________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
चारित्रधर्मप्रातिकूल्येनापि व्यापारादिना स्यात्, कर्मणः = चारित्रमोहनीयस्य बलवत्तया = 1 नियतप्रबलविपाकતૈયા ||૪||
५०३
तदलाभेऽपि तद्रागबलवत्त्वं न दुर्वचम् ।
पूयिकाद्यपि यद् भुङ्क्ते घृतपूर्णप्रियो द्विजः । । ५॥
तदिति । तदलाभेऽपि = कथञ्चिदन्यथाप्रवृत्त्या चारित्राप्राप्तावपि तद्रागबलवत्त्वं = चारित्रेच्छाप्राबल्यं स्वहेतुसिद्धं न = नैव दुर्वचं = दुरभिधानं यद् = यस्मात्तथाविधविषमप्रघट्टकवशात् पूयिकाद्यपि पूयं नाम
એ એવું નિકાચિત નથી હોતું એ જીવો જો વૈરાગ્યની ભાવનાથી ભાવિત થાય-સત્ત્વ ફોરવે તો એમનું ચારિત્રમોહનીય મોળું પડી જાય છે ને એ જીવો ચારિત્રધર્મ પામી જાય છે. પણ જ્યાં સુધી એ ભાવિતતાને-સત્ત્વને એ જીવો કેળવતા નથી, ત્યાં સુધી એ અનિકાચિત ચારિત્રમોહનીય કર્મ પણ જીવ પાસે ચારિત્રવિરોધી પ્રવૃત્તિ કરાવે છે. II૪ (જો ચારિત્રવિરોધી પ્રવૃત્તિ જીવ કરે છે, તો એને પ્રબળ ચારિત્રધર્મરાગ છે એમ શી રીતે કહી શકાય ? આવી શંકાના સમાધાન માટે કહે છે-)
ગાથાર્થ : ‘તેનો લાભ ન હોવા છતાં તેનો રાગ બળવાન હોય છે' એમ કહેવું ગલત નથી, કારણ કે ઘેબરપ્રિય બ્રાહ્મણ પૂયિકાદિને પણ ખાય છે.
ટીકાર્થ : કોઈક કારણે અન્યથા પ્રવૃત્તિના કારણે=ચારિત્રવિરોધી પ્રવૃત્તિના કારણે ચારિત્રની પ્રાપ્તિ ન થાય તો પણ સમ્યગ્દષ્ટિજીવમાં સમ્યક્ત્વરૂપ સ્વકારણજન્ય ચારિત્રઇચ્છાની પ્રબળતા કહેવી મુશ્કેલ નથી, કારણકે જેને ઘેબર અતિપ્રિય છે, એવો બ્રાહ્મણ તેવા પ્રકારની વિષમપરિસ્થિતિમાં પૂયિકાદિ પણ ખાય છે. આમાં કોહવાઈ ગયેલી વસ્તુનો સ્વાદ પૂય કહેવાય છે. આવા સ્વાદવાળી વસ્તુ પૂયિકા છે. પૂયિકાદિમાં આદિ શબ્દથી રૂક્ષ-વાસી વાલ-ચણા વગેરે લેવાના છે. (સ્વાદિષ્ટ વસ્તુ ન મળે તો આ પણ ખાઈ લે છે.) અહીં બ્રાહ્મણની વાત એટલા માટે કરી છે કે એને એની જાતિના પ્રભાવે જ બીજું ત્રીજું ખાવાની ઇચ્છા હોતી નથી. અન્ય ઇચ્છાકાળે પણ પ્રબળઇચ્છાનો સંસ્કારરૂપે નાશ થતો નથી, એ તાત્પર્ય છે.
વિવેચન : જેમ બ્રાહ્મણને ઘેબરવગેરે મધુર વસ્તુ જ અતિપ્રિય હોવા છતાં એ મળે નહીં એવી પરિસ્થિતિમાં એ સડેલી-કોહવાયેલી વસ્તુ પણ ખાઈ લે છે.. તેમ છતાં એ વખતે પણ અંદર તો ઘેબરની જ ઇચ્છા રહી હોય છે, એમ સમ્યગ્દષ્ટિજીવ ચારિત્રની અપ્રાપ્તિમાં ચારિત્રવિરોધી સંસારક્રિયા પણ કરે છે, છતાં અંદર તો ચારિત્રની ઇચ્છા જ સ્કુરાયમણ હોય છે.
અહીં આ વિશેષતા જાણવી. બ્રાહ્મણને પૂયિકાદિ ભોજનકાળે પણ ઘેબરની જ ઇચ્છા રહ્યા કરતી હોય છે, માત્ર તત્કાળ મળી શકે એમ નથી ને બીજો કોઈ ઉપાય નથી માટે સડેલું ભોજન કરે છે. અને એટલે જ
બધા સાધુઓએ ચારિત્રપાલન છોડીને દ્રવ્યપૂજારૂપ ભગવદ્ભક્તિમાં જ મચી પડવું જોઈએ. હકીકત એ છે કે પારિવારિક જવાબદારી કે પોતાની ભોગાસક્તિના કારણે જેને ચારિત્રપાલન શક્ય નથી, એ જ પછી ભગવદ્ભક્તિ વગેરે માર્ગ સ્વીકારે છે.)