________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४९३
આમ પ્રતિઆવર્ત કેટલો મલહ્રાસ થવો એ નિશ્ચિત થવામાં તથાભવ્યત્વ જરૂ૨ ભાગ ભજવે છે. પણ એ પ્રમાણે એ મલહ્રાસ શરુ થયા પછી અલ્પમલત્વની ભૂમિકા તો કાળક્રમે જ આવી જાય છે. એમાં પછી બીજા કોઈ પરિબળની અપેક્ષા હોતી નથી. સહજમળ ૯૯ કરોડ જેટલો ઘટીને ૧ કરોડ જેટલો જ બાકી રહેવો એ જ તથાભવ્યત્વનો પાક છે. ને એ આપણે જોયું એ પ્રમાણે માત્ર કાળસાધ્ય છે. એટલે જ ષોડશકજીમાં લખ્યું છે કે તે (=ચરમાવર્ત) કાળથી જ થાય છે.
વળી વિંશતિવિંશિકા (૪-૭)માં શ્રી હરિભદ્રસૂરિમહારાજ જણાવે છેકે-આ સહજમળનો તે રીતે પરિક્ષય થવાથી, તથા કંઈક એ બાકી રહે ત્યારે આ ચરમાવર્ત શરુ થાય છે. આ બન્ને અધિકારોનું અનુસંધાન કરવાથી સ્પષ્ટ છે કે ચરમાવર્ત અને અલ્પમલત્વ એ બન્ને કાળસાધ્ય છે. વળી પ્રસ્તુત બત્રીશીગ્રન્થના મનાપિ ફ્રિ ત્રિવૃત્તો તસ્યાપુનર્વન્ધત્વમેવ ચાવિતિ (તત્રિવૃત્તૌ-મત્તનિવૃત્તો) આ વિધાનને જોડતાં એ પણ સ્પષ્ટ જ છે કે અપુનર્બન્ધકત્વ આ બેની સાથે જ સંપન્ન થઈ જાય છે.
આમ, નક્કી થયું કે ચ૨માવર્તપ્રવેશે જ તથાભવ્યત્વપાક થવાથી મનાક્ માધુર્ય સિદ્ધ થાય છે. એટલે જ યોગદૃષ્ટિની પ્રસ્તુત ૨૪મી ગાથા-વૃત્તિમાં નિયમાત્ શબ્દ રહ્યો છે. અને એનું વિવેચન કરતા આવું જણાવ્યું છે } संशुद्धमेतज्जिनेषु कुशलादिचित्तं नियमाद् = नियमेन तथाभव्यत्वपाकभावेन कर्मणा तथा, अन्यदा संशुद्धवदसंशुद्धानुपपत्तेः । અર્થ- આ શ્રી જિનેશ્વરદેવો પ્રત્યે કુશળચિત્ત વગેરે યોગબીજ નિયમા તથાભવ્યત્વનો પાક થવારૂપ ક્રિયાથી તથા=સંશુદ્ધ હોય છે, કારણકે અન્યકાળે બીજ સંશુદ્ધ હોવું જેમ અસંગત છે, એમ ચ૨માવર્તમાં એ અસંશુદ્ધ હોવું અસંગત છે. એટલે ચરમાવર્તમાં એ અસંશુદ્ધ હોય શકે જ નહીં.. તેથી તથાભવ્યત્વપાક વગેરે ચ૨માવર્તપ્રવેશથી જ માનવા જરૂરી છે.
અહીં મળહ્રાસ અંગે ઉપર જે કલ્પના આપી છે, તે વિંશતિવિંશિકા(૪-૭)માં મળનો ક્ષય થતાં થતાં કંઇક બાકી રહે ત્યારે.. આવું અને યોગદૃષ્ટિસમુચ્ચય (૩૦)માં તમાવમને ક્ષીળે પ્રભૂતે ખાયતે રૃમ્ (=ભાવમળ પુષ્કળ ક્ષીણ થયે આ થાય છે) આવું જે જણાવ્યું છે એને અનુસરીને જાણવી..
પણ પ્રસ્તુત બત્રીશીમાં (૧૪/૫ની ટીકામાં) મનાપિ ફ્રિ ત્રિવૃત્તો તસ્યાપુનર્વન્ધત્વમેવ વિતિ આવું જે જણાવ્યું છે તેને અનુસરવું હોય તો કલ્પના બદલવી પડશે, કારણકે આને અનુસરીને તો સહજમળનો (નોંધપાત્ર હોય એવો) થોડો પણ હ્રાસ થવામાત્રથી અપુનર્બન્ધકત્વ-ચ૨માવર્ત માનવા પડે છે. એટલે કે એક અબજપાવરના મળમાંથી બહુ જ નાનો ભાગ કાળક્રમે હ્રાસ પામે છે, ને બાકીનો બહુ મોટોભાગ ચરમાવર્તમાં જ જીવ સ્વપુરુષાર્થથી હ્રાસ કરે છે.
અથવા આ બેનો સમન્વય આવો વિચારી શકાય - જેમ ૭૦ કો.કો. થી ૧ કો.કો.માં ઘટાડો ઘણો છે, પણ ગુણપ્રાપ્તિ ન હોવાથી એની મહત્તા નથી. પણ પછી ૧ કો.કો.માં અમુક ઘટાડો થાય એટલે ચરમયથાપ્રવૃત્તકરણ વગેરે પ્રાપ્ત થાય છે. એમ અન્ય આવર્તોમાં ધારો કે ૧૦૦ પરથી ૧ પર આવે છે. છતાં ગુણપ્રાપ્તિ ન હોવાથી મૂલ્યહીન છે. પણ પછી ૧માં થોડો પણ ઘટાડો થાય ને અપુનર્જન્મકત્વ આવે છે.
પ્રશ્ન : વિંશતિવિંશિકા (૧૯/૪)માં ઝરમરિયલું ાતો મવવાનાતમો મળિો । રિમો ૩ ધમ્મનુવળાતો (અર્થ : અચરમાવર્તોમાં કાળ ભવબાળકાળ કહ્યો છે. ચરમાવર્ત તો ધર્મયૌવન કાળ કહ્યો છે.) અને પછી આગળ તા વીનપુવાનો નેો મવવાળાન વેદ ડ્યૂરોહ ધર્મીનુબળાનો (અર્થ : તેથી બીજ પૂર્વનો કાળ ભવબાળકાળ જ જાણવો, અને અન્ય-બીજ પ્રાપ્તિ પછીનો કાળ ધર્મયૌવનકાળ જાણવો.) આમ જણાવ્યું છે.