Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 293
________________ ५२४ सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - २४ नैवं तदुत्तरे विप्रेऽव्याप्तेः प्राक्प्रतिपत्तितः । . प्रामाण्योपगमात्तन्न प्राक् तत्रेति न सेति चेत् ।।२४।। नैवमिति । नैवं = यथा विवक्षितं प्राक्, तदुत्तरे विप्रे = काकभवोत्तरमवाप्तब्राह्मणभवे प्राक्प्रतिपत्तितः માન્યતા ઊભી થવાથી શિષ્ટત્વ આવ્યું. હવે જ્યાં સુધી સ્વારસિક “વેદ અપ્રમાણ છે' આવી માન્યતા ઊભી ન થાય ત્યાં સુધી શિષ્ટત્વ ટકશે. પણ એ પૂર્વે જ જો કાગડો-કબૂતર જેવા ભવના શરીરનો (=અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરનો) સંબંધ થઈ જાય, તો શિષ્ટત્વ ટકી શકતું નથી. એટલે એ જીવને ભવિષ્યમાં આવા જેટલા શરીરો સંભવિત હોય, એ બધાના સંબંધોનો અભાવ અહીં કહ્યો છે. આ અભાવ તરીકે પ્રાગભાવ પણ લઈ શકાય છે. વળી બ્રાહ્મણ-કાગડો-કોયલ.. આમ જેના ભવ છે એને કાગડાના ભવમાં કોયલ ભવસંબંધી શરીર સંબંધનો પ્રાગભાવ છે જ. એટલે લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ થશે. માટે અહીં આવા જેટલા શરીર સંભવિત હોય એ બધાનો સંબંધાભાવ કહ્યો છે. આવો સંબંધાભાવ તો બ્રાહ્મણના ભવ દરમ્યાન જ હશે, કાગડાના ભવ દરમ્યાન નહીં. તેથી, વેદપ્રામાણ્યઅભ્યપગમને સમાનકાલીન આવા યાવસંબંધાભાવને સમાનકાલીન એવો જે વેદ અપ્રામાણ્ય અભ્યાગમનો અભાવ એ શિષ્ટત્વ છે. આવા લક્ષણનો ફલિતાર્થ છે. શિષ્ટ બ્રાહ્મણ મરીને પછીના ભવમાં બૌદ્ધ થયો. પણ હજુ બાલ્યાવસ્થાદિ કારણે “વેદ અપ્રમાણ છે' આવી માન્યતા નથી. તો ઉક્ત લક્ષણ એમાં અક્ષત હોવાથી એને શિષ્ટ જ માનવો. અશિષ્ટ બૌદ્ધ મરીને બ્રાહ્મણ બન્યો. હજુ “વેદ પ્રમાણ છે' એવો અભ્યાગમ કર્યો નથી. તેથી લક્ષણ જતું ન હોવાથી એને અશિષ્ટ જ માનવો. એમ પદ્મનાભનું મંતવ્ય છે. પદ્મનાભકથિત આ લક્ષણમાં હજુ અવ્યાપ્તિ આવે છે. તે આ રીતે-દેવદત્ત અને યજ્ઞદત્ત. આ બન્ને વેદને પ્રમાણ માનનાર શિષ્ટ બ્રાહ્મણો છે. યજ્ઞદત્ત મરીને કાગડો થયો. એટલે એના આત્મામાં રહેલો અપકૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરસંબંધપ્રાગભાવનો નાશ થઈ ગયો. અલબત્ દેવદત્તને તો હજુ “વેદ અપ્રમાણ છે' એવા અભ્યાગમનો અભાવ જ છે, તેમ છતાં હવે એ ઉક્ત પ્રાગભાવને સમાનકાલીન ન હોવાથી દેવદત્તમાં લક્ષણ જઈ શકશે નહીં, તેથી અવ્યાપ્તિ. એનું વારણ કરવા માટે આ પરિષ્કાર જરૂરી છે કે વેદપ્રામાણ્ય અભ્યપગમને સમાનાધિકરણ હોય એવા જ પ્રાગભાવની વાત અહીં જાણવી. ને એવો પ્રાગભાવ તો દેવદત્તમાં હજુ અક્ષત જ છે. જે પ્રાગભાવનો નાશ થયો છે એ યજ્ઞદતમાં હોવાથી વ્યધિકરણ હોવાના કારણે લક્ષણની અવ્યાપ્તિ નથી જ. l૨૨-૨૩ (પદ્મનાભે ફલિતાર્થ તરીકે આપેલા લક્ષણમાં દૂષણ જણાવે છે.) ગાથાર્થ : ગ્રન્થકાર : આ લક્ષણ બરાબર નથી, કારણ કે ઉત્તરભવમાં બ્રાહ્મણમાં પૂર્વના પ્રામાણ્યગ્રહને આશ્રીને અવ્યાપ્તિ થાય છે. પાનાભઃ એ ઉત્તરભવમાં નવા પ્રામાણ્યગ્રહની પૂર્વમાં શિષ્યત્વ માનતા જ નથી. તેથી તે અવ્યાપ્તિ નથી. ટીકાર્થ: ગ્રન્થકાર : તમે જે વિવક્ષા જણાવી એ બરાબર નથી, કારણ કે કાગડાના ભવ પછીના ભાવમાં બ્રાહ્મણ થયેલા જીવમાં પૂર્વભવીય વેદપ્રામાણ્યગ્રહની અપેક્ષાએ અવ્યાપ્તિ છે. તે પણ એટલા માટે કે ત્યારે “વેદ અપ્રમાણ છે' એવા અભ્યપગમનો એને જે અભાવ છે, તે પૂર્વબ્રાહ્મણભવીય વેદપ્રામાણ્યઅભ્યપગમને સમાનકાલીન

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314