________________
५२६
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - २५
यत्किञ्चित्तद्ग्रहे पश्चात् प्राक च काकस्य जन्मनः । विप्रजन्मान्तराले स्यात्सा ध्वंसप्रागभावतः ।। २५।।
यत्किञ्चिदिति । यत्किञ्चित्तद्ग्रहे = यत्किञ्चिद्वेदप्रामाण्याभ्युपगमस्य लक्षणमध्यनिवेशे काकस्य जन्मनः पश्चात् प्राक् च (विप्रजन्मान्तराले=) विप्रजन्मनोरन्तराले = अप्राप्तिविश्लेषाभ्यां मध्यभावे ध्वंसप्रागभावतः = काकशरीरसम्बन्धध्वंसप्रागभावावाश्रित्य सा प्रसिद्धाऽतिव्याप्तिः स्यात् । अयं भावः- यो ब्राह्मणः काको जातस्तदनन्तरं च ब्राह्मणो भविष्यति तस्य मरणानन्तरं ब्राह्मणशरीराग्रहदशायामुत्तरब्राह्मणभवकालीनवेदप्रामाण्याभ्युपगमसमानकालीनकाकशरीरध्वंसेनैव लक्षणसाम्राज्यादतिव्याप्तिः ।
ગાથા : યત્કિંચિત્ તેનું ગ્રહણ કરવામાં કાગડાના ભવની પછીના અને પૂર્વના વિપ્રજન્મના અન્તરાલમાં તે અતિવ્યાપ્તિ ધ્વંસ-પ્રાગભાવના કારણે થશે.
ટીકાર્થ યત્કિંચિગમે તે વેદપ્રામાણ્યગ્રહનો લક્ષણમાં સમાવેશ કરવામાં આવે તો કાકભવની આગળપાછળ બ્રાહ્મણ બનેલા જીવને એ બન્ને બ્રાહ્મણભવના અંતરાલમાં અપ્રાપ્તિ અને વિશ્લેષના મધ્યભાગમાં કાકશરીરપ્રતિયોગિક ધ્વંસ અને પ્રાગભાવને આશ્રીને તે પ્રસિદ્ધ અતિવ્યાપ્તિ થશે. કહેવાનો ભાવ આ છે કે જે બ્રાહ્મણ કાગડો થયો અને પછી પાછો બ્રાહ્મણ થશે. એને કાગડાના ભવના મોત બાદ જ્યારે હજુ બ્રાહ્મણનું શરીર ધારણ કર્યું નથી, આ દરમ્યાન, ‘એ જીવ ઉત્તરબ્રાહ્મણભવમાં જ્યારે “વેદ પ્રમાણ છે” એવો અભ્યપગમ કરશે, ત્યારે વચલા કાકભવશરીરસંબંધનો જે ધ્વસ. એનાથી લક્ષણ સંપન્ન થઈ જવાથી અતિવ્યાપ્તિ આવશે. પૂર્વના કાકશરીરસંબંધનો પ્રાગભાવ તો તેને સમાનકાલીન છે જ નહીં.
અને એને જ પૂર્વના બ્રાહ્મણશરીરને છોડ્યા પછી હજુ જ્યાં સુધી કાકશરીરને ધારણ કર્યું નથી એ કાળ દરમ્યાન પૂર્વના બ્રાહ્મણભવમાં “વેદ પ્રમાણ છે” એવા અભ્યપગમને સમાનકાલીન કાકશરીરસંબંધ પ્રાગભાવ અક્ષત હોવાથી અતિવ્યાપ્તિ થશે.
“વળી પહેલાં જે બૌદ્ધ હતો ને પછી બ્રાહ્મણ થશે. એ બૌદ્ધને નિદ્રાદિકાળે “વેદ અપ્રમાણ છે એવા ગ્રહનો રહેલો અભાવ, આગળના બ્રાહ્મણભવસંબંધી નિરુક્તયાવતુશરીરસંબંધાભાવસમાનકાલીન હોવાથી એમાં અતિવ્યાપ્તિ થશે એ જાણવું.
વિવેચન : પદ્મનાભના અભિપ્રાય પ્રમાણે લક્ષણસમન્વય માટે કોઈપણ પ્રામાણ્યગ્રહ લઈ શકાય છે. પણ આ રીતે જો લક્ષણ ઘટાવવાનું હોય, તો ત્રણ રીતે અતિવ્યાપ્તિ આવે છે. એ, ગ્રન્થકાર આ ગાથામાં દર્શાવી રહ્યા
(૧) ગાથામાં રહેલા સા (તે) શબ્દનો ટીકામાં “પ્રસિદ્ધ અતિવ્યાપ્તિ' અર્થ કર્યો છે. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલીની કારિકાવલીના પ્રથમ શ્લોકમાં તમે MIક નમઃ આમ ગ્રન્થ છે. સામાન્યથી ય-તત્ શબ્દનો અભિસંબંધ હોવાથી બન્નેનો ઉલ્લેખ જોઈએ. અહીં, વત્ ના પ્રયોગ વિના માત્ર તત્ સર્વનામનો પ્રયોગ છે. આની સંગતિ માટે જણાવ્યું છે કે જ્યાં પ્રસિદ્ધની વાત હોય ત્યાં વત્ ના ઉલ્લેખ વિના પણ તત્ નો ઉલ્લેખ થઈ શકે છે. કૃષ્ણ એ પ્રસિદ્ધ વ્યક્તિ છે. એમ, પ્રસ્તુતમાં ય ના પ્રયોગ વિના માત્ર તત્ નો પ્રયોગ (સા) છે. એટલે ગ્રન્થકારે સા શબ્દ માટે