________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५१७ दोषक्षयार्थत्वात्, आत्मानुग्रहोपघातकारित्वेन चयापचयवतः सावयवस्य कर्मरूपदोषस्य प्रसिद्धत्वाच्चेत्यन्यत्र विस्तरः । हि निश्चितं परोक्तं तु = द्विजन्मोद्भावितं तु तस्य = शिष्टस्य लक्षणं (=तल्लक्षणं) असङ्गतं = યુવતમ્ II 9૬ Tી તથાદિ -
સદા... વગેરે વચનો અપુનર્બન્ધકજીવની પ્રવૃત્તિ પણ ઉચિત હોવી જણાવે છે. તેથી એ પણ સ્વપ્રાયોગ્ય અનુકરણીય પ્રવૃત્તિવાળો હોય જ છે. એટલે આંશિક દોષણયને નજરમાં રાખીને પણ શિષ્ટત્વ જો કહેવાનું હોય તો શિષ્ટત્વનો પ્રારંભ સમ્યક્તીથી ન કહેતાં અપુનર્બન્ધકથી કહેવો જોઈએ.
સમાધાન : તમારી વાત સાચી છે. પણ એની પ્રવૃત્તિનું અનુકરણ કોણ કરે ? સામાન્યથી નીચલી ભૂમિકાવાળાજીવો અનુકરણ કરનારા હોય છે. અપુનર્બન્ધકથી નીચલી ભૂમિકા એટલે ભવાભિનંદીપણું. અને ભવાભિનંદીજીવના તો ક્ષુદ્રતાદિદોષો જ એવા હોય છે કે એને સત્યવૃત્તિની શક્યતા જ હોતી નથી. આમ, કોઈ અનુકર્તા ન હોવાથી અપુનર્બન્ધકની પ્રવૃત્તિ અનુકરણીય બનતી ન હોવાના કારણે એને શિષ્ટ મનાતો નથી. આ વાતનું સૂચન કરવા જ ગ્રન્થકારે વૃત્તિમાં પ્રબળદોષ ઉપક્ષયના લિંગ તરીકે માત્ર ઉચિત પ્રવૃત્તિ ન કહેતાં અતિઉચિત પ્રવૃત્તિ કહી છે. અર્થાત્ ઉચિત પ્રવૃત્તિથી અનુમાન થતો દોષઉપક્ષય અહીં આંશિક દોષાય તરીકે માન્ય નથી, પણ અતિઉચિત પ્રવૃત્તિથી અનુમાન થતો તે માન્ય છે, ને એ જ જીવમાં શિષ્ટત્વરૂપ બને છે. અપુનર્બન્ધકની પ્રવૃત્તિ ઉચિત હોય છે. એની અપેક્ષાએ સમ્યક્તીની, દોષક્ષય વધુ થયો હોવાના કારણે અતિઉચિત હોય છે. તેથી અપુનર્બન્ધક શિષ્ટ કહેવાતો નથી, સમ્યવી કહેવાય છે.
દેશવિરતને અપ્રત્યાખ્યાન કક્ષાના રાગ-દ્વેષ પણ હોતા નથી. તેથી એની પ્રવૃત્તિમાં સમ્યક્તી કરતાં પણ અનૌચિત્યવર્જન- ઔચિત્યસેવન વધુ હોય છે. માટે દેશવિરતમાં શિષ્ટત્વની માત્રા વધારે હોય છે. સર્વવિરતને પ્રત્યાખ્યાનાવરણકક્ષાના રાગ-દ્વેષ પણ હોતા નથી. માટે અનૌચિત્યવર્જન-ઔચિત્યસેવન-શિષ્ટત્વની માત્રા ઓર વધારે હોય છે. આમ વધતાં વધતાં શિષ્ટત્વ કેવળી ભગવંતમાં ઉત્કૃષ્ટતાએ પહોંચે છે, અર્થાત્ વિશ્રાંત થાય છે, કારણકે એને રાગ-દ્વેષ સર્વથા ક્ષીણ હોવાથી અનૌચિત્યની ગંધ સુદ્ધાં હોતી નથી.
કર્મરૂપદોષમાં “અપચય=હાનિ આત્માપર અનુગ્રહ કરે છે અને ચય-સંચય–વૃદ્ધિ આત્માપર ઉપઘાત કરે છે. એટલે આત્માપરના અનુગ્રહ-ઉપઘાત અપચય-ચયને જણાવે છે. વળી આ અપચય-ચય સાવયવતા હોય તો જ સંભવે છે. તેથી એના દ્વારા કર્મરૂપ દોષ સાવયવ હોવો નિશ્ચિત થાય છે. આ વાતનો અન્યત્ર-અષ્ટસિદ્ધિવાદ, સ્યાદ્વાદકલ્પલતા વગેરેમાં વિસ્તાર કર્યો છે.
બ્રાહ્મણો શિષ્ટનું જે લક્ષણ આપે છે, તે તો અસંગત જ છે. ./૧લા
4. શબ્દશઃ વિવેચનકારે અહીં ચય-ઉપચય શબ્દ લીધા છે અને ચય-ઉપચય પામનાર હાનિ અને વૃદ્ધિ પામનાર.. એવો અર્થ કર્યો છે. ચય કે ઉપચય. એ બેમાંથી કોઈપણ શબ્દનો અર્થ “હાનિ' કઈ રીતે થાય એ તો આવા અપૂર્વ (!) પંડિતો જ બતાવી શકે. વળી પંડિતાઈ (!) તો જુઓ : પહેલાં લખે છે આત્મામાં કર્મોની દીર્ઘસ્થિતિ હોય ત્યારે ઉપઘાત થાય છે અને સ્થિતિ કાંઇક ઘટે છે, ત્યારે અનુગ્રહ થાય છે. પછી લખે છે : કર્મના ક્ષયથી આત્માને અનુગ્રહ થાય છે અને વૃદ્ધિથી ઉપઘાત થાય છે. અર્થાત્ પહેલાં સ્થિતિના આધારે અનુગ્રહ-ઉપઘાત કહ્યા.. ને પછી કર્મના આધારે.. આમાં સ્થિતિના આધારે કરેલું કથન એ એમની પંડિતાઈની પેદાશ જાણવી, કારણકે ગ્રન્થકારે તો કર્મરૂપદોષના ચય-અપચય, સાવયવત્વ વગેરે કહ્યા છે, સ્થિતિના નહીં !