दोषो भविष्यतीत्यत आह
अपि चाऽव्याप्त्यतिव्याप्ती कात्य॑-देशविकल्पतः । आद्यग्रहे स्वतात्पर्यान्न दोष इति चेन्मतिः ।। २७।।
अपि चेति । अपि च काय-देशविकल्पतः = कृत्स्नवेदप्रामाण्याभ्युपगमो विवक्षितो देशतदभ्युपगमो वा ? इति विवेचनेऽव्याप्त्यतिव्याप्ती । कृत्स्नवेदप्रामाण्याभ्युपगमस्य ब्राह्मणेष्वप्यभावात् । न हि वेदान्तिनो
નવું જ લક્ષણ આપીએ છીએ : એક જન્મ દરમ્યાન સ્વસમાનાધિકરણ અને સ્વની ઉત્તરમાં થયેલ વેદ અપ્રામાણ્યગ્રહના ધ્વંસનો જે અનાધાર છે, એવો જે વેદપ્રામાણ્યગ્રહનો ઉત્તરકાળ, તે કાળમાં રહેલો છે વેદઅપ્રામાણ્યગ્રહનો અભાવ. એ શિષ્ટત્વ.” આવી વ્યાખ્યા કરવામાં કોઈ દોષ રહેશે નહીં. આશય એ છે કે દેવદત્તે “વેદ પ્રમાણ છે” એમ નિશ્ચય કર્યો. એ પછી ભવિષ્યમાં જો એ “વેદ અપ્રમાણ છે” એવો નિશ્ચય કરે, તો જ્ઞાન ક્ષણિક હોવાથી પછી એનો ધ્વંસ થઈ જાય. અને એ ધ્વંસ પછી હંમેશા રહેવાથી પછીનો બધો કાળ એ ધ્વંસનો આધારભૂત બની જાય. પણ એ પૂર્વનો કાળ અનાધાર રહે. આ અનાધારકાળમાં રહેલો વેદઅપ્રામાણ્યગ્રહનો અભાવ એ શિષ્ટત્વ છે. એટલે એ કાળ દરમ્યાન એ સૂતો હોય તો પણ શિષ્ટ છે જ. ઉક્ત ધ્વંસ પછીના કાળમાં એ સૂતો હોય તો પણ શિષ્ટ નથી જ. કાકાદિભવમાં તો ભવ જ બદલાઈ ગયો.. એટલે કોઈ પ્રશ્ન નથી. ઉક્ત ધ્વસના અનાધારભૂત કાળ દરમ્યાન યજ્ઞદત્તને વેદઅપ્રામાણ્યગ્રહ થઈ જાય તો પણ દેવદત્તમાં અવ્યાપ્તિ થવાની નથી. કારણકે એ અપ્રામાણ્યગ્રહ સમાનાધિકરણ નથી.
આવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે
ગાથાર્થઃ વળી કાર્ચ અને દેશના વિકલ્પ અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિ દોષો છે. “સ્વતાત્પર્યને અનુસરીને પ્રથમવિકલ્પમાં દોષ નથી” આવો જો અભિપ્રાય હોય તો...
ટીકાર્થ વળી, વેદ પ્રામાણ્યઅભ્યપગમમાં સંપૂર્ણ વેદને પ્રમાણ માનવાની વિવક્ષા છે કે તેના એકદેશને પ્રમાણ માનવાની વિવક્ષા છે ? આ વિચાર કરવામાં આવે તો ક્રમશઃ અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દોષ આવે છે. (તે આરીતે-) સંપૂર્ણ વેદ પ્રમાણ છે આવી માન્યતા બ્રાહ્મણોમાં હોતી નથી, કારણકે વેદાંતીઓ તૈયાયિકાદિને અભિમત શ્રુતિને પ્રમાણ માનતા નથી અને નૈયાયિક વગેરે વેદાન્તીને અભિમત શ્રુતિને પ્રમાણ માનતા નથી. (એટલે તેઓમાં અવ્યાપ્તિ સ્પષ્ટ છે.) (બીજો વિકલ્પ-તેના કોઈપણ ભાગને પ્રમાણ માનવાની વિવક્ષા લઈએ તો-) કોઈક વેદવાક્યને તો બૌદ્ધવગેરે પણ પ્રમાણ માને છે, કારણકે “સર્વ જીવોને હણવા જોઈએ નહીં', “અગ્નિ
9. શબ્દશઃ વિવેચનકારે સ્વોત્તરવેદપ્રામાણ્યઅભ્યાગમનો ધ્વંસ અહીં કહ્યો છે, એ ગલત જાણવું. કારણ કે તો પછી, સ્વોત્તર જે કહેલ છે તે વ્યર્થ બની જશે. તે પણ એટલા માટે કે સ્વત્રવેદપ્રામાણ્યગ્રહ છે. એનો ધ્વંસ એના ઉત્તરમાં જ હોય, પૂર્વમાં નહીં. તેથી સ્વોત્તર લખવાની જરૂર રહેતી નથી. દ્વાત્રિશિકાપ્રકાશકારે સ્વશબ્દથી વેદઅપ્રામાણ્ય અસ્વીકાર લીધો છે. એ શી રીતે લઈ શકાય ? ને શા માટે લીધો ? એ તેઓ જ જણાવી શકે.