Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 274
________________ द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ ५०५ परिहारात्, (निजशक्त्यनतिक्रमात्=) निजशक्तेः स्वसामर्थ्यस्यानतिक्रमात् अनिगृहनाद् भावसारा = भोक्तुः स्त्रीरत्नगोचरगौरवादनन्तगुणेन बहुमानेन प्रधाना विनिर्दिष्टा = प्ररूपिता परमपुरुषैः ।। ६ ।। ઉલ્લંઘન કર્યા વગર કરાતી ગુરુ-દેવાદિપૂજા ભાવસાર કહેવાયેલી છે, એટલે કે એ પૂજા, ચક્રવર્તીનું સ્ત્રીરત્ન ભોગવવા મળે એ જેટલો બહુમાનનો વિષય છે, એના કરતાં પણ અનંતગુણ બહુમાનના કારણે પ્રધાનભૂત હોય છે એમ પરમપુરુષો વડે કહેવાયેલું છે. વિવેચન : અહીં પણ ગીતશ્રવણ-જિનવાણીશ્રવણની જેમ સ્ત્રીરત્ન-ગુરુદેવાદિપૂજામાં તુચ્છત્વ-મહત્ત્વનું દર્શન હોવાથી પૂજા પ્રત્યે અનંતગુણ બહુમાન હોય છે. (૧) અહીં “ત્યાગ-ભોગાદિ'. શબ્દ છે, પણ વસ્તુતઃ “ભોગાદિ' શબ્દ હોવો ઉચિત લાગે છે. કારણકે ત્યાગ શબ્દ લઈએ તો શાનો ત્યાગ ? આ પ્રશ્ન ઊભો રહેવાથી અર્થ શું કરવો? એ નિશ્ચિત થતું નથી. જો કે શબ્દશઃ વિવેચનકારે અહીં ત્યાગ એટલે સંસારનો ત્યાગ= સંયમ ગ્રહણ કર્યો છે. ને તેથી સંયમ ગ્રહણરૂપ કાર્યાન્તરનો ત્યાગ કરીને ગુરુદેવાદિપૂજા કરે છે આવો અર્થ મળે છે. પણ આ અર્થ યોગ્ય નથી, કારણકે કાર્યાન્તર તરીકે જે અભિપ્રેત હોય એના કરતાં ગુરુદેવાદિપૂજા અનંત ગુણબહુમાનનો વિષય હોવી ગ્રન્થકારે સ્વયં ભાવસારા પદની વૃત્તિ કરતાં કહ્યું છે. ગુરુદેવાદિપૂજા સંયમગ્રહણ કરતાં પણ અનંતગુણ બહુમાનનો વિષય છે એવું તો છે નહીં જ, માટે આ અર્થ ખોટો છે. વળી સમ્યવી માટે સંયમગ્રહણ છોડીને પણ ગુરુદેવાદિપૂજા જ જો કર્તવ્ય હોય, તો કોઈ સમ્પર્વથી દીક્ષા લઈ જ નહીં શકાય. શંકા ઃ જે સમ્યક્તીની ચારિત્રપ્રાપ્તિને પ્રબળચારિત્રમોહનીય કર્મના ઉદયે રુંધી નાખી છે એવા સમ્યક્તીની આ વાત છે. એ સિવાયના સમ્યક્તી તો સંયમ લેશે જ ને ! સમાધાનઃ એને તો સંયમ ગ્રહણની સંભાવના જ નથી, પછી સંયમગ્રહણનો ત્યાગ કરીને ગુરુદેવાદિપૂજા કરે છે આવું કથન એ મૂર્ખના બકવાસથી અધિક કાંઈ રહેશે નહીં. નયલતાકારે સંસ્કૃત ટીકામાં ગુરુવાદ્વિપૂનમન્નધર્માર્થ એવો અર્થ કર્યો છે. ત્યારે શબ્દનો આવો અર્થ કઈ રીતે મળી શકે એ તો એ વિદ્વાન જ બતાવી શકે ! વળી આ ભિન્ન ધાર્મિકકાર્ય તરીકે તો પૌષધ પણ આવી શકે. પૌષધ છોડીને પણ પ્રભુપૂજા કરવી આ શું માન્ય છે ? પૌષધ કરતાં પ્રભુપૂજા શું અનંતગુણ બહુમાનનો વિષય છે ? તો તો કોઈથી પૌષધ-ઉપધાન કરી જ નહીં શકાય. એમ, આ ભિન્નધાર્મિકકાર્ય તરીકે જિનવાણીશ્રવણ પણ આવે. ગીતાર્થમહાત્માઓ “જિનવાણીશ્રવણ છોડીને પણ પ્રભપજા કરવી એવું નહીં પણ “જિનવાણીશ્રવણકાળે પ્રભુપૂજા ન કરતાં જિનવાણી શ્રવણ કરવું” એવું જણાવે છે-એ પ્રસિદ્ધ છે. વળી અન્ય ધાર્મિકકાર્ય અને ગુરુદેવાદિપૂજા વચ્ચે આ વિચાર જ ખોટો છે, એ તો જ્યારે જે ધાર્મિક ક્રિયા ઉચિત હોય, ત્યારે બીજી છોડીને તે કરવાની હોય. એટલે ક્યારેક પૂજા છોડીને અન્ય ધાર્મિકક્રિયા પણ કરવાનો પ્રસ્તાવ હોય જ. તેથી આ અર્થ પણ બરાબર જણાતો નથી. વસ્તુતઃ અહીં ત્યાં શબ્દ લહિયાની ભૂલથી વધારાનો આવી ગયો લાગે છે. કારણકે અહીં કાર્યાન્તર તરીકે સાંસારિક કાર્યો લેવાના છે, જે ભોગાદિ શબ્દમાં રહેલા આદિ શબ્દથી ગૃહીત થઈ જ જાય છે. અન્ય ધાર્મિક કાર્યો માટે, પૂજામાં અનન્તગુણબહુમાન જે કહ્યું છે તે સંગત ન હોવાથી અહીં લેવાના નથી. એટલે જ ભાવસાર શબ્દની વ્યાખ્યામાં માત્ર ભોગની અપેક્ષાએ જ વાત કરી છે. તેમ છતાં અહીં કોઈ શબ્દ રાખવો હોય ૧૮

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314