________________
४९२
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३२ (૧) પ્રદીર્ઘભવસદ્ભાવ... સંસારકાળ ઘણો લાંબો હોવો અપુનર્બન્ધકને તો સિદ્ધિનો આસન્નભાવ કહ્યો છે. (૨) માલિત્યાતિશય સહજમળની પ્રચુરતા. અપુનર્બન્ધક તો મળનો હ્રાસ-અલ્પમલત્વ થવા પર બનાય છે. અને (૩) અતત્ત્વનો અભિનિવેશ... અપુનર્બન્ધકને તો બત્રીશી વગેરેમાં વિનિવૃત્તઆગ્રહવાળો કહ્યો છે. એટલે જણાય છે કે ચરમાવર્તમાં પણ પ્રદીર્ઘભવસદ્ભાવાદિ ધરાવનાર જીવ અપુનર્બન્ધક હોતો નથી.
ઉત્તર : ધન્ય છે તમારી શાસ્ત્રપંક્તિઓનો અર્થ કરવાની પ્રતિભાને ! કારણકે આ કારણો તો અન્ય=અચરમપુદ્ગલાવર્તમાં રહેલા જીવોને યોગ ન હોવામાં દર્શાવ્યા છે. ને એ જીવોને તો હું પણ ક્યાં અપુનર્બન્ધક કહું છું ..?
શંકા: ચરમાવર્તમાં પણ ઉક્તગુણવિકલને એનો નિષેધ કર્યો જ છે ને !
સમાધાન પ્રદીર્ઘભવસદ્ભાવ વગેરે ગુણો છે કે દોષ? વાસ્તવિકતા એ છે કે યોગબિન્દુમાં આની પૂર્વેની ૭રમી ગાથામાં એમ જણાવ્યું છે કે ચરમાવતમાં જે શુક્લપાક્ષિક છે, ભિન્નગ્રન્થિ છે અને ચરિત્રી છે એને જ અધ્યાત્મયોગ કહ્યો છે. એટલે પ્રસ્તુતમાં જે ઉક્તગુણવિકલ ભવ્ય કહ્યો છે, તે આ શુક્લપાક્ષિકત્વ વગેરે ગુણવિકલ સમજવાનો છે. ચરમાવર્તના પ્રથમ અર્ધભાગમાં આ ગુણો નથી જ હોતા. પણ તેથી અપુનર્બન્ધત્વનો કાંઈ નિષેધ થઈ શકતો નથી.
પ્રશ્નઃ યોગદૃષ્ટિસમુચ્ચયની ૨૪મી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે કે – શરમાવર્તમાં તથાભવ્યત્વના પાકથી મિથ્યાત્વની કટુતા નિવૃત્ત થવાથી કંઈક માધુર્ય સિદ્ધ થાય છે. આ કંઈક માધુર્યની સિદ્ધિ એ અપુનર્બન્ધકત્વને જણાવે છે. કારણકે થોડો પણ મલ નિવૃત્ત થવા પર જીવ અપુનર્બન્ધક બની જાય છે, એ આ જ બત્રીશીમાં પાંચમી ગાથાની વૃત્તિમાં કહેલ છે. આનો અર્થ સ્પષ્ટ છે કે ચરમાવર્તમાં પણ જ્યારે તથાભવ્યત્વનો પાક થાય ત્યારે જ અપુનર્બન્ધકપણું પ્રાપ્ત થાય છે. આ પાક કોઈને ચરમાવર્ત પ્રવેશ થાય છે તો કોઈકને ત્યારબાદ યાવતું કોઈકને ચરમભાવમાં પણ થઈ શકે છે.
ઉત્તર : આ તથાભવ્યત્વનો પાક શાનાથી થાય ? પુરુષાર્થથી થાય એમ તો માની શકાતું નથી. કારણકે અપુનર્બન્ધકત્વપૂર્વનો પુરુષાર્થ અકિંચિત્કર હોય છે. એટલે કાળ પસાર થવાથી આ પાક થાય એમ માનવું પડે છે. અને આ યોગ્ય પણ છે જ. કારણકે એ જ અધિકારમાં આવું જણાવ્યું છે કે આ પગલાવર્તા અનાદિસંસારમાં તથાભવ્યત્વથી આક્ષિપ્ત કોઈને કેટલા પણ હોય છે. આના પર વિચાર કરીએ. અવ્યવહારરાશિમાં તો પ્રત્યેક જીવના અનંતાનંત પુદ્ગલાવર્સો વિતી ગયા હોય છે. વ્યવહારરાશિપ્રવેશબાદ કોઈને કેટલાયે હોય. એ કેટલા હોય એ એના તથાભવ્યત્વને આધીન હોય છે. આપણે પૂર્વે જોઈ ગયા છીએ કે વ્યવહારરાશિપ્રવેશથી મલહાસ શરુ થાય છે. આપણે એક કલ્પના કરીએ.. દરેક જીવને અનાદિકાળથી ૧ અબજ પાવરનો સહજમલ હોય છે. વ્યવહારાશિપ્રવેશ સુધી એ એવો ને એવો અકબંધ રહે છે. એ પ્રવેશથી મલહાસ શરુ થાય છે, ને જ્યારે એ ૯૯ કરોડ પાવર જેટલો ઘટી જાય અને એક કરોડ પાવર જેટલો બાકી રહે ત્યારે અલ્પમલત્વભૂમિકા કહેવાય. ત્યારે ચરમાવર્તપ્રવેશ થાય. હવે એક જીવનું તથાભવ્યત્વ એવું છે કે વ્યવહારરાશિમાં એને ૯૯૦૧ પુદ્ગલાવર્ત સંસાર છે. તો ચરમાવર્ત બાદ કરતાં ૯૯૦૦ પગલાવર્ત રહેશે. તેથી ૯૯ કરોડ૯૯૦૦=૧ લાખ.. પ્રતિ આવર્ત લગભગ ૧-૧ લાખ જેટલો મલહ્માસ એને થશે. કોઈ અન્યજીવનું તથાભવ્યત્વ એવું છે કે એને ૯૯૦૦૧ પુદ્ગલાવર્તે છે. તો એ જીવને પ્રતિઆવર્ત ૯૯ કરોડ+૯૯OO૦=૧૦ હજાર=૧૦ હજાર પાવરનો મલહાસ થશે.