Book Title: Dwatrinshad Dwatrinshika Part 02
Author(s): Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 263
________________ ४९४ अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३२ ઉપદેશપદમાં વરમપુનપરાવર્તનક્ષતુ તથાભવ્યત્વરિપાવતો વીનાથાનોમેવોષવુિ પ્રવર્તમાનેષુ ચાર છાત રૂતિ | નિર્વિવાર: પુનરપુનર્વપ્રકૃતિઃ I (અર્થ : ચરમપુગલપરાવર્ત તથાભવ્યત્વના પરિપાકથી બીજાપાનઉદ્દભેદ-પોષણાદિ પ્રવર્તવામાં કાળ બને પણ ખરો. વળી કાળ એટલે અપુનર્બન્ધકવગેરે અવસર.) એમ જણાવ્યું છે. આ બન્ને અધિકારને વિચારતાં જણાય છે કે ચરમાવર્ત નિયમ કાળ=અવસર બની જ જાય એવું છે નહીં. ઉત્તર : આ વાતો યોગબીજનું ઉપાદાન, ધર્મનું શ્રવણ-આચરણ વગેરે માટે છે. ચરમાવર્ત પ્રવેશઅવસરે જીવ એકેન્દ્રિયાદિમાં હોય તો આ ન પણ થાય. છતાં એ અપુનર્બન્ધક તો બની જ જાય છે, કારણકે અપુનર્બન્ધત્વ એ કાળક્રમે થતી જીવની આંતરિક યોગ્યતા છે, એમાં એકેન્દ્રિયપણું વગેરે કશું પ્રતિબંધક નથી. પ્રશનઃ આવી કલ્પના કરવી એના કરતાં જેવું સમ્યક્ત માટે એવું અપુનર્બન્ધક માટે માની લઈએ તો? આશય એ છે કે સમ્યક્ત માટે દેશોનઅર્ધપુદ્ગલ પરાવર્ત કાળ કહ્યો છે એનો અર્થ વહેલામાં વહેલું એ કાળે પામી શકે. પણ પામે જ એવું નથી. એ પછી પણ પામી શકે યાવત્ ચરમભવમાં પણ પામી શકે. એમ અપુનર્બન્ધકત્વ વહેલામાં વહેલું ચરમાવર્તપ્રવેશે પામી શકે. પણ પામી જ જાય એવું નહીં. ઉત્તર ઃ અપુનર્બન્ધકત્વની પ્રાપ્તિમાં મુખ્ય ભાગ કાળનો જ હોય છે, જ્યારે સમ્યક્તની પ્રાપ્તિમાં એ કાળનો હોતો નથી. દેશોનઅર્ધપુદ્ગલપરાવર્તકાળ જે કહેવાય છે, એ માત્ર એક વાસ્તવિકતા જણાવવા માટે. નહીંતર તો, નવનીતાહિક (યોગબિંદુ-૯૯) વગેરરૂપે ચરમાવર્તની પ્રશંસા શાસ્ત્રોમાં જેમ જોવા મળે છે, એમ દેશોનઅર્ધપુદ્ગલપરાવર્તકાળની પ્રશંસા પણ જોવા મળતી હોત. પણ એ ક્યાંય જોવા મળતી નથી. એમ, યોગદૃષ્ટિસમુચ્ચય (૩૨)માં, ચરમાવર્તમાં રહેલા જીવના દુઃખી જીવોપર અત્યંત દયા વગેરે ગુણો કહ્યા છે. પણ એમ દેશોનઅર્ધપુદ્ગલપરાવર્તમાં રહેલા જીવના ગુણો ક્યાંય દર્શાવ્યા નથી. (સમ્યક્તના દર્શાવ્યા હોય એ અલગ વાત છે.) આ તફાવતને સૂક્ષ્મતાથી વિચારશો તો નિઃશંક સમજાશે કે ચરમાવર્તનો જ એ પ્રભાવ છે કે એ આવવા માત્રથી જીવ અપુનર્બન્ધક બની જાય છે. શંકા ? આ બધી વાતો તો બરાબર. છતાં ચરમાવર્તપ્રવેશથી અપુનર્બન્ધક થવાની યોગ્યતા બધા પામી જાય.. પણ અપુનર્બન્ધકપણું કોઈક ત્યારે પામે, કોઈક કાળાન્તરે પામે... યાવતુ કોઈક તો ચરમભવમાં જ પામે એવું પણ બને. ચરમાવર્તપ્રવેશે જ બધા જ અપુનર્બન્ધક બની જાય એવું માનવા મન કેવી રીતે તૈયાર થાય? સમાધાન: “મારે શાસ્ત્રવચનો પરથી વાસ્તવિકતાનો નિર્ણય કરવો છે, મારી બુદ્ધિ પરથી નહીં.' આવો નિર્ણય કરશો તો જરૂર આ માનવા મન તૈયાર થઈ જશે. તે આ રીતે-ચરમાવર્તપ્રવેશથી આ યોગ્યતા આવે છે. તો સહજમળ એવો ને એવો અકબંધ રહેવા છતાં આ યોગ્યતા આવી કે એ ઘટવા પર આવી ? જો એવો ને એવો રહેવા છતાં આવતી હોય, તો તો અચરમાવર્તમાં પણ આ યોગ્યતા માનવી પડવાથી શાસ્ત્રકારોએ ચરમાવર્તના અને ચરમાવર્તમાં રહેલા જીવના ગુણ ગાયા છે એ અસંગત ઠરી જશે. એટલે સહજમળ ઘટવાથી એ આવી એવો બીજો વિકલ્પ જો કહેશો તો તો યોગ્યતા શું? અપુનર્બન્ધકપણું જ આવી ગયેલું માનવું પડશે, કારણ કે મના પિ તવૃત્તો તચાપુનર્વશ્વવત્વમેવ (=સહજ મળ થોડો પણ ઓછો થાય એટલે જીવ અપુનર્બન્ધક જ બની જાય) એવું આ બત્રીશીમાં તથા અન્ય ગ્રન્થમાં પણ સ્પષ્ટ રીતે કહ્યું જ છે. એટલે ચરમાવર્તપ્રવેશથી જ જીવ અપુનર્બન્ધક બની જાય છે. અર્થાત્ ચરમાવર્તિમાં ૭૦ કોકો. સ્થિતિબંધ હોતો નથી. કાર્મગ્રન્થિક મતે આનો અર્થ આવો સમજવો જોઈએ. આ માટે સંક્ષેપમાં સ્થિતિબંધની પ્રક્રિયા

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314