________________
४९८
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३२ છે. અવિરત સમ્યક્તી જીવ હિંસાના પાપકરણની અવિરતિના એક અંશ માત્રથી એ પણ વિરામ પામ્યો હોતો નથી, માટે એને દેશથી પણ વિરતિ ન હોવાથી અવિરત કહેવાય છે.
આમ, અનંતાનુબંધીના વિપાકોદયના અભાવથી, અનંતબહુભાગ પાપ અકરણ રૂપ જે અનંત બહુભાગ વિરતિ આવે છે, તેને અનંતાનુબંધીનો ઉદય અટકાવતો હોવાથી એ ચારિત્ર મોહનીય છે, એ સ્પષ્ટ છે. તેમજ એના ઉદયથી અનંત બહુભાગ પાપનું કરણ હોવાથી અનંતગણો રસ બંધાય છે, માટે આ કષાયો અનંતાનુબંધી કહેવાય છે. આશય એ છે કે અનંતાનુબંધીનો ઉદય ન હોય તો ચારિત્ર મોહનીયનો રસ મધ્યમ દ્રિસ્થાનકથી વધારે બંધાતો નથી. પણ જો એ ઉદય હોય, તો તીવ્ર ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક ને ચતુઃસ્થાનિક રસ પણ બંધાય છે. આ બધો રસ મધ્યમ દ્રિસ્થાનિક રસ કરતાં અનંતગણો હોય છે, માટે આવો અનતંગુણ રસ બંધાવનારા હોવાથી આ કષાયો અનંતાનુબંધી કહેવાય છે. વળી આવા તીવ્ર રસના કારણે તેમજ અનુબંધના કારણે જીવ અનંતસંસાર સાથે જાણે કે જોડાય છે, માટે પણ એને અનંતાનુબંધી કહે છે એ જાણવું.
શંકા જો આ રીતે અવિરતસમ્યક્વીને પણ, પાપપક્ષપાત ન હોવાથી, દુનિયામાં થતા અનંતબહુભાગપાપની વિરતિ જ છે, તો દેશવિરતને પણ આ વિરતિ તો રહેવાની જ અને તો પછી, ૧૪ નિયમ ધારવા અંગે જે કહેવાય છે કે “જો તમે સચિત્તવગેરેનો નિયમ ન કરો, તો દુનિયામાં જે હજારો સચિત્ત ચીજો રોજ વપરાય છે એને તમે ન વાપરતા હો તો પણ તમને એ સચિત્તના ઉપભોગનું પાપ લાગે છે,” વગેરે... એ શી રીતે સંગત ઠરશે ?
સમાધાન : “તમે રાત્રી ભોજન ન કરતાં હો તો પણ જો તમે પ્રતિજ્ઞા લીધી ન હોય તો તમને રાત્રીભોજનનું પાપ લાગે જ છે' આવો વાક્યપ્રયોગ કેટલાક કરતા હોય છે, પણ આ વાક્યપ્રયોગ ગલત છે એ જાણવું. રાત્રીભોજન ન કરનારને રાત્રી ભોજનનું પાપ શી રીતે લાગી શકે ? હા, એના પચ્ચખ્ખાણ ન કર્યા હોય તો રાત્રીભોજનની અવિરતિ જે ઊભી છે, તનિમિત્તક પાપ જરૂર લાગે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આ ચાર કર્મબંધના કારણોમાંથી રાત્રીભોજન ન કરનારને તે કરવાની પ્રવૃત્તિરૂપ યોગ નથી, એટલે તજ્જન્ય પાપ નથી લાગતું. પણ પચ્ચષ્માણ કર્યું ન હોવાથી અવિરતિ છે. માટે અવિરતિજન્ય પાપ લાગે છે. અર્થાતું રાત્રી ભોજનનું નહીં, પણ રાત્રીભોજનની અવિરતિનું (કરણની અપેક્ષાનું) પાપ લાગે છે.
અવિરતસમ્યવી અને ઉપરના જીવોને પાપપક્ષપાત ન હોવાથી દુનિયાના અનંત બહુભાગ પાપની વિરતિ તો હોય જ છે. ૧૪ નિયમ અંગે જે ઉપરોક્ત વાત કહેવાય છે, તે અપુનબંધક જીવો અને અત્યંત મંદસમન્વી જીવો માટે જાણવી. આ જીવોને વિરતિ ન હોવાથી અવિરતિજન્ય પાપ લાગે જ છે. એટલે એનાથી બચવા તથા પાપાકરણની રૂચિ પ્રગટે-અભ્યાસ પડે, એ માટે ૧૪ નિયમ ધારવાના હોય છે. બાહ્ય દૃષ્ટિએ શ્રાવકપણું પાળનારા પણ બધા જ કાંઈ પાંચમું ગુણઠાણું પામી ગયા હોતા નથી. પરિણામની દૃષ્ટિએ તેઓ હજુ અપુનબંધક જ હોય એ પણ શક્ય છે. એવા જીવોને ૧૪ નિયમ ધારવા પાછળ આ બધા જ પ્રયોજનો છે. જેઓ નિર્મળ સમ્યક્ત કે એથી ઉપર પાંચમું ગુણઠાણું પણ પામી ગયા છે, એમને દુનિયામાં થતાં પાપોની અવિરતિના કારણે લાગતા પાપોથી બચવાનું પ્રયોજન ૧૪ નિયમ ધારવા પાછળ નથી. પણ જેમ સર્વવિરતને અવિરતિના પાપોથી બચવાનું પ્રયોજન હોતું નથી. (કારણ કે અવિરતિ જ નથી) ને તેમ છતાં વૃત્તિસંક્ષેપ વગેરે તપ માટે વિવિધ અભિગ્રહો હોય છે, એમ આ જીવોને પણ આવા તપના લાભમાટે ૧૪ નિયમ વગેરેના અભિગ્રહો જાણવા.