________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
५०९ महाबन्धविशेषतः ।। सागरोपमकोटीनां कोट्यो मोहस्य सप्ततिः । अभिन्नग्रन्थिबन्धोऽयं न त्वेकाऽपीतरस्य तु ।। तदत्र परिणामस्य भेदकत्वं नियोगतः । बाह्यं त्वसदनुष्ठानं प्रायस्तुल्यं द्वयोरपि ।।" (यो.बि. २६६-७८-९) “बंधेण न वोलइ कयाई" (श्रावकप्रज्ञप्ति-३३) इत्यादिवचनानुसारिणां सैद्धान्तिकानां मतमेतत् । कार्मग्रन्थिकाः पुनरस्य मिथ्यात्वप्राप्तावुत्कृष्टस्थितिबन्धमपीच्छन्ति, तेषामपि मते तथाविधरसाभावात्तस्य शोभनपरिणामत्वे न विप्रतिपत्तिरिति ध्येयम् ।। ९ ।।
एवं च यत्परैरुक्तं बोधिसत्त्वस्य लक्षणम् । विचार्यमाणं सन्नीत्या तदप्यत्रोपपद्यते ।। १०।। एवं चेति । एवं च = भिन्नग्रन्थेर्मिथ्यात्वदशायामपि शोभनपरिणामत्वे च यत् परैः = सौगतैः
જો કે કાર્મગ્રન્થિક મતે સાદિ મિથ્યાત્વી પણ ૭૦ કો.કો. સાગરોપમ બંધ કરી શકે છે. એટલે ત~ાયોગ્ય સંક્લેશ પણ એને માનવો જ પડે. તેમ છતાં, પૂર્વે જણાવ્યું એમ બંધાયેલું કોઈ પણ દલિક અનાદિમિથ્યાત્વીને જેમ ઉત્કૃષ્ટથી ૭૦ કો.કો. સાગરોપમ સુધી આત્મા પર રહી શકે છે, એમ સાદિમિથ્યાત્વીને રહી શકતું નથી. એને તો અંતઃ કો.કો. સાગરોપમ સુધીમાં એ ખરી પડે જ છે. આ પણ જીવની એક પ્રકારની આંતરિક યોગ્યતા=શુભ પરિણામ છે. આમ, કર્મોને આત્મા પર ૭૦ કો.કો. સાગરોપમ જેટલા દીર્ઘકાળ સુધી ચોંટાડી રાખે એવા રસથી સાદિમિથ્યાત્વીજીવ કર્મબંધ કરતો નથી. એ અભિપ્રાયે અહીં કાર્મગ્રન્થિક મતે તેવા રસનો અભાવ કહ્યો છે ને આ પણ એક શોભન પરિણામ તો છે જ. એટલે સાદિમિથ્યાત્વીને અનાદિમિથ્યાત્વી કરતાં પરિણામ સુંદર હોય છે. આ વાતમાં સૈદ્ધાન્તિકમત કે કાર્મગ્રન્થિકમત.. આ બેમાં કોઈ વિવાદ નથી. લા ત્રણ કરણ, ગ્રન્થિભેદની પ્રક્રિયા જીવમાં એક એવી સુંદરતા પેદા કરે છે કે જેથી જીવ મિથ્યાત્વે જાય તો પણ એનો શુભ આશય તો ઊભો જ રહે છે. આ દર્શાવ્યું. હવે એનો સૂચિતાર્થ જણાવે છે-).
ગાથાર્થ અને આ રીતે, બીજાઓએ બોધિસત્ત્વનું જે લક્ષણ દર્શાવ્યું છે તે પણ સન્નીતિથી વિચારતાં અહીં ઘટે છે.
ટીકાર્ય : આમ ભિન્નગ્રન્થિ જીવ મિથ્યાત્વ અવસ્થામાં પણ શોભન પરિણામવાળો હોય છે એમ નિશ્ચિત થયું. એટલે બૌદ્ધોએ બોધિસત્ત્વનું જે લક્ષણ કહ્યું છે, તે પણ સદૂનીતિથી મધ્યસ્થવૃત્તિથી વિચારતાં આ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે.
વિવેચનઃ સમ્યસ્વી જીવ પડ્યા પછી મિથ્યાત્વઅવસ્થામાં પણ સુંદર પરિણામવાળો છે, એટલે સમ્યક્તઅવસ્થામાં તો અતિસુંદર પરિણામ હોય જ. તેથી બૌદ્ધોએ સ્વદર્શનમાં જેમની ઘણી ઊંચી ગુણિયલ
2. શબ્દશઃ વિવેચનકારે અહીં ટીકામાં શોકનરિણામ પદ , તેના સ્થાને શોમનપરિણામત્વ એવું પદ હોવું જોઈએ એમ કલ્પના કરી છે. ને પછી એના અર્થ તરીકે-ભિન્નગ્રન્થિનું મિથ્યાત્વઅવસ્થામાં પણ શોભનપરિણામપણું. આ રીતે બૌદ્ધ વડે બોધિસત્ત્વનું જે લક્ષણ કહેવાયું... વગેરે જણાવ્યું છે. આ વાત ગલત છે. કારણકે ભિન્નગ્રન્થિપણું-મિથ્યાત્વ અવસ્થાવગેરે જેનપરિભાષાના શબ્દો છે. બૌદ્ધદર્શનના નહીં. પછી તેઓ બોધિસત્ત્વનું આવું લક્ષણ આપે એ સંભવિત નથી. અને જો એમને આવો અર્થ અભિપ્રેત નથી. તો સપ્તમ્યન્ત પરિણામિત્વે પદ જ યોગ્ય છે, પ્રથમાંત રિજામવં પદ નહીં.