Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 288
________________ ५१९ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ तदभ्युपगमाद्यावन्न तद्व्यत्ययमन्तृता । तावच्छिष्टत्वमिति चेत्तदप्रामाण्यमन्तरि ।। १८।। तदिति । तस्य = वेदप्रामाण्यस्याभ्युपगमात् (=तदभ्युपगमात्) यावन्न तद्व्यत्ययस्य = वेदाप्रामाण्यस्य मन्तृता = अभ्युपगमः (तद्व्यत्ययमन्तृता) तावच्छिष्टत्वम् । शयनादिदशायां च वेदाप्रामाण्यानभ्युपगमाद् ब्राह्मणे नाव्याप्तिरिति भावः । अप्रामाण्यमननस्यापि स्वारसिकस्य ग्रहणाद् बौद्धताडिते ब्राह्मणे वेदाप्रामाण्याभ्युपगन्तरि नाव्याप्तिः । अप्रमाकरणत्व-प्रमाकरणत्वाभावयोश्च द्वयोरपि प्रामाण्यविरोधित्वेन ગ્રન્થકાર : તો પછી વેદમાં વેદત્વને ન જાણતા અને તેથી અપ્રમાણ માનતા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ થશે. બ્રાહાણ : વેદત્વેન વેદને માનવાની વિવક્ષા પણ અમે કહીશ ગ્રન્થકાર : તો પછી આ લક્ષણ...(આગળની ગાથામાં અધિકાર આવશે.) ટીકાર્ય બ્રાહ્મણ : વેદમાં પ્રામાણ્યનો સ્વીકાર કર્યો ત્યારથી લઈને જ્યાં સુધી વિપરીત માન્યતા-વેદ અપ્રમાણ છે' એવી માન્યતા ન આવે, ત્યાં સુધી શિષ્ટત્વ હોય છે. નિદ્રાકાળે પણ બ્રાહ્મણને આવી વિપરીત માન્યતા હોતી નથી, તેથી બ્રાહ્મણમાં એ અવસ્થામાં અવ્યાપ્તિ નહીં થાય. (ગ્રન્થકારઃ કોઈ બૌદ્ધ બ્રાહ્મણને મારપીટ કરીને એની પાસે “વેદ અપ્રમાણ છે” એમ બોલાવશે. એટલે હવે વિપરીત માન્યતા આવી જવાથી એ બ્રાહ્મણમાં શિષ્ટત્વનું લક્ષણ ન જવાથી અવ્યાપ્તિ થશે.) બ્રાહ્મણ : “વેદ અપ્રમાણ છે” આવી વિપરીત માન્યતા છે કહી છે, તે પણ સ્વરુચિની માન્યતા લેવાની છે. તમે કહેલો બ્રાહ્મણ કાંઈ સ્વરુચિથી આવી વિપરીત માન્યતા ધરાવતો નથી. સ્વરુચિથી તો એ હજુ પણ વેદ પ્રમાણ છે એમ જ માને છે. તેથી એમાં શિષ્ટત્વનું લક્ષણ જતું હોવાથી અવ્યાપ્તિ નથી. (ગ્રન્થકાર : કોઈ બ્રાહ્મણની પાછળથી થયેલી માન્યતાનો આકાર “વેદ અપ્રમાણ છે” એવો ન થતાં “વેદ પ્રમાણ નથી” એવો થયો. આ બ્રાહ્મણ પણ શિષ્ટ રહ્યો તો નથી જ. તેમ છતાં તમે કહી એવી વિપરીત માન્યતા હજુ એને થઈ ન હોવાથી શિષ્ટનું લક્ષણ એનામાં જશે જ, ને તેથી અતિવ્યાપ્તિ થશે.). બ્રાહ્મણ : ‘અપ્રમાકરણત્વ (=અપ્રમાણત્વ) અને પ્રમાકરણત્વનો (=પ્રમાણત્વનો) અભાવ.. આ બન્નેનો પ્રામાણ્યવિરોધી તરીકે પ્રમાણત્વવિરોધી તરીકે) સંગ્રહ થઈ જતો હોવાથી લક્ષણમાં એકનું ગ્રહણ કરવામાં, અન્ય માન્યતાવાળા બ્રાહ્મણમાં અતિવ્યાપ્તિ થવાની આપત્તિ નહીં આવે. ગ્રન્થકાર : તો પછી વેદમાં વેદત્વને ન જાણતા અને અપ્રામાણ્ય માનતા બ્રાહ્મણમાં આ લક્ષણ અવ્યાપ્ત થશે, કારણકે એ વેદને અપ્રમાણ માને છે. બ્રાહાણ: “વેદને વેદ તરીકે જાણતો હોવો જોઈએ આવી પણ વિવક્ષા કરવાથી એ અવ્યાપ્તિ નહીં રહે. કારણકે વેદમાં વેદપણું ન જાણનારને વેદ તરીકે વેદમાં અપ્રમાણતાનો અભ્યપગમ હોતો નથી, પણ “આ અપ્રમાણ છે' એમ ઇદેવેન જ એ હોય છે. તેથી એ અવ્યાપ્તિ નથી. ગ્રન્થકાર : તો પણ આ લક્ષણ. (દુષ્ટ છે.). | વિવેચનઃ (૧) “વેદ અપ્રમાણ છે” અને “વેદ પ્રમાણ નથી' આ બન્ને જ્ઞાનોનો આકાર તો જુદો છે જ. પણ વિષય પણ જુદા જ છે. “વેદ અપ્રમાણ છે” આ જ્ઞાન અપ્રમાણત્વને=ભ્રમત્વને જણાવે છે, જ્યારે “વેદ

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314