Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 279
________________ सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ११, १२ बोधिसत्त्वस्य लक्षणमुक्तं तदपि सन्नीत्या = मध्यस्थवृत्त्या विचार्यमाणमत्र सम्यग्दृष्टावुपपद्यते ।।१०।। तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि । इत्युक्तेः कायपात्येव चित्तपाती न स स्मृतः ।। ११।। = तप्तेति- 'तप्तलोहे यः पदन्यासस्तत्तुल्या ( = तप्तलोहपदन्यासतुल्या), अतिसकम्पत्वात्, वृत्तिः कायचेष्टा क्वचिद् गृहारम्भादौ । 'यदि परं' इत्युक्तेः = इत्थंवचनात् कायपात्येव स = सम्यग्दृष्टिः, न चित्तपाती स्मृतः । इत्थं च कायपातिन एव बोधिसत्त्वा इति लक्षणमत्रोपपन्नं भवति । तदुक्तं - “कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् । 1 વિત્તપાતિનસ્તાવàતવત્રાપિ યુક્તિમત્ ।" (યો.વિ. ર૭૧) ||૧૧|| परार्थरसिको धीमान् मार्गगामी महाऽऽशयः । गुणरागी तथेत्यादि सर्वं तुल्यं द्वयोरपि ।। १२ ।। ५१० અવસ્થા માની છે એ બોધિસત્ત્વનું તેઓએ દર્શાવેલું સ્વરૂપ પણ સ્વદર્શનના પક્ષપાત વિના મધ્યસ્થવૃત્તિથી વિચારતાં સમ્યક્ત્વીમાં ઘટી જાય છે. શ્રી તીર્થંકરદેવો વગેરે જેવા જન્મજાત અનાસક્ત-ઝળહળતા વૈરાગી સમ્યક્ત્વીમાં એ ઘટે છે એમ અહીં સમજવું. ||૧૦|| (બૌદ્ધો વડે કહેવાયેલું બોધિસત્ત્વનું લક્ષણ દર્શાવે છે-) ગાથાર્થ : જો ક્યારેક પ્રવૃત્તિ હોય તો તપેલા લોખંડપર પગ મૂકવા તુલ્ય હોય છે એવા કથનપરથી જણાય છે કે એ કાયપાતી જ મનાયેલો છે, ચિત્તપાતી નહીં. ટીકાર્થ : જો ક્યારેક ઘ૨સંસા૨સંબંધી આરંભાદિની વૃત્તિ=કાયચેષ્ટા હોય, તો એ અતિસકંપ હોવાથી તપેલા લોઢાપર પગ મૂકવા જેવી હોય છે. આવા વચનપરથી જણાય છે કે તે સમ્યગ્દષ્ટિ જીવ કાયપાતી જ કહેવાયેલો છે. ચિત્તપાતી નહીં. આમ, બોધિસત્ત્વો કાયપાતી જ હોય છે એવું લક્ષણ અહીં સંગત થાય છે. (યોગબિંદુ ૨૭૧માં) કહ્યું છે કે-અહીં = જગતમાં બોધિસત્ત્વજીવો કાયપાતી જ હોય છે. ચિત્તપાતી નહીં એવું અન્યોવડે જે કહેવાયેલું છે તે અહીં=સમ્યગ્દષ્ટિમાં પણ યુક્તિસંગત છે. વિવેચન : તપેલા લોઢા પર પગ મૂકવા તો કોણ ચાહે ? પણ એવી પરિસ્થિતિના કારણે મૂકવો જ પડે એમ હોય તો દિલમાં ભારે ગડમથલ હોય.. ભારે રંજ હોય.. માટે પગ મૂકવાની ક્રિયા સકંપ કહેવાય છે, દિલમાં આ સકંપતા છે, એટલે જ ખાલી ટેકો મળે એ પ્રયોજનથી તપેલા લોઢા પર પગ ટેકવે, અને બીજી જ ક્ષણે જીવ એ પગ ઊઠાવીને આગળ નીકળી જાય છે. એમ સમ્યક્ત્વી જીવ પોતાનું ચાલે તો આરંભ સમારંભાદિ કોઈ સાવઘક્રિયા કરવા ચાહતો નથી. ધગધગતા તપેલા લોઢાપર પગ ટેકવવાથી થતા ત્રાસ જેવો ત્રાસ સમ્યક્ત્વીને પાપ આચરવામાં હોય છે. માટે ક્યારેક પાપપ્રવૃત્તિ કરવાનો અવસર આવે ત્યારે દિલ અત્યંત કંપતું હોય છે. અને જેવી આવશ્યકતા પૂરી થાય કે તરત સમ્યક્ત્વીજીવ એ સાવદ્યપ્રવૃત્તિને છોડી દે છે. એટલે પાપપ્રવૃત્તિવેળા પણ ચિત્ત તો પાપત્યાગને જ ઝંખતું હોવાથી એ ચિત્તપાતી હોતો નથી. માત્ર કાયપાતી જ હોય છે. એટલે બૌદ્ધોએ બોધિસત્ત્વજીવો માત્ર કાયપાતી જ હોય છે આવું જે બોધિસત્ત્વનું લક્ષણ કહ્યું છે, તે સમ્યક્ત્વીમાં ઘટી જાય છે ||૧૧|| (બોધિસત્ત્વની અન્યતુલ્યતાઓ જણાવે છે-)

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314