________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५२९ न च काकादिज्ञानव्यावृत्तं मनुष्यादिज्ञानसाधारणमुत्कर्षं नाम जातिविशेषमाद्रियन्ते भवन्तः, अन्यथा कार्यमात्रवृत्तिजातेः कार्यताऽवच्छेदकत्वनियमेन तदवच्छिन्नेऽनुगतकारणकल्पनाऽऽपत्तिः।। એ ઈશ્વરને હોય છે, ને ઈશ્વરને કોઈ જ શરીર ન હોવાથી ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીર અપ્રસિદ્ધ થઈ જવાના કારણે લક્ષણમાં અસંભવદોષ આવે. વળી ચાલુ બ્રાહ્મણાદિને એવું જ્ઞાન ન હોવાથી એ બધા પણ વેદને પ્રમાણ માનવા છતાં શિષ્ટ નહીં બની શકે.
જે જ્ઞાન અન્યાપેક્ષા અધિક હોય એ ઉત્કૃષ્ટ.. આ રીતે કહેવામાં તો કાગડાનું જ્ઞાન પણ કીડીના જ્ઞાનની અપેક્ષાએ અધિક હોવાથી ઉત્કૃષ્ટ બની જવાના કારણે એનું શરીર પણ ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક બની જશે. એટલે એવા શરીરના અભાવનો અભાવ રહી જવાના કારણે અતિવ્યાપ્તિ આવશે જ.
હવે જો એમ કહેવામાં આવે કે કાગડાનું જ્ઞાન કીડીની અપેક્ષાએ અધિક હોવા છતાં, બ્રાહ્મણની અપેક્ષાએ ઓછું હોવાથી અપકૃષ્ટ જ કહેવાય, ઉત્કૃષ્ટ નહીં... તો તો, બ્રાહ્મણનું જ્ઞાન પણ દેવાદિના જ્ઞાનની અપેક્ષાએ ઓછું હોવાથી અપકૃષ્ટ જ બની જવાના કારણે એનામાં પણ લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ આવશે. આમ અતિવ્યાતિ-અવ્યાતિ ઊભી જ રહેશે.
ટીકાર્થ : વળી, કાકાદિના જ્ઞાનમાં ન રહી હોય અને મનુષ્યાદિના જ્ઞાનમાં રહી હોય એવી ઉત્કર્ષ (=ઉત્કૃષ્ટત્વ) નામની જાતિવિશેષને તમે માનતા નથી, નહીંતર જો માનો, તો “કાર્યમાત્રમાં રહેલી જાતિ કાર્યતાવચ્છેદક હોય જ' આવો નિયમ હોવાથી તદવચ્છિન્નકાર્યપ્રત્યે અનુગત કારણની કલ્પના કરવાની આપત્તિ આવે છે. શંકા ઉત્કર્ષ ઈશ્વરજ્ઞાનસાધારણ હોવાથી કાર્યમાત્રવૃત્તિ નથી. સમાધાન : તો પણ દેવદત્તાદિજન્યતાવચ્છેદકજાતિ સાથે અને અપકર્ષવિશેષજાતિ સાથે સાંકર્યું હોવાથી ઉત્કર્ષ એ જાતિ નથી. તે તે જ્ઞાનાવચ્છેદકશરીરસંબંધાભાવનો સમૂહ તો જાણવો અતિમુશ્કેલ છે. માટે આ અકિંચિકર છે.
વિવેચન : (અવ્યાપ્તિ-અતિવ્યાપ્તિના વારણ માટે સૂચિત નવો વિચાર-શંકા) અમે જ્ઞાનમાં ઉત્કર્ષઅપકર્ષને આપેક્ષિક માનતા નથી, પણ એક ચોક્કસ પ્રકારની જાતિરૂપ (જાતિવિશેષ) માનીએ છીએ. આ જાતિ જે જ્ઞાનમાં રહી હોય, એ બધું જ ઉત્કૃષ્ટજ્ઞાન કહેવાય-મનુષ્ય-દેવાદિના દરેકના જ્ઞાનમાં આ જાતિ રહી હોવાથી એ બધું જ જ્ઞાન ઉત્કૃષ્ટજ્ઞાન જ છે. તેથી બ્રાહ્મણાદિનું જ્ઞાન અપકૃષ્ટ ન બનવાથી અવ્યાપ્તિ નહીં થાય. વળી કાકાદિના જ્ઞાનમાં એ જાતિ ન હોવાથી એનું જ્ઞાન ઉત્કૃષ્ટ ન બનવાના કારણે અતિવ્યાપ્તિ નહીં થાય.
ગ્રન્થકાર: આ રીતે તમે ઉત્કર્ષને જાતિવિશેષ તરીકે સ્વીકારી શકતા નથી. આશય એ છે કે અમુક ચોક્કસ કાર્યમાત્રમાં જે જાતિ રહી હોય, તે જાત્યવચ્છિન્નકાર્યતા અવશ્ય માનવી જ પડે છે. અને એ જો માનવામાં આવે તો એ કાર્યતાનું નિરૂપક કોઈ અનુગત કારણ પણ માનવું જ પડે છે. જેમકે જે કોઈ ઘડા છે તે બધા જ કાર્યરૂપ છે. એટલે ઘટાત્મકકાર્યમાત્રમાં રહેલી ઘટત્વજાતિથી અવચ્છિન્ન (ઘટવાવચ્છિન્ન) કાર્યતા મનાય જ છે તેમજ એના નિરૂપક તરીકે દંડાત્મક અનુગતકારણ (દંડવાવચ્છિન્નકારણતા) પણ મનાય જ છે. એટલે પ્રસ્તુતમાં ઉત્કર્ષાવચ્છિન્નકાર્યતા નિરૂપક કોઈ ચોક્કસ અનુગતકારણ એટલે કે જે કોઈ ઉત્કૃષ્ટજ્ઞાન હોય એ બધા પ્રત્યે કોઈ અનુગત કારણ-માનવાનું ગૌરવ તમારે થશે જ. એને ટાળવું હોય તો ઉત્કર્ષને જાતિ માનવી ન જોઈએ.
પદ્મનાભ- ઉત્કર્ષ એ જાતિ જ છે. પણ એ કાર્યમાત્રવૃત્તિ નથી, કારણ કે એ એક અકાર્યભૂત–નિત્ય એવા ઈશ્વરજ્ઞાનમાં પણ રહી છે. એટલે એ જાતિ કાર્યતાથી અતિરિક્તવૃત્તિ હોવાથી કાર્યતાવચ્છેદક બની શકતી નથી. તેથી તદવચ્છિન્નકાર્યતા અપ્રસિદ્ધ હોવાથી એનું અનુગતકારણ માનવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
૨૦.