________________
४९६
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३२ કર્યો હોય, તો પણ એ સમયે બંધાયેલું કોઈ જ દલિક ૭૦ કો.કો. સાગરોપમકાળ સુધી આત્માપર ટકી શકતું નથી, એ પહેલાં જ બધું જ નિર્જરી જાય છે. અર્થાત્ “બંધાયેલા કર્મદલિકો આત્મા પર ૭૦ કો.કો. સાગરોપમ જેટલા ઉત્કૃષ્ટકાળ સુધી રહી શકે એવો બંધ હવે પછી જે જીવને ક્યારેય થવાનો નથી તે અપુનર્બન્ધકજીવ’ આવી વ્યાખ્યા કાર્મગ્રન્થિકોના મતે ફલિત થઈ શકે છે. એટલે સમ્યક્તથી ભ્રષ્ટ થયા પછી પણ મિથ્યાત્વે ૭૦ કો.કો નો બંધ થવા છતાં, એ બંધાયેલું અંશમાત્ર દલિક પણ એટલો કાળ આત્માપર તો ટકતું જ નથી. માટે અપુનર્બન્ધકત્વ અસંગત રહેતું નથી.
સપ્રસંગ એક અન્ય વાત-અહીં જે સ્થિતિકાળ કહ્યો, એ એક કો.કો. સાગરોપમ કરતાં પણ અમુક ચોક્કસ પ્રમાણમાં ઓછો થઈને અંતઃ કો.કો. થઈ જાય તો જીવ સમ્યક્ત પામે છે. વળી એમાં પલ્યોપમપૃથક્વનો ઘટાડો થાય ત્યારે જીવ દેશવિરતિ પામે છે. એટલે દેવલોકમાં સમ્યક્તની અંતઃ કો.કો. સત્તા થયા પછી કાળક્રમે સત્તા ઘટતાં ઘટતાં લાખો પલ્યોપમ કે બે પાંચ સાગરોપમ ઘટવા છતાં આ સ્થિતિકાળ તો ઘટતો ન હોવાથી દેશવિરતિગુણઠાણું પામી જવાનો પ્રશ્ન આવતો નથી.
શંકા અનંતાનુબંધી ચારને અહીં ચારિત્રમોહનીય તરીકે કહ્યા છે. તો અન્યત્રગ્રન્થમાં એને દર્શનસપ્તકમાં કેમ ગણ્યા છે ? એ સમ્યક્તના ઘાતક કઈ રીતે બને છે?
સમાધાન : અનંતાનુબધી ચારનો સંક્રમ અપ્રત્યાખ્યાનાવરણીય વગેરે અન્ય ચારિત્રમોહનીય સાથે પરસ્પર છે, પણ મિથ્યાત્વમોહનીય વગેરે દર્શનમોહનીય સાથે નથી, માટે એ છે તો ચારિત્રમોહનીય જ. તેમ છતાં એ પરંપરાએ સમ્યક્ત ઘાતક પણ છે. કોઈપણ કષાયનો તીવ્ર ઉદય અનંતાનુબંધીની સહાયતા વિના શક્ય નથી. વળી બીજે ગુણઠાણેથી લઈને ચારિત્ર મોહનીયનો ઉદય મધ્યમ દ્રિસ્થાનિક રસથી વધુ હોતો નથી. એટલે કષાયની તીવ્રતા માટે જીવે મિથ્યાત્વે આવવું જ પડે છે. અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિમાં અનંતાનુબંધી ક્રોધાદિનો
ળવાથી જીવ મિથ્યાત્વે ગયા વિના રહેતો નથી, ને તેથી સમ્યત્વનો ઘાત થયા વિના રહેતો નથી. આમ અનંતાનુબંધી કષાયો પરંપરાએ સમ્યક્તના ઘાતક છે. એટલે જ એને દર્શનસપ્તકમાં પણ ગણવામાં આવે છે. વળી અનંતાનુબંધીના ક્ષય બાદ જ દર્શન મોહનીયનો ક્ષય થાય છે. માટે પણ એને દર્શનસપ્તકમાં ગણ્યા છે.
શંકા ? અનંતાનુબંધીને દર્શનસપ્તકમાં કેમ ગણવામાં આવે છે એ તો સમજાયું. પણ એને ચારિત્ર મોહનીયમાં કેમ ગણ્યા છે ? એ કયા ચારિત્રનો ઘાત કરે છે ?
સમાધાન : ચારિત્ર એ પાપમુકરણરૂપ છે. માટે પાપકરણ એ ચારિત્રનો પ્રતિપક્ષ છે. વળી પાપકરણ મન-વચન-કાયાથી કરણ-કરાવણ-અનુમોદન રૂપ હોય છે. અનંતાનુબંધીના ઉદયવાળો જીવ પાપનાં પક્ષપાતને છોડી શકતો નથી... જેને અનંતાનુબંધીનો વિપાકોદય નથી, પણ ક્ષયોપશમ છે એવા જીવને કરણરૂપે માત્ર પોતે જે આરંભ-સમારંભાદિ કરતો હોય, એટલા પાપ, કરાવણરૂપે પોતાના આશ્રિત વગેરે પાસે જે કરાવે તે પાપ, તેમજ અનુમોદનરૂપે પણ વધુમાં વધુ આ કરણ-કરાવણનાં જે પાપ હોય તેનું જ અનુમોદન (સંમતિ) હોય છે, અન્યનાં પાપની નહીં, કારણ કે પાપનો પક્ષપાત નથી. (સમ્યક્ત જેમ જેમ નિર્મળ થતું જાય તેમ તેમ આ અનુમોદન પણ ઘટતું આવે છે). અનંતાનુબંધીના ઉદયવાળા જીવને=મિથ્યાત્વીને પાપનો પક્ષપાત હોવાથી વિશ્વમાં અનંતાનંત સંસારીજીવોથી થતાં પાપોમાં સંમતિ (અનુમતિ=અનુમોદના) હોય છે. પોતાનું કરણકરાવણ-અનમોદનરૂપ પાપ અનંતમા ભાગે હોય છે ને આ વિશ્વના બધા જીવોના પાપોની અનુમોદનારૂપ પાપ એના કરતાં અનંતગણું. અનંતબહુભાગ હોય છે. એ સ્પષ્ટ રીતે સમજાય એવું છે. અનંતાનુબંધી કષાયનો