________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५२१ ब्राह्मणः पातकात्प्राप्तः काकभावं तदापि हि । व्याप्नोतीशं च नोत्कृष्टज्ञानावच्छेदिका तनुः ।। २०।।
ब्राह्मण इति । यदा ब्राह्मणः पातकात् = काकजन्मनिबन्धनाद् दुरितात् काकभावं प्राप्तस्तदापि हि स्याद्, ब्राह्मण्यदशायां वेदप्रामाण्याभ्युपगन्तृत्वात्, काकदशायां च वेदाप्रामाण्यानभ्युपगन्तृत्वात् ।
ગાથાર્થ : બ્રાહ્મણ પાપના પ્રભાવે કાગડાપણાને પામ્યો. ત્યારે પણ (એ શિષ્ટ બનવાની આપત્તિ.) ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીર ઈશ્વરને હોતું નથી.
ટીકાર્થ : જ્યારે બ્રાહ્મણ કાગડાના ભવના જનક પાપથી કાગડાપણું પામ્યો છે ત્યારે પણ એ શિષ્ટ હશે, કારણ કે બ્રાહ્મણ અવસ્થામાં સ્વારસિક “વેદ પ્રમાણ છે એવી પ્રતીતિ હતી.. ને પછી આ કાગડાના ભવ સુધી વેદ અપ્રમાણ છે' એવી પ્રતીતિ તો ક્યારેય કરી નથી. અને ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશને=ભવાનીપતિને હોતું નથી. એટલે કાગડામાં અતિવ્યાપ્તિના વારણ માટે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરવત્ત્વ વિશેષણ લગાડવામાં આવે તો ઈશ્વરમાં અવ્યાપ્તિ થશે એમ અર્થ છે.
વિવેચનઃ (૧) કાગડાને કોઈ વિશેષ ગતાગમ ન હોવાથી “વેદ અપ્રમાણ છે' એવી માન્યતા ઊભી થવાનો કોઈ પ્રશ્ન જ ન હોવાથી શિષ્ટલક્ષણ અતિવ્યાપ્ત થશે જ.
(બ્રાહ્મણ : કાગડાને કોઈ વિશિષ્ટ જ્ઞાન હોતું નથી. અર્થાત્ એનું જ્ઞાન અપકૃષ્ટ છે. જ્યારે એની અપેક્ષાએ માનવનું જ્ઞાન ઉત્કૃષ્ટ છે. વળી, વિભુ સર્વવ્યાપક આત્મામાં જ્ઞાન શરીરાવચ્છેદન ઉત્પન્ન થાય છે એ પ્રસિદ્ધ છે. એટલે શરીર એનું અવચ્છેદક બને છે. તેથી ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદક શરીર માત્ર મનુષ્યને હોય છે. કાકાદિને નહીં. માટે ઉત્કૃષ્ટજ્ઞાનાવચ્છેદકશરીરવત્ત્વને વિશેષણ તરીકે લેવાથી કોઈ આપત્તિ રહેશે નહીં.
અતીન્દ્રિય છે' એવી સામી આપત્તિ આપી નથી એ સૂચવે છે કે વેદપ્રામાયમનૃત્વને ગ્રન્થકાર અતીન્દ્રિય માનતા નથી. આ વાત યોગ્ય પણ છે જ, કારણકે ‘વેદ પ્રમાણ છે' એવા એના શબ્દો પરથી કે વાત વાતમાં વેદને અનુસરણરૂપ એના વ્યવહાર પરથી એ નિઃશંક જાણી શકાય છે. હવે એ જો સુબોધ છે, તો જિનવચનપ્રામાણ્યસ્તૃત્વ પણ સુબોધ-સરળતાથી સમજી શકાય એવું છે જ . એટલે એ જો લક્ષણતરીકે નિર્દોષ હોત, તો તો ગ્રન્થકારે આવા સુબોધ લક્ષણને છોડીને ક્ષીણદોષત્વરૂપ દુર્બોધ લક્ષણ આપ્યું ન જ હોત.. આશ્ચર્ય તો એ છે કે જે સમ્યક્તી “જિનવચન પ્રમાણ છે એમ હજુ માને જ છે, તેમ છતાં કોઈક નિમિત્તવશાતુ અંદરથી સમ્યક્તભ્રષ્ટ થઈ ગયો છે, એમાં શિષ્ટત્વ આ પંડિત (!) ને પણ માન્ય નથી જ. તથા તિર્યચઆદિ ભવમાં આ મસ્તૃત્વ ન હોવા છતાં સમ્યક્તની (કક્ષીણદોષત્વની) હાજરીમાં શિષ્યત્વ માન્ય છે જ. તો પછી આ ડહાપણ કરવાની જરૂર શી ?
7. શબ્દશઃ વિવેચનકારની પંડિતાઈ ખરેખર સખેદ આશ્ચર્ય ઉપજાવે એવી છે. ગ્રન્થકારે શિષ્ટનું લક્ષણ આપ્યું. ને છેલ્લે એને જ પોતે નિર્દોષ સાબિત કરવાના છે. એમાં વચ્ચે પદ્મનાભના લક્ષણની ચર્ચા આવી છે ને છેવટે એ દુષ્ટ જ સાબિત થવાનું છે. તેથી પદ્મનાભ પૂર્વપક્ષી છે ને ગ્રન્થકાર ઉત્તરપક્ષી છે. આ વાત નિઃશંક છે. તેમ છતાં આ પંડિત (!) અહીં અવતરણિકામાં પૂર્વપક્ષી એવા ગ્રન્થકારશ્રી બતાવે છે- એમ જણાવીને ગ્રન્થકારને પૂર્વપક્ષી ચીતરે છે. વધારે દુઃખ એ છે કે આ જ પંડિત પાછા ૨૪મી ગાથાના શ્લોકાર્ધમાં એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રન્થકારશ્રી કહે છે - એમ કહેવા દ્વારા ગ્રન્થકારને ઉત્તરપક્ષી બનાવી દે છે !