________________
५३०
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - २६ 'ईश्वरज्ञानसाधारण्यान्न तस्य कार्यमात्रवृत्तित्वमिति' चेत् ? तथापि देवदत्तादिजन्यताऽवच्छेदिकयाऽपकर्षविशेषेण च साङ्कर्यान्न जातित्वम् । तत्तज्ज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावकूटस्तु दुर्ग्रह इति न किञ्चिदेतत् IT ૨૬TT
ગ્રન્થકાર- તો પણ સાંક્ય થતું હોવાથી જ્ઞાનમાં રહેલા ઉત્કર્ષને જાતિ માની શકાતી નથી. તે સાંક્ય આ રીતે-ઈશ્વરજ્ઞાનને છોડી દો.. એ સિવાય જીવાત્માઓનું તો દરેકનું જ્ઞાન જન્ય હોવાથી કાર્યરૂપ છે જ. આ દરેક જ્ઞાનમાં જન્યતા આવવાથી એ જન્યતાની અવચ્છેદક કોઈ જાતિ માનવી પડશે. જ્ઞાનત્વને એ જાતિ તરીકે માની શકાતી નથી, કારણ કે એ ઈશ્વરજ્ઞાનમાં પણ રહી હોવાથી નિત્ય-અનિત્યસાધારણ હોવાના કારણે કાર્યતાથી અતિરિક્તવૃત્તિ છે. એટલે દેવદત્તાદિ જીવાત્માઓના જ્ઞાનમાં રહેલી આ જન્યતાવચ્છેદક જાતિને જો “અ” જાતિ કહીએ.... તો એની સાથે ઉત્કર્ષજાતિને સાંકર્ય થશે. બે ધર્મોના સાકર્થને તપાસવા માટે ત્રણ સ્થળ ચકાસવા પડે. કારણ કે એકબીજાના અભાવની સાથે રહેલા હોય આવા બે ધર્મો જો ક્યાંક બન્ને સાથે રહી જાય તો સાંકર્ય કહેવાય છે. એટલે એક સ્થળ એવું હોય જ્યાં પ્રથમધર્મ હોય, બીજાનો અભાવ હોય. બીજું સ્થળ એવું હોય જ્યાં બીજો ધર્મ હોય, પ્રથમનો અભાવ હોય.. ને ત્રીજું સ્થળ એવું હોય જ્યાં બન્ને ધર્મો રહ્યા હોય. પ્રસ્તુતમાં, કડી વગેરેનું જ્ઞાન એવું છે જ્યાં ‘આ’ જાતિ છે, પણ ઉત્કર્ષ નથી. ઈશ્વરજ્ઞાન એવું છે, જ્યાં ઉત્કર્ષ છે, પણ “અ” જાતિ નથી અને દેવદત્તાદિનું જ્ઞાન એવું છે જ્યાં “અ” જાતિ પણ છે ને ઉત્કર્ષ પણ છે. આમ, “અ” જાતિ સાથે સાંકર્ય હોવાથી ઉત્કર્ષને જાતિ માની શકાતી નથી.
આ જ રીતે અપકર્ષવિશેષ સાથેનું સાંકર્ય યથાસંભવ વિચારી લેવું.
પદ્મનાભ- ઉત્કર્ષને જાતિ નથી માની શકાતી... એ બરાબર. વળી જાતિરૂપ ન માનીએ તો એ આપેક્ષિક ધર્મ થવાથી એની નિશ્ચિત વ્યવસ્થા ન થઈ શકવાના કારણે દોષો તદવસ્થ રહે છે.
એટલે હવે અમે લક્ષણમાંથી ઉત્કર્ષ-અપકર્ષની વાત જ કાઢી નાખીએ છીએ. નવું લક્ષણ આવું બનાવીશું કે “ચૈત્ર-મૈત્ર વગેરે તે તે વ્યક્તિના જ્ઞાનના અવચ્છેદક બનનાર શરીરોના સંબંધોના અભાવોનો ક્ષેત્રજ્ઞનિરૂપિતવૃત્તિતાવિશિષ્ટ જે કૂટ (=સમૂહ) તેના અભાવને સમકાલીન જે નિરુક્તઅપ્રામાણ્યગ્રહાભાવ. એ શિષ્ટત્વ..' ઈશ્વરમાં એ કૂટ હોવા છતાં ઉક્તવૃત્તિતાવિશિષ્ટ કૂટ ન હોવાથી લક્ષણ રહી જવાના કારણે અવ્યાતિ નહીં આવે. કાકાદિમાં કે અત્તરાલમાં એ કટ જ રહી ગયો હોવાથી અતિવ્યાપ્તિ નહીં થાય.)
ગ્રન્થકાર? આવો પરિષ્કાર પણ સાર વિનાનો છે. કારણ કે ચૈત્રીયજ્ઞાન, મૈત્રીયજ્ઞાન.. વગેરે તે તે જ્ઞાનને વ્યક્તિગત સ્વતંત્ર જાણવા છઘસ્થ માટે અત્યંત દુષ્કર છે. એટલે એના અવચ્છેદકશરીર સંબંધોના અભાવોનો કૂટ જાણવો પણ દુર્રહ હોવાથી શિષ્ટત્વનો નિર્ણય અતિમુશ્કેલ થઈ જશે. રિકા અવતરણિકાર્થ શંકા: અમે
8. શબ્દશ: વિવેચનકારે સાંકર્ય સમજાવવા માટે જે ગપગોળા હાંક્યા છે એ એમના પુસ્તકમાંથી જ જોઈ લેવા... જ્ઞાનમાં રહેલા ધર્મોના સાંકર્ય માટે જગતનાં તમામ કાર્યો પરમાણુ વગેરેને વચ્ચે લાવવાની જરૂર કયા પ્રકારની પંડિતાઈ છે ? નયલતાસંસ્કૃત વ્યાખ્યામાં પણ જે રીતે સંગતિ કરી છે એ પણ અસંગત છે. દેવદત્તીયજ્ઞાનમાં ઈશ્વરકિટિકાદિના જ્ઞાનાપેક્ષયા અપકર્ષ-ઉત્કર્ષ લઈને આપવાની આપત્તિ તો પૂર્વે અપાઈ જ ગયેલી છે. પછીના નવા પરિષ્કારમાં આ લેવાનું નથી. જ્યાં ઉત્કર્ષ જાતિ છે ત્યાં ઉત્કર્ષ જ છે એ નિશ્ચિત કરવા તો એને જાતિ તરીકે લેવાની શંકા છે. જાતિ આપેક્ષિક હોતી નથી.