Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 287
________________ ५१८ सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - १७ वेदप्रामाण्यमन्तृत्वं बौद्धे ब्राह्मणताडिते । अतिव्याप्तं द्विजेऽव्याप्तं स्वापे स्वारसिकं च तत् ।। १७।। वेदेति । “वेदप्रामाण्यमन्तृत्वं” एतावदेव शिष्टलक्षणं ब्राह्मणताडिते बौद्धेऽतिव्याप्तं, तेनापि “वेदाः प्रमाणं” इत्यभ्युपगमात् । स्वारसिकं च तत् = वेदप्रामाण्यमन्तृत्वं द्विजे = ब्राह्मणे (स्वापे) अव्याप्तम् । अयं भाव:स्वारसिकत्वविशेषणेन बौद्धेऽतिव्याप्तिनिरासेऽपि 'स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वं' यदाकदाचिद्वाच्यं सर्वदा वा ? आद्ये बौद्ध एवातिव्याप्तितादवस्थ्यं, तस्यापि जन्मान्तरे वेदप्रामाण्याभ्युपगमध्रौव्यात् । अन्त्ये च शयनादिदशायां वेदप्रामाण्याभ्युपगमाभाववति ब्राह्मणेऽव्याप्तिरिति ।। १७ ।। તે આ રીતે ગાથાર્થ : બ્રાહ્મણે મારેલા બૌદ્ધમાં વેદપ્રામાણ્યમનૃત્વ લક્ષણ અતિવ્યાપ્ત થાય છે. સ્વારસિક એવું તે બ્રાહ્મણમાં નિદ્રાકાળે અવ્યાપ્ત થાય છે. ટીકાર્થ : વેદપ્રામાયમસ્તૃત્વ. આટલું જ શિષ્ટલક્ષણ બ્રાહ્મણે જેને મારેલો છે તે બૌદ્ધમાં અતિવ્યાપ્ત થાય છે, કારણકે તે પણ “વેદ પ્રમાણ છે' એવું માને છે. અને સ્વારસિક એવું તે= વેદપ્રામાયમન્નત્વ બ્રાહ્મણમાં સ્વાપઅવસ્થામાં અવ્યાપ્ત છે. કહેવાનો ભાવ આ છે-સ્વારસિકત્વવિશેષણથી બૌદ્ધમાં અતિવ્યાપ્તિનો નિરાસ થવા છતાં સ્વારસિકવેદપ્રામાણ્યમનૃત્વ ક્યારેક જ જોઈએ કે સર્વદા ? પ્રથમ વિકલ્પમાં બૌદ્ધમાં જ અતિવ્યાપ્તિ તદવસ્થ રહેશે, કારણકે જન્માન્તરમાં તે પણ વેદને પ્રમાણ માનતો હોય એ નિશ્ચિત છે. બીજા વિકલ્પમાં શયનાદિદશામાં વેદને પ્રમાણ માનવાનો અભ્યાગમ ન હોવાથી બ્રાહ્મણમાં અવ્યાપ્તિ આવશે. વિવેચન : બ્રાહ્મણો શિષ્ટનું લક્ષણ આ રીતે આપે છે-“વેદો પ્રમાણ છે આવું જે માને તે શિષ્ટ. પણ જો આટલું જ લક્ષણ માનવાનું હોય, તો સામાન્યથી વેદને અપ્રમાણ માનતો બૌદ્ધ પણ બ્રાહ્મણ દ્વારા મારપીટ કરીને બળાત્કાર કરાય તો “વેદ પ્રમાણ છે' એવું કહેવા માંડે. એટલે અશિષ્ટ એવા એ બૌદ્ધમાં પણ શિષ્ટનું લક્ષણ જવાથી અતિવ્યાપ્તિ થશે. બ્રાહ્મણ: કોઈપણ જાતના વિશેષણ વિનાની માત્ર વેદને પ્રમાણ માનવાની માન્યતાને શિષ્ટનું લક્ષણ અમે નથી કહેતા, પણ એમાં સ્વાસિત્વ વિશેષણ જોડીને એ કહીએ છીએ. અર્થાત્ જે સ્વરુચિથી વેદને પ્રમાણ માને એ શિષ્ટ. બૌદ્ધ કાંઈ સ્વરુચિથી એવું માનતો નથી. માટે એમાં અતિવ્યાપ્તિ નથી. ગ્રન્થકાર સ્વરુચિની આ માન્યતા ક્યારેક જ હોય તો ચાલે કે સર્વદા જોઈએ ? ક્યારેક જ હોવી જો ચાલતી હોય, તો બૌદ્ધમાં અતિવ્યાપ્તિ તદવસ્થ જ રહેશે, કારણકે કોઈક જન્મમાં એ બ્રાહ્મણ હશે ત્યારે સ્વરુચિથી વેદને પ્રમાણ માનતો જ હશે. એટલે જો એમ કહેશો કે સર્વદા આ માન્યતા જોઈએ, તો બૌદ્ધમાં અતિવ્યાપ્તિનું વારણ થઈ જશે, પણ બ્રાહ્મણ જ્યારે નિદ્રાધીન હશે ત્યારે આ માન્યતા ન હોવાથી અવ્યાપ્તિ ઊભી થશે. //વશી (એ અવ્યાપ્તિનું નિવારણ કરવા બ્રાહ્મણ કહે છે-). ગાથાર્થ ઃ બ્રાહ્મણ : તે સ્વીકારથી લઈને જ્યાં સુધી વિપરીત માન્યતા ન આવે ત્યાં સુધી શિષ્ટત્વ રહે.

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314