________________
५१४
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - १५ तत्तदिति । तस्य तस्य कल्याणस्य परिशुद्धप्रवचनाधिगमातिशायिधर्मकथाऽविसंवादिनिमित्ततादिलक्षणस्य योगेन = व्यापारेण (=तत्तत्कल्याणयोगेन) कुर्वन् = विदधानः सत्त्वार्थमेव मोक्षबीजाधानादिरूपं, न त्वात्मम्भरिरपि, स = वरबोधिमान् तीर्थकृत्त्वमवाप्नोति = लभते परं = प्रकृष्टं कल्याणसाधनं = भव्यसत्त्वशुभप्रयोजनकारि । स्वजनादिभवोद्दिधीर्षया सद्बोधिप्रवृत्तिस्तु गणधरपदसाधनं भवतीति द्रष्टव्यम् । यत उक्तं- "चिन्तयत्वेवमेवैतत्स्वजनादिगतं तु यः । तथाऽनुष्ठानतः सोऽपि धीमान् गणधरो भवेत् ।।"(यो.बि. २८९) ।। १४ ।।
संविग्नो भवनिर्वेदादात्मनिःसरणं तु यः । आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ।। १५ ।।
संविग्न इति । संविग्नः = 'तथ्ये धर्मे ध्वस्तहिंसाप्रबन्धे देवे रागद्वेषमोहादिमुक्ते । साधौ सर्वग्रन्थसन्दर्भहीने संवेगोऽसौ निश्चलो योऽनुरागः ।।"(योगबिन्दु-२९० श्लोकवृत्तावुद्धृतः) इतिकाव्योक्तलक्षणसंवेगभाग् भवनिर्वेदात् = संसारवैरस्यादात्मनिःसरणं तु = जरामरणादिदारुणदहनात्स्वनिष्कासनं पुनः यः 'चिन्तयतीति गम्यते । आत्मार्थसम्प्रवृत्तः = स्वप्रयोजनमात्रप्रतिबद्धचित्तोऽसौ सदा = निरन्तरं स्याद् = भवेद् मुण्डकेवली द्रव्यभावमुण्डनप्रधानस्तथाविधबाह्यातिशयशून्यः केवली पीठ-महापीठवत् ।। १५ ।।
ટીકાર્ય : પરિશુદ્ધશાસ્ત્રબોધ, અતિશયવાળી ધર્મકથા, વિસંવાદ વિનાના નિમિત્ત વગેરે રૂપ તે તે કલ્યાણપ્રવૃત્તિદ્વારા સત્ત્વાર્થને જસત્ત્વના જીવના અર્થને જ મોક્ષનું બીજાપાન વગેરે રૂપ પ્રયોજનને જ સારતો તે વરબોધિયુક્ત જીવ ભવ્યજીવના શુભ પ્રયોજનને કરનાર પ્રકૃષ્ટ કલ્યાણસાધનભૂત તીર્થંકરપણાને પામે છે. (અહીં “સત્ત્વાર્થને જ કરતા” એમ કહેવામાં જે જ કાર છે, તેના વ્યવચ્છેદ્યને જણાવે છે.) એ જીવ સ્વાર્થી પણ હોય છે એવું હોતું નથી. સર્બોધિવાળા જીવની સ્વજનાદિના ઉદ્ધારની ઇચ્છાથી થતી પ્રવૃત્તિ ગણધર પદનું કારણ બને છે એ જાણવું. કારણ કે યોગબિન્દુ (૨૮૯)માં કહ્યું છે કે-આ જ પ્રમાણે સ્વજનાદિઅંગે સંસારઉદ્ધારનો જે વિચાર કરે છે, એ તે વિચારને અનુરૂપ અનુષ્ઠાનથી ગણધર બને છે. ll૧૪ (માત્ર સ્વકલ્યાણને સાધનારા. જીવોની વાત કરે છે.)
ગાથાર્થઃ વળી સંવિગ્ન એવો જે જીવ ભવનિર્વેદના કારણે પોતાના નિસરણનું ચિંતન કરે છે, આત્માર્થે સંપ્રવૃત્ત તે જીવ સદા મુંડકેવલી થાય છે.
ટીકાર્ય યોગબિંદુ-૨૯૦ શ્લોકવૃત્તિમાં ઉદ્ધત કાવ્યમાં કહેલા “હિંસાના પ્રચાર વિનાના તથ્થભૂતધર્મમાં, રાગ-દ્વેષ-મોહાદિમુક્ત તથ્ય દેવમાં અને સર્વ પ્રકારના ગ્રંથના=પરિગ્રહના સંદર્ભથી રહિત તથ્ય સાધુમાં જે નિશ્ચલ અનુરાગ છે, તે સંવેગ છે. આવા લક્ષણવાળા સંવેગવાળો જીવ એ સંવેગીજીવ. આ સંવેગીજીવ ભવનિર્વેદથી સંસારના વરસ્યથી વિરસતાથી વૈરાગ્યથી “જરા-મરણાદિરૂપ ભયાનક આગ જેમાં છે તે સંસારથી પોતે બહાર ક્યારે નીકળે? શી રીતે નીકળે ?” એવું જે ચિતવે છે. અને તેથી સ્વપ્રયોજનમાત્રમાં જેનું ચિત્ત પ્રતિબદ્ધ છે, તે હંમેશા મુંડ કેવલી થાય છે, એટલે કે સામાન્ય કેવલી થાય છે. અર્થાત્ દ્રવ્ય-ભાવમુંડનપ્રધાન અને તેવા બાહ્ય અતિશયથી રહિત કેવલી થાય છે, જેમકે પીઠ-મહાપીઠ.