________________
૬૬૬
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
अंशतः क्षीणदोषत्वाच्छिष्टत्वमपि युक्तिमत् । अत्रैव हि परोक्तं तु तल्लक्षणमसङ्गतम् ।।१६।।
अंशत इति । अंशतः = देशतः क्षीणदोषत्वाद् = दोषक्षयवत्त्वात् शिष्टत्वमप्यत्रैव = सम्यग्दृष्टावेव युक्तिमत् = न्यायोपेतं, “क्षीणदोषः पुरुषः शिष्टः" इतिलक्षणस्य निर्बाधत्वात् । सर्वदोषक्षयेण सर्वथा शिष्टत्वस्य सिद्धे केवलिनि वा विश्रान्तत्वेऽपि सम्यग्दृष्टेरारभ्य देशतो विचित्रस्य शिष्टत्वस्यान्यत्राऽप्यनपायत्वात् । न
વિવેચન : દ્રવ્યમુંડન શબ્દ સાધુના બાહ્યઆચારોના પાલનની નિષ્ઠાને સૂચવવા છે અને ભાવમુંડન શબ્દ સાધુની આંતરિક પરિણતિને સૂચવવા માટે છે. જેના જીવનમાં આ બેની જ પ્રધાનતા છે, બીજાઓનો ઉદ્ધાર કરવાની ચિંતા સાવ નહીંવત્ છે. આવા જીવો પૂર્વભવમાં પણ લગભગ આવા જ પરિણામવાળા હોય છે. ને તેથી ઉપદેશલબ્ધિવગેરે અતિશયજનક પુણ્યનો બંધ ન હોવાથી ચરમભવમાં એવા બાહ્યઅતિશયથી પણ રહિત હોય છે. તેથી તેઓ દ્વારા સ્વોપકાર થાય છે, પરોપકાર લગભગ થતો નથી. તેઓ મુંડકેવલી કહેવાય છે.
આમ બોધિ સ્વોપકારજનક સંસારમાંથી પોતાનો ઉદ્ધાર કરાવતી પ્રવૃત્તિ તો કરાવે જ છે. પણ સાથે સર્વજીવોદ્ધારની ચિન્તા પ્રધાનરૂપે ભળે, તો તીર્થંકર બનાવે છે, સ્વજન-દેશવગેરેના ઉદ્ધારની ચિન્તા ભળે, તો ગણધર બનાવે છે; પરોપકારની આવી કોઈ જ ઇચ્છા ન ભળે, તો મુંડકેવલી બનાવે છે. આ કેવી ચિન્તા ભળવી-ન ભળવી એમાં પણ મૂળ તો તથાભવ્યત્વ જ છે એ જાણવું. ll૧પII (સમ્યક્તીમાં જ શિષ્ટપણું ઘટે છે એ વાતને જણાવે છે.)
ગાથાર્થ ઃ આ સમ્યગ્દષ્ટિમાં જ આંશિક ક્ષણદોષતા હોવાથી શિષ્ટત્વ કહેવું પણ યુક્તિયુક્ત છે. તેનું બીજાઓએ કહેલું લક્ષણ અસંગત છે.
ટીકાર્થ : અંશથી=દેશથી દોષોનો ક્ષય થયો હોવાથી આ સમ્યગ્દષ્ટિમાં જ શિષ્ટત્વ માનવું એ પણ યુક્તિયુક્ત છે=ન્યાયોપેત છે, કારણ કે “ક્ષણદોષવાળો પુરુષ શિષ્ટ છે એવું શિષ્ટનું લક્ષણ એનામાં અબાધિત છે. જો કે સર્વદોષના ક્ષયથી આવતું સર્વથા શિષ્યત્વ સિદ્ધ પરમાત્મામાં કે કેવલી ભગવાનમાં વિશ્રાન્ત થતું હોવા છતાં સમ્યગુદૃષ્ટિથી માંડીને દેશવિરત, સર્વવિરત વગેરે અન્યમાં પણ=સિદ્ધ અને કેવલી સિવાયના જીવોમાં પણ માત્રા અને પ્રકારની અપેક્ષાએ વિવિધતા પામતું આંશિક શિષ્ટત્વ અનપાય છે અનાબાધ છે.
શંકા : શિષ્ટાચાર પણ પ્રમાણ છે. અર્થાત્ બાળજીવો શિષ્ટાચારને જોઈને પ્રવૃત્તિ કરતા હોય છે. પણ તમે કહ્યું એવું શિષ્ટત્વ તો અતીન્દ્રિય હોવાથી દુર્રહ=જાણવું અત્યંત મુશ્કેલ છે. તેથી સામા પુરુષનો શિષ્ટ તરીકે નિશ્ચય જ નહીં થાય તો એને અનુસરીને સ્વયં પ્રવૃત્તિ કરવી અશક્ય બની જશે.
સમાધાન : દોષક્ષય અતીન્દ્રિય હોવાના કારણે શિષ્ટત્વ અતીન્દ્રિય હોવાની તમારી વાત બરાબર છે. તેમ છતાં પ્રશમ-સંવેગ વગેરે લિંગો દ્વારા એ સુગ્રહ=સરળતાથી જાણી શકાય એવું હોવાથી શિષ્ટપુરુષનો કે એના આચરણનો નિશ્ચય દુષ્કર નથી.
શંકા ઃ દોષ તો રાગાદિ જ છે. પણ તેઓના ક્ષયને દિવ્યજ્ઞાન થવા પૂર્વે અમે નિહાળી શકતા નથી. વળી એ તો નિરવયવ છે. એટલે એમાં અંશ જેવી વસ્તુ જ નથી કે જેથી અંશથી એનો ક્ષય કહી શકાય. તેથી આંશિકદોષક્ષય પણ કહી નહીં શકાય ને એના આધારે શિષ્ટત્વનો બોધ પણ નહીં કરી શકાય.