________________
५०६
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ७ स्यादीदृक्करणे चान्त्ये सत्त्वानां परिणामतः । त्रिधा यथाप्रवृत्तं तदपूर्वं चानिवर्ति च ।। ७।। स्यादिति । ईदृग् = उपदर्शितलक्षणं सम्यक्त्वं चाऽन्त्ये करणे “जाते सती"ति गम्यं स्याद् = भवेत् । तत्
તો નામ શબ્દની કલ્પના કરી શકાય. જે ધનલાભને જણાવતો હોવાથી કાર્યાન્તર તરીકે અર્થ-કામની બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય.
શંકા : અન્યત્ર આજીવિકાઅવિરોધેન પૂજાદિ કહ્યા છે. એમ ત્રિવર્ગ અબાધાને ગુણ કહેલ છે. આના પરથી સ્પષ્ટ છે કે આજીવિકા વગેરે કાર્યાન્તરનો પણ વિચાર કરવાનો જ છે... એને સાવ છોડી દઈને પૂજામાં જ મચી પડે એ ઉચિત નથી. પછી અહીં કેમ કાર્યાન્તરનો ત્યાગ કહ્યો છે ?
સમાધાનઃ “આજીવિકાવગેરે કાર્યાન્તરનો વિચાર કરવાનો જ નહીં એવું અહીં ક્યાં કહ્યું છે? એ વિચાર કરવાનો જ હોય. અહીં પણ એનું સૂચન નિનશવત્યનતિમત્ પદથી કર્યું છે. આના અર્થમાં, પોતાની શક્તિને જેમ છૂપાવવાની નથી, એમ ઉલ્લંઘવાની નથી એનો પણ સમાવેશ છે જ. મધ્યાહ્નકાળની પૂજાને સાચવવામાં આજીવિકાની સામે પ્રશ્નાર્થ ઊભો થઈ જતો હોય, તો એ પણ એક પ્રકારનું શક્તિનું ઉલ્લંઘન જ છે. એ રીતે પૂજા કરવાની અહીં વાત નથી. આવો કોઈ પ્રશ્નાર્થ ઊભો થતો ન હોય તો વેપારાદિ કાર્યને છોડીને પણ પૂજા જ કરે...
શંકા : આજે ઘણાય શ્રીમંત શ્રાવકોને મધ્યાહ્નકાળે પૂજા કરે તો પણ જીવનનિર્વાહને કશો પ્રશ્ન આવે એમ હોતો નથી. તેમ છતાં તેઓ વેપારને પ્રધાનતા આપી પૂજા આગળ-પાછળ કરતા હોય છે. તો આવા શ્રાવકો સમ્યક્તી ન જ હોય ?
સમાધાન : વર્ણન હંમેશા આદર્શનું હોય. જેમકે સાધુનું વર્ણન કરવાનું હોય, તો સાધુ રોજ એકાસણાં કરે, નિર્દોષ ગોચરી વાપરે, ચારકાળ સ્વાધ્યાય કરે, પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિનું અણીશુદ્ધ પાલન કરે. વગેરે વગેરે. પણ આનો અર્થ એવો નથી કે જે એકાસણાં વગેરે કશુંક કશુંક ન કરતા હોય એ સાધુ ન જ હોય. આવું જ પ્રસ્તુતમાં જાણવું. “સમ્યક્તીની સંસારક્રિયા ઘેબરપ્રિય બ્રાહ્મણના પૂયિકાદિભક્ષણ જેવી હોય. કાર્યાન્તરનો ત્યાગ કરીને એ ગુરુદેવાદિ પૂજા જ કરે..” વગેરે વાતો અત્યંત ઝળહળતા આદર્શભૂત સમ્યક્તીની છે. પણ એનો અર્થ એવો નથી કે આવું ન હોય એ સમ્યક્તી ન જ હોય. અપ્રત્યાખ્યાનાવરણ લોભનું જોર હોય તો પ્રવૃત્તિમાં વેપારને પ્રધાનતા અપાતી જોવા મળે પણ, તેમ છતાં દિલમાં-માન્યતામાં પૂજાની જ પ્રધાનતા હોય. ને અવકાશમાં ચિંતનવેળા પોતે વેપારાદિને જે પ્રધાનતા આપે છે, એનો રંજ-પસ્તાવો પણ હોય. IIકા (શુશ્રુષાદિ ત્રણ લિંગો બતાવ્યા. હવે આ લિંગોવાળું સમ્યક્ત જીવને ક્યારે પ્રાપ્ત થાય ? એ જણાવે છે-).
ગાથાર્થ : અને આવું સમ્યક્ત અન્યકરણ થયે છતે પ્રાપ્ત થાય છે. તે કરણ જીવોના પરિણામથી યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ એમ ત્રણ પ્રકારે છે.
ટીકાર્ય અને ઉપર જણાવેલા લક્ષણવાળું સમ્યક્ત અન્યકરણ થયે છતે થાય છે. તે કરણ જીવોના પરિણામને અનુસરીને ત્રણ પ્રકારે છે. યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ. ગાથામાં અન્ય શબ્દ પછી નાતે ક્ષતિ