________________
५००
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - २
भोगिकिन्नरगेयादिविषयाधिक्यमीयुषी ।
शुश्रूषाऽस्य न सुप्तेशकथाऽर्थविषयोपमा ।। २ ॥
भोगीति | भोगिनो = यौवन- वैदग्ध्य - कान्तासन्निधानवतः कामिनः किन्नरादीनां गायकविशेषाणां गेयादौ = गीतवर्णपरिवर्ताभ्यासकथाकथनादौ विषयः = श्रवणरसस्तस्मादाधिक्यं = अतिशयं (= भोगिकिन्नरगेयादिविषयाधिक्यं) ईयुषी = प्राप्तवती, किन्नरगेयादिजिनोक्त्योर्हेत्वोस्तुच्छत्वमहत्त्वाभ्यामतिभेदोपलम्भात्, अस्य = सम्यग्दृष्टेः शुश्रूषा भवति । न परं सुप्तेशस्य = सुप्तनृपस्य कथार्थविषयः सम्मुग्धकथार्थश्रवणाभिप्रायलक्षणस्तदुपमा = तत्सदृशी ( = सुप्तेशकथार्थविषयोपमा) असम्बद्धतत्तज्ज्ञानलवफलायास्तस्या दौर्विदग्ध्यबीजत्वात्
||૨||
ગાથાર્થ : કામી પુરુષને કિન્નરના ગેયાદિ સાંભળવાનો જેટલો રસ હોય એના કરતાં પણ શ્રવણરસ અધિક હોય એવી શુશ્રુષા આનેસમ્યગ્દષ્ટિને હોય છે. એ શુશ્રુષા સૂતેલા રાજાને કથાના અર્થશ્રવણ જેવી હોતી નથી.
ટીકાર્થ : યુવાન, વિચક્ષણ, પ્રિયાયુક્ત, કામીપુરુષને સુંદર ગાનારા કિન્નરાદિના ગીત, વર્ણપરિવર્ત, અભ્યાસ, કથાકથનાદિ ગેયમાં જે શ્રવણરસ હોય, તેના કરતાં આનેસમ્યગ્દષ્ટિને જિનવચનની શુશ્રુષા અધિક બળવાન હોય છે, કારણ કે એને કિન્નરના ગેયાદિરૂપ અને જિનવચનરૂપ હેતુમાં તુચ્છત્વ-મહત્ત્વના કારણે રહેલા અતિભેદનો ખ્યાલ હોય છે. પણ સમ્યક્ત્વીની આ શુશ્રુષા સૂતેલા રાજાને સંમુગ્ધકથાના અર્થશ્રવણની જેવી રુચિ હોય એવી નથી હોતી, કારણ કે તે તે અસમ્બદ્ધ જ્ઞાનાંશરૂપ ફળવાળી એ રુચિ તો દુર્વિદગ્ધપણાનું બીજ છે.
વિવેચન : એક તો કામીપુરુષ છે એટલે એને ગીતવગેરેની શ્રવણરુચિ હોય જ. વળી એ રુચિને વધારનારા યૌવન, વિચક્ષણતા અને પ્રિયાનું સાન્નિધ્ય.. આ ત્રણે પરિબળો હાજર છે. એટલે એ રુચિ વધીને ઉત્કર્ષ પામેલી જ હોય, (અર્થાપત્તિથી શારીરિક પીડા વગેરે કોઈ પ્રતિબંધક પરિબળ હાજર નથી.) આવા કામી પુરુષને ગીતવગેરેની જે શ્રવણરુચિ હોય, એના કરતાં પણ સમ્યક્ત્વી જીવને જિનવચનશ્રવણની રુચિ વધારે પ્રબળ હોય છે, કારણકે એ સમ્યક્ત્વી જીવ ગીતશ્રવણ અને જિનવચનશ્રવણ વચ્ચે રહેલા તફાવતને સુપેરે જાણતો હોય છે. કામીપુરુષને ગીતશ્રવણ માત્ર તત્ક્ષણ સુખ આપે છે, પણ પરિણામે દારુણ છે ને તેથી તુચ્છ છે. જ્યારે જિનવાણીશ્રવણ વર્તમાનમાં પણ આહ્લાદક છે, પરિણામે પણ અત્યંત હિતકર છે, ને તેથી મહાનુ છે. વળી ગીતશ્રવણ તો અનંતકાળમાં અનતંવાર કર્યું છે, જ્યારે જિનવાણીશ્રવણ તો અપૂર્વ છે, માટે પણ એની રુચિ વધારે પ્રબળ હોય છે.
અલબત્ સૂતેલા=સૂવામાટે આડા પડેલા રાજાને કથાશ્રવણની રુચિ હોય છે, કારણકે એમાં ચિત્ત પરોવાય તો રાજ્યચિંતાથી મન મુક્ત થવાથી નિદ્રા આવી શકે. જો કે રાજાને કથાશ્રવણનું મુખ્ય પ્રયોજન નિદ્રાપ્રાપ્તિ જ છે. અને તેથી નથી એ કથાપરથી કોઈ વિશેષ બોધ લેતો કે નથી કથાવસ્તુનું સળંગ અનુસંધાન કરતો... માત્ર રોજે રોજની કથાના વિષયનો છૂટો છવાયો બોધ કરે છે.. ને એ પણ કાળાન્તરે યાદ રહે કે નહીં.. કશી મહત્તા નહીં. કેટલાક શ્રોતાઓ જિનવચનોનું પણ આ રીતે જ શ્રવણ કરનારા હોય છે. ટૂચકા-કથા કે