________________
५०८
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ९ पतितस्यापि नामुष्य ग्रन्थिमुल्लङ्घ्य बन्धनम् । स्वाशयो बन्धभेदेन सतो मिथ्यादृशोऽपि तत् ।।९।।
पतितस्यापीति । अमुष्य = भिन्नग्रन्थेः पतितस्यापि = तथाविधसङ्क्लेशात् सम्यक्त्वात् परिभ्रष्टस्यापि न = नैव ग्रन्थिं = ग्रन्थिभेदकालभाविनी कर्मस्थितिमुल्लङ्घ्य = अतिक्रम्य सप्ततिकोटिकोट्यादिप्रमाणस्थितिकतया बन्धनं = ज्ञानावरणादिपुद्गलग्रहणम् । तत् = तस्माद् मिथ्यादृशोऽपि सतो भिन्नग्रन्थेर्बन्धभेदेन = अल्पस्थित्या कर्मबन्धविशेषेण स्वाशयः = शोभनः परिणामः । बाह्यासदनुष्ठानस्य प्रायः साम्येऽपि बन्धाल्पत्वस्य सुन्दरपरिणामनिबन्धनत्वादिति भावः । तदुक्तं- "भिन्नग्रन्थेस्तृतीयं तु सम्यग्दृष्टेरतो हि न । पतितस्याप्यतो बन्धो ग्रन्थिमुल्लङ्घ्य देशितः ।। एवं सामान्यतो ज्ञेयः परिणामोऽस्य शोभनः । मिथ्यादृष्टेरपि सतो
ટીકાર્ય : આ ભિન્નગ્રન્થિજીવને તેવા પ્રકારના સંક્લેશના કારણે સમ્યક્તથી પરિભ્રષ્ટ થાય તો પણ ગ્રન્થિને-ગ્રન્થિભેદકાલીન કર્મની સ્થિતિસત્તાને ઉલ્લંઘીને સિત્તેર કોડાકોડી સાગરોપમ વગેરે રૂ૫ અધિકસ્થિતિવાળો જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધ થતો નથી. તેથી અલ્પસ્થિતિવાળા વિલક્ષણ કર્મબંધરૂપે બંધમાં ભેદ પડી જવાના કારણે નિશ્ચિત થાય છે કે ભિન્નગ્રન્થિજીવ મિથ્યાદૃષ્ટિ બને તો પણ સુંદર પરિણામવાળો હોય છે. કારણકે બાહ્ય અસદનુષ્ઠાન પ્રાયઃ સમાન હોવા છતાં પણ બન્ધની અલ્પતા એ સુંદર પરિણામની નીપજ છે એમ ભાવ જાણવો. યોગબિંદુ (૨૬૬-૬૯)માં કહ્યું છે કે તથા ભિન્નગ્રન્થિને ત્રીજું અનિવૃત્તિકરણ થાય છે. આ ત્રણ કરણના પ્રભાવે જ સમ્યગ્દષ્ટિજીવ પડે તો પણ ગ્રન્થિને ઉલ્લંઘીને કર્મબંધ કરતો નથી એમ જ્ઞાનીઓએ કહ્યું છે. આમ સામાન્ય રીતે આ ભિન્નગ્રન્થિજીવોને શોભનપરિણામ હોય છે એમ જાણવું જોઈએ, કારણ કે એને મિથ્યાત્વે ગયા પછી પણ મહાબંધમાં વિશેષતા હોય છે. તે આ રીતે-અભિન્નગ્રન્થિજીવને મોહનીયકર્મનો મહાબંધ (ઉત્કૃષ્ટસ્થિતિબંધ) સિત્તેર કો.કો. સાગરોપમ હોય છે, જ્યારે ઇતરને (વભિન્નગ્રન્થિજીવને) એ એક કો.કો. સાગરોપમ જેટલો પણ હોતો નથી. તેથી આ ઉત્કૃષ્ટસ્થિતિબંધના વિષયમાં પરિણામ જ નિયમા ભેદક છે. કારણકે બાહ્ય અસદ્અનુષ્ઠાન તો બંનેને પ્રાયઃ તુલ્ય જ હોય છે. (એટલે કે અનુષ્ઠાનના કારણે ભેદ પડે છે એમ કહી શકાતું ન હોવાથી પરિણામના કારણે જ ભેદની સંગતિ કરવી જરૂરી બને છે.).
બંધથી ક્યારેય અંતઃ કો.કો. સ્થિતિને ઉલ્લંઘતા નથી આવા આવશ્યકનિયુક્તિના વચનને અનુસરનારા સૈદ્ધાત્તિકોનો આ મત છે. કાર્મગ્રન્થિકો તો ભિન્નગ્રન્થિકજીવને પણ મિથ્યાત્વે ગયા પછી સિત્તેર કો.કો. સાગરોપમ જેટલો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ પણ માને જ છે. તેમ છતાં તેઓના મતે પણ તેવા રસનો તો અભાવ હોવાથી શોભન પરિણામ હોવામાં કોઈ મતભેદ નથી એ ધ્યાનમાં રાખવું.
વિવેચનઃ જે અનાદિકાળમાં હજુ સુધી ક્યારેય સમ્યક્ત પામ્યો જ નથી એ અનાદિમિથ્યાત્વી.. અને જે ગ્રન્થિભેદ દ્વારા સમ્યક્ત પામ્યા પછી પડીને મિથ્યાત્વે આવ્યા હોય તે સાદિમિથ્યાત્વી. જે પાપપ્રવૃત્તિ કરતી વેળા અનાદિમિથ્યાત્વી જીવ ૭૦ કો.કો. સાગરોપમ સ્થિતિ બંધ કરે છે, એ જ પાપપ્રવૃત્તિ કરતી વખતે સાદિ મિથ્યાત્વી જીવ અંતઃ કો. કો. સાગરોપમથી વધુ સ્થિતિબંધ કરતો નથી. આનો અર્થ સ્પષ્ટ છે કે ભિન્નગ્રન્થિક જીવને અનાદિમિથ્યાત્વી જીવ જેવો તીવ્રસંક્લેશ આવી શકતો નથી. એ ન આવી શકવો એ પણ એક શોભન પરિણામ છે.