Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 281
________________ ५१२ सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - १३ भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वमनादिपारिणामिको भावः । तथाभव्यत्वं चैतदेव कालनैयत्यादिना प्रकारेण वैचित्र्यमापन्नम् । एतभेद एव च बीजसिद्ध्यादिफलभेदोपपत्तिः । अन्यथा तुल्यायां योग्यतायां सहकारिणोऽपि तुल्या एव भवेयुः, तुल्ययोग्यतासामर्थ्याक्षिप्तत्वात्तेषामिति सद्बोधेर्योग्यताभेद एव पारम्पर्येण तीर्थकरत्वनिबन्धनमिति भावनीयम् ।। १३ ।। વિચિત્રતાને પામેલું આ ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે. આનો ભેદ હોય તો જ બીજસિદ્ધિ વગેરે ફળદ સંગત થાય. નહીંતર યોગ્યતા તુલ્ય જ હોય, તો સહકારીઓ પણ તુલ્ય જ મળે, કારણકે એ બધા યોગ્યતાથી જ ખેંચાઈ આવતા હોય છે. માટે સર્બોધિનો યોગ્યતાભેદ જ પરંપરાએ તીર્થકરપણાનું કારણ છે એ વાત ભાવિત કરવી. વિવેચન : (૧) અહીં ટીકામાં સત્ત્વો વા એમ વા પદ જે છે તે વધારાનું આવી ગયેલું હોય એમ જણાય છે, કારણકે મૂળમાં રહેલા વા શબ્દનો આગળ સર્બોધિવગેરે જે કહ્યું છે, તેની સાથે અન્વય છે. (૨) ઉદ્ધરણ તરીકે આપેલા યોગબિંદુના આ (૨૭૩મા) શ્લોકના ચોથા પાદ તરીકે હસ્તલિખિત પ્રતમાં તથા પૂર્વમુદ્રિતપ્રતમાં તમાદ્ધતિપૂર્વવત્ એવું પદ છે. પણ યોગબિંદુગ્રન્થમાં એ તૉવોકન્વર્થતોડપિ દિ એ પ્રમાણે હોવાથી અહીં એ પ્રમાણે પાઠ લઈને અર્થ કર્યો છે. (૩) તથાભવ્યત્વ શું છે ? એ સમજાવવા આ અધિકાર છે. જીવમાં રહેલી મોક્ષમાં જવાની યોગ્યતા એ ભવ્યત્વ છે. આ યોગ્યતા કોઈ કર્મથી નથી આવતી કે જીવના પુરુષાર્થથી નથી કેળવાતી. પણ અનાદિકાળથી સહજ રીતે રહેલો જીવનો એક પરિણામ છે. માટે એ અનાદિપારિણામિક ભાવ કહેવાય છે. આ ભવ્યત્વ બધાનું સર્વથા એકસમાન હોય તો બધાનો એક સાથે એક રીતે મોક્ષ થવો જોઈએ. પણ એ થતો નથી. કારણકે શ્રી ઋષભદેવ ભગવાનું આ અવસર્પિણીના ત્રીજા આરાના અંતભાગમાં મોક્ષે ગયા તો શ્રીવર્ધમાનસ્વામી ચોથા આરાના અંતભાગમાં મોક્ષે ગયા. વળી તેઓ તીર્થંકર બનીને મોક્ષે ગયા. શ્રીગૌતમસ્વામી વગેરે ગણધર બનીને મોક્ષે ગયા. આવા તો પાર વિનાના ભેદો પડતા હોય છે. આ ભેદ પડવાનું કારણ શું? શંકા એની એ જ માટીને કુશળ કુંભાર મળે તો સારો ઘડો બને ને શિખાઉ કુંભાર મળે તો એટલો સારો ઘડો ન બને. આમ સહકારી કારણના ભેદથી કાર્યભેદની સંગતિ પ્રસ્તુતમાં પણ વિચારી શકાય છે ને ! સમાધાનઃ ઘડામાં તો તે તે ઘડાના ઉપભોક્તાનું કર્મ ભાગ ભજવીને કુંભારમાં ભેદ પાડી દે છે. પ્રસ્તુતમાં સહકારી કારણનો ભેદ કરનાર કોણ? આ વિચારણામાં એ જણાય છે કે અભવ્યને ચરમાવર્ત ક્યારેય આવતો નથી ને એ આવતો નથી માટે બીજપ્રાપ્તિ-સમ્યક્ત વગેરે કશું સંભવતું નથી. ભવ્યને ચરમાવર્ત આવે છે ને તેથી બીજપ્રાપ્તિ વગેરે બધું પણ સંભવે છે. એટલે જણાય છે કે ચરમાવર્તને ખેંચી લાવનાર જો કોઈ હોય તો એ ભવ્યત્વ છે. વળી ચરમાવર્ત તો કોઈનો વહેલો આવે છે, કોઈનો મોડો. માટે એને ખેંચી લાવનાર ભવ્યત્વ અલગ-અલગ પ્રકારનું હોવું જોઈએ. આ અલગ-અલગ પ્રકારનું ભવ્યત્વ એ જ તથાભવ્યત્વ છે. અલબત્ પૂર્વે જણાવ્યું એમ ચરમાવર્ત તો કાળ વીતવાથી આવે છે. પણ એ કેટલો કાળ વીતવાથી આવે ? એને તથાભવ્યત્વ નિશ્ચિત કરે છે. પાંચ કારણોમાં કાળ એ એક સહકારી કારણ છે. એને જેમ તથાભવ્યત્વ ખેંચી લાવે છે (=નિશ્ચિત કરે છે) એમ અન્ય કારણોને પણ એ જ ખેંચી લાવે છે. આશય એ છે કે તીર્થંકર બનીને મોક્ષે જવા માટે જિનનામકર્મનામનું પુણ્ય જોઈએ. આ પુણ્યનું ઉપાર્જન કરવા માટે વિશસ્થાનકની અત્યંત પરાકાષ્ઠાની

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314