________________
५०२
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ४
धर्मरागोऽधिको भावाद् भोगिनः स्त्र्यादिरागतः । प्रवृत्तिस्त्वन्यथापि स्यात्कर्मणो बलवत्तया ।।४।।
धर्मराग इति । धर्मराग = चारित्रधर्मस्पृहारूपोऽधिकः = प्रकर्षवान् भावाद् = अन्तःकरणपरिणत्याः भोगिनो = भोगशालिनः स्त्र्यादिरागतो = भामिन्याद्यभिलाषात् । प्रवृत्तिस्तु = कायचेष्टा त्वन्यथाऽपि =
હોતું નથી. આમ અપૂર્વત્વભ્રમ દૂર થયો છે ને એની તુચ્છતા જણાયેલી હોવાથી ગાઢ આકર્ષણરૂપ દોષ દૂર થયો છે. એટલે હવે એના કારણભૂત ધન-કુટુંબાદિમાં મન એવું દોડતું નથી. ૩ (સમ્યગ્દષ્ટિના બીજા લિંગ ધર્મરાગને જણાવે છે-).
ગાથાર્થ : ભોગીને સ્ત્રી વગેરે પ્રત્યે જે રાગ હોય, એના કરતાં આનો ધર્મરાગ ભાવથી અધિક હોય છે. જો કે કર્મ બળવાનું હોવાના કારણે પ્રવૃત્તિ તો અન્યથા પણ હોય.
ટીકાર્થ : ભોગશાલી જીવને ભામિનીવગેરેની જે અભિલાષા હોય, એના કરતાં પણ સમ્યગ્દષ્ટિજીવને ચારિત્રધર્મની સ્પૃહારૂપ ધર્મરાગ અંતઃકરણની પરિણતિરૂપ ભાવથી અધિક પ્રકર્ષવાળો હોય છે. પણ કાયચેષ્ટારૂપ પ્રવૃત્તિ તો અન્યથા પણ=વ્યાપારાદિદ્વારા ચારિત્રધર્મને પ્રતિકૂળ પણ થઈ શકે છે, કારણ કે ચારિત્રમોહનીયકર્મ બળવાન–નિયત પ્રબળ વિપાકવાળું હોય છે.
| વિવેચન : (૧) જેમ જિનવાણી શ્રવણરુચિનું આધિક્ય એમાં મહત્ત્વના દર્શનથી કહ્યું એમ પ્રસ્તુતમાં પણ જાણવું. સ્ત્રીભોગ વગેરેમાં તુચ્છત્વનું અને ચારિત્રધર્મમાં મહત્ત્વનું દર્શન થતું હોવાથી સમ્યક્તજીવને સ્ત્રીરાગ કરતાં ધર્મરાગ વધુ હોય છે.
(૨) બધા જ અવિરતસમ્યવી જીવોને ચારિત્રમોહનીય કર્મ નિયત (Fનિકાચિત) પ્રબળ વિપાકવાળું જ હોય એવો નિયમ માનવો નહીં. પણ જેને એ એવું નિકાચિત હોય, તે જીવ અતિનિર્મળ સમ્યક્તી હોય તો પણ એ બળવાન્ કર્મ એની પાસે ચારિત્રથી વિપરીત 'વેપાર-ભોગ પ્રવૃત્તિ વગેરે કરાવે છે. જે સમ્યક્તી જીવોને
1. અહીં શબ્દશઃ વિવેચનકારે નીચે જણાવેલ જે વિવેચન કર્યું છે, તે ગાઢ અજ્ઞાનનો વિલાસ જાણવો.સમ્યગ્દષ્ટિજીવ ધારે તો બાહ્ય આચરણારૂપ ચારિત્ર ગ્રહણ કરી શકે, અને સર્વવિરતિનું પ્રત્યાખ્યાન પણ ધારે તો કરી શકે અને દઢ સંકલ્પ કરે તો ચારિત્રની બાહ્ય ઉચિત ક્રિયાઓ પણ કરી શકે, પરંતુ તે ક્રિયાથી નિષ્પાઘભાવોનાં પ્રતિબંધક કર્મો બળવાન હોય તો પોતે બાહ્યક્રિયાઓ કરીને પણ નિર્લેપતાની પરિણતિરૂપ ભાવચારિત્રને પ્રગટ કરી શકે તેમ નથી. આમ આ વિવેચનકાર જણાવે છે કે-બળવાન્ કર્મ હોવા છતાં જીવ ચારિત્રક્રિયા કરી શકે છે. માત્ર ભાવ પ્રગટતા નથી. જ્યારે ગ્રન્થકારે સ્પષ્ટ જણાવ્યું છે કે-બળવાન કર્મ જીવ પાસે ચારિત્રવિરોધી ક્રિયા કરાવે છે. આશ્ચર્ય એ છે કે આ જ વિવેચનકાર આગળ ૧૧મી ગાથાના વિવેચનમાં “આરંભાદિની ક્રિયા કરે છે' એમ જ જણાવે છે. વળી પ્રસ્તુતવિવેચનમાં તેઓ આગળ આવા મતલબનું જણાવે છે કે સમ્યત્વીજીવ એવું આંતરનિરીક્ષણ કરે છે કે ચારિત્રની ક્રિયા તો પોતે કરી શકે છે પણ એનાથી પરિણતિ પેદા નહીં થાય, ભગવદ્ભક્તિ આદિથી થશે. માટે ભગવદ્ભક્તિ આદિ કરે છે. સમ્યવાજીવ શું અતિશયિતજ્ઞાની હોય છે કે જેથી ભવિષ્યમાં શાનાથી પરિણતિ પેદા થશે ને શાનાથી નહીં થાય? એ એ જાણી શકે... ચારિત્રપાલન અને પ્રભુની દ્રવ્યપૂજા.. આ બેમાં ચારિત્રપરિણતિનું પ્રબળ કારણ શું પ્રભુની દ્રવ્યપૂજા છે કે જેથી ચારિત્રપાલનથી પણ નહીં થઈ શકનારી પરિણતિ માટે દ્રવ્યપૂજાદિ અનુષ્ઠાન એ સ્વીકારે. જો આવું હોય તો તો