________________
४९५
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ સમજીએ. જીવ જ્યારે મોહનીયકર્મની ૭૦ કો.કો. સ્થિતિ બાંધે છે, ત્યારે એવું નથી બનતું કે જેટલું દલિક બંધાય છે તે બધું જ ૭૦ કો.કો. સ્થિતિવાળું હોય. પણ બધ્યમાન દલિકના વિભાગ થઈ જાય છે. આ વિભાગ કાળના આધારે થાય છે. બંધસમયથી કેટલા કાળ બાદ ઉદયમાં આવે એ કાળ અહીં આધાર છે. આમાં બંધસમયે, પછીના સમયે, એના પછીના સમયે. ઉદયમાં આવી શકે એવા કોઈ વિભાગ તૈયાર થતા નથી. યાવતુ ૭૦૦૦વર્ષે ઉદય પામી શકે એવો કોઈ વિભાગ બનતો નથી. બંધાતા (બધ્યમાન) દલિકમાંથી આવા કોઈ વિભાગ તૈયાર ન થવા એ અબાધાકાળ કહેવાય છે. આમાં, ૭૦ કો.કો. સાગરોપમે ૭000વર્ષની અબાધા, ૪૦ કો.કો. સાગરોપમ બંધે ૪૦૦૦વર્ષની અબાધા. ૩૦ કો.કો. સાગરોપમે ૩000વર્ષની અબાધા.. આ રીતે સર્વત્ર પ્રમાણ જાણવું, એટલે ૭૦ કો.કો. સાગરોપમબંધે બંધસમયથી લઈને ૭૦૦૦વર્ષના જેટલા સમયો હોય એટલા વિભાગ તૈયાર થતા નથી. પણ ત્યારબાદ ૭૦૦૦વર્ષ-૧સમય, ૭૦૦૦વર્ષ-રસમય. આ રીતના ઠેઠ ૭૦ કો.કો. સાગરોપમ સુધીના નિરંતર બધા જ વિભાગો બંધસમયે જ તૈયાર થઈ જાય છે. એટલે કે ૭૦ કો.કો. સાગરોપમના સમયોમાંથી ૭૦૦૦ વર્ષના સમયોને બાદ કરવાથી જે જવાબ આવે એટલા વિભાગો તૈયાર થાય છે. આ દરેક વિભાગને નિષેક કહેવાય છે, ને આ રીતે વિભાગીકરણ થવું એ નિષેકરચના કહેવાય છે. તે તે સમયે બંધાતા દલિકોમાં રચાતા છેલ્લા નિષેકને ઉદયમાં આવવાનો ૭૦ કો.કો. સાગરોપમ વગેરે જે કાળ હોય, તે, તે સમયે થયેલો સ્થિતિબંધ કહેવાય છે. આ સ્થિતિબંધ ઉત્કૃષ્ટથી દર્શનમોહનીયમાં ૭૦ કો.કો, ચારિત્રમોહનીયમાં ૪૦ કો.કો, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાયમાં ૩૦ કો.કો. અને નામગોત્રમાં ૨૦ કો.કો. સાગરોપમ મળે છે. એકેન્દ્રિયમાં ભવસ્વભાવે કષાયોનું જોર ઘણું ઓછું હોવાથી એ ૧ સાગરોપમ, ૪/૭ સાગરોપમ વગેરે હોય છે. આમ, બંધસમયે રચાતા નિકોમાંના પ્રથમનિષેકની સ્થિતિમાંથી ૧ સમય બાદ કરતાં અબાધાકાળ આવે, અને ચરમનિષેકની સ્થિતિ એ સ્થિતિબંધ કહેવાય છે.
હવે, બંધસમયે જે નિષેકની સ્થિતિ નક્કી થઇ હોય, તે જ સમયે તે નિષેક ઉદયમાં આવે એવો નિયમ હોતો નથી. કારણકે એ ઉદયમાં આવવા પૂર્વે ઉદ્વર્તના-અપવર્તના-ઉદીરણા વગેરે અનેક પ્રક્રિયાઓ સંભવિત હોય છે. અભવ્યાદિ જીવો નામ-ગોત્રાદિ કર્મોનો સ્થિતિબંધ ૨૦ કો.કો. સાગરોપમ વગેરે જ હોવા છતાં, એમાંના કેટલાક દલિકોને આમાંની ઉદ્વર્તનાની પ્રક્રિયા દ્વારા ૭૦ કો.કો. સાગરોપમ સુધી પહોંચાડી દે છે. એ જ રીતે એકેન્દ્રિયપણામાં માત્ર એક સાગરોપમ સ્થિતિબંધ હોવા છતાં એ બંધમાંના કેટલાંક દલિકોને ફરી ફરી ઉદ્વર્તન કરીને ૭૦ કો.કો. સાગરોપમ સુધી પહોંચાડે છે. એટલે કે એ દલિક બંધસમયથી ઠેઠ ૭૦ કો.કો. સાગરોપમ કાળ સુધી આત્માપર રહ્યું ને છેલ્લે ખરી પડ્યું.
શંકા : ૭૦ કો.કો. કાળ પછી પણ ઉદ્વર્તન કરીને એ દલિકને આગળ લઈ જઈ શકે ને ?
સમાધાનઃ ના. કોઈપણ દલિક બંધ સમયથી લઈને ૭૦ કો.કો. સાગરોપમથી વધુ કાળ સુધી ક્યારેય રહી શકતું નથી. છેવટે એ કાળે તો એને ઉદયમાં આવી જ જવું પડે છે.
કર્મદલિકને આ રીતે આત્માપર રહેવાના કાળને સ્થિતિકાળ કહીએ તો એ આયુષ્ય સિવાયના સાત કર્મોમાં અનાદિકાળથી બધાનો એક સમાન ૭૦ કો.કો. સાગરોપમ જ હોય છે, ભલે ઉત્કૃષ્ટસ્થિતિબંધ ઓછો પણ હોય.
કાર્મગ્રન્થિકોનું કહેવું એમ છે કે અચરમાવર્તિમાં તો બધા જીવોને આ સ્થિતિકાળ ૭૦ કો.કો. હોય છે. પણ ચરમાવર્તપ્રવેશથી હવે આ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ મળી શકતો નથી. તીવ્રકષાયાવિષ્ટ થઈને ૭૦ કો.કો. સ્થિતિબંધ