________________
५१३
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
तत्तत्कल्याणयोगेन कुर्वन् सत्त्वार्थमेव सः ।
तीर्थकृत्त्वमवाप्नोति परं कल्याणसाधनम् ।।१४।। આરાધના, સવિ જીવ કરું શાસનરસીની શ્રેષ્ઠતમ ભાવના વગેરે રૂપ પુરુષાર્થ જોઈએ છે. આ આરાધનાભાવના વગેરેનો પુરુષાર્થ તો અનેક જીવો કરે છે. પણ એ પુરુષાર્થને એવી ઉચ્ચકક્ષા સુધી લઇ જવાની યોગ્યતા બધા જીવોમાં હોતી નથી, પણ અમુક વિશિષ્ટ જીવોમાં જ હોય છે. આ યોગ્યતા જ પુરુષાર્થને એટલી ઉચ્ચકક્ષા સુધી પહોંચાડે છે. અર્થાત્ આ યોગ્યતા જ એ ઉચ્ચકક્ષાના પુરુષાર્થને ખેંચી લાવે છે ને એ પુરુષાર્થ જિનનામ કર્મની ભેટ ધરે છે. અન્ય જીવો કરતાં અલગ તરી આવતી આ યોગ્યતા એ તથાભવ્યત્વ જ છે.
એટલે જે જીવને જ્યારે જેવા સહકારી મળે એ જીવનો ત્યારે તે રીતે મોક્ષ થાય. આમ સહકારીભેદે કાર્યભેદની સંગતિ કરવા મથીએ તો પણ તથાભવ્યત્વનો ભેદ જ પુરવાર થઈને રહે છે, કારણકે ઉપર કહ્યા મુજબ સહકારીભેદના મૂળમાં પણ તથાભવ્યત્વનો ભેદ જ રહેલો છે. આમ, ભવ્યત્વરૂપે બધા ભવ્યજીવોનું ભવ્યત્વ એક સરખું હોવા છતાં જીવે જીવે એમાં કંઈક વિલક્ષણતા પણ માનવી પડે છે. આ વિલક્ષણતા પણ અનાદિકાળથી જ હોય છે. પોતપોતાનું આવું વિલક્ષણ ભવ્યત્વ એ જ તે તે જીવનું તથાભવ્યત્વ છે, એ પણ અનાદિ પારિણામિક ભાવ જ છે. એના પ્રભાવે જીવોને જુદા જુદા કાળ-જુદી જુદી રીતે ધર્મપ્રશંસાદિરૂપ બીજની સિદ્ધિ આદિ થાય છે. એમાં આદિશબ્દથી ધર્મચિન્તા, શ્રવણ, આચરણ વગેરે સમજવાના છે. આ તેવા પ્રકારના તથાભવ્યત્વનો જ પ્રભાવ હોય છે કે જેથી સામાન્યજીવોનું સમ્યક્ત બોધિ છે, તો શ્રી તીર્થંકર બનનારા આત્માઓનું તે સર્બોધિ અર્થાત્ વરબોધિ છે.
(૪) કાળનૈયત્યાદિના.. આમાં રહેલા નૈયત્ય શબ્દનો પૂર્વના વિવેચનકારોએ નિયતિ અર્થ કર્યો છે. પણ જો નિયતિને જ જણાવવાનો અભિપ્રાય હોત, તો વૃત્તિકારને નિયતિ શબ્દ વાપરવામાં ક્યો પ્રતિબંધક હતો કે જેથી એ છોડીને તેઓ તૈયત્ય શબ્દ વાપરે ? હકીકતમાં અહીં નિયત ભાવ મૈયત્યમ્ આ રીતે નિયતપણાંને જણાવનાર મૈત્ય શબ્દ છે. શ્રી ઋષભદેવ ભગવાનું ત્રીજાઆરાના અંતે, શ્રી મહાવીર પ્રભુ ચોથા આરાના અંતે મોક્ષે સિધાવ્યા.. આવું બધું તે તે જીવનું કાળનું નિયતપણું. એ કાળનૈયત્ય. તીર્થંકર બનાવે એવો પુરુષાર્થ.. ગણધર બનાવે એવો પુરુષાર્થ.... વગેરે પુરુષાર્થનું મૈયત્ય... આદિશબ્દથી આવા બધા તૈયય લેવાના છે. એટલે, પોતપોતાના તથાભવ્યત્વને અનુસરીને કાળનૈયત્યાદિ પ્રકારે બીજસિદ્ધિથી લઈને મોક્ષપ્રાપ્તિ સુધીના કાર્યો છે તે વિશેષ રીતે તે તે જીવને થાય છે, એવો અર્થ મળશે. વળી સમ્યક્ત તીર્થંકરપણાનું ( જિનનામકર્મનું) કારણ મનાયું છે. તેમ છતાં બધા જ સમ્પર્વજીવો કાંઈ જિનનામર્મ બાંધતા નથી. એટલે એ બીજા જીવો કરતાં તીર્થકર બનનારા જીવોનું સમ્યક્ત વિશિષ્ટ પ્રકારની યોગ્યતા ધરાવતું હોય છે, એમ પણ માનવું જ પડે છે. તેથી વરબોધિમાં રહેલો યોગ્યતાભેદ (=વિશિષ્ટ પ્રકારની યોગ્યતા) એ પરંપરાએ તીર્થંકરપણાનું કારણ છે એ વાત પણ ખાસ વિચારવી જરૂરી છે. (અલબતું આમાં પણ પૂર્વે જણાવ્યું એમ મૂળમાં તો તેવા પ્રકારનું તથાભવ્યત્વ જ છે એ જાણવું.) I/૧all (સર્બોધિસમેત જીવ કઈ રીતે તીર્થકર બને છે એ જણાવે છે.)
ગાથાર્થ : તે તે કલ્યાણયોગથી સત્ત્વાર્થને જ કરતો તે જીવ શ્રેષ્ઠ કલ્યાણસાધનભૂત તીર્થંકરપણું મેળવે છે.