________________
४९०
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३२ च परमानन्दस्य = प्रशमसुखस्य कारणं (=परमानन्दकारणम्) । अनेकस्वरूपाभ्युपगमे ह्यपुनर्बन्धकस्य किमप्यनुष्ठानं कस्यामप्यवस्थायां प्रशान्तवाहितां सम्पादयतीति । तदुक्तं- “अपुनर्बन्धकस्यैवं सम्यग्नीत्योपपद्यते । તત્તન્નોત્તમfઉત્તમવસ્થામે સંશ્રયાત્ II” (ચોવિંનું ર9) રૂતિ || રૂરી
/ રૂતિ પુનર્વત્રિશા || 9 માટે કે અપુનર્બન્ધકને અનેકસ્વરૂપવાળો માનેલો હોવાથી કોઈપણ અવસ્થામાં કોઈપણ અનુષ્ઠાન પ્રશાંતવાહિતાનું સંપાદન કરી શકે છે. આ વાત યોગબિંદુ (૨૫૧)માં કહી છે. આ રીતે અપુનર્બન્ધક જીવને, અવસ્થાભેદનો આશ્રય કરીને તે તે શાસ્ત્રમાં કહેલું બધું અનુષ્ઠાન શુદ્ધયુક્તિસ્વરૂપ સમ્યગુનીતિથી ઘટે છે.
(૧) કારમી વિષયેચ્છા અને એનો પ્રયોજક “સુખ તો પૌલિક જ હોય” એવો તીવ્ર કદાગ્રહ.. એ અહીં અસદ્ગહ છે. ચરમાવર્તપ્રવેશે એ દૂર થયો હોવાથી તો જીવ અપુનર્બન્ધક બન્યો હોય છે. માટે અસદૂગ્રહ હોતો નથી. વળી મોક્ષના સ્વરૂપનો બોધ મળવાપર એ મેળવવાની ઇચ્છા જાગ્રત થઇ છે. આ સગ્ગહ છે. આવા અવસરે એ જીવ જો કોઈ એવા દર્શનમાં રહ્યો હોય કે જે એને “ભૃગુપાતાદિથી મોક્ષ થાય છે આવું સમજાવે છે, તો એ જીવ ભૃગુપાતાદિ વિષયશુદ્ધઅનુષ્ઠાન કરે છે. એમાં ગર્ભિત રીતે રહેલી મોક્ષની ઇચ્છા, તથા પ્રાણાંતકષ્ટ કરતાં પણ મોક્ષનું કરેલું અધિક મૂલ્યાંકન.. જીવને પ્રશમસુખનું-પ્રશાંતવાહિતાનું કારણ બની શકે છે. જે અપુનર્બન્ધક જીવ સુગતાદિ દર્શનમાં રહ્યો છે, એને યમનિયમાદિસ્વરૂપનો બોધ છે ને એ માટેનો ઉદ્યમ છે, તેથી એનું અનુષ્ઠાન સ્વરૂપશુદ્ધ બને છે. મોક્ષની ઇચ્છા ને સાથે અનુષ્ઠાનની નિરવઘતા એને પ્રશાંતવાહિતાનું કારણ બનાવે છે. પણ જે અપુનર્બન્ધક જૈનશાસનને પામ્યો છે, એ અન્યધર્મની વાત સાંભળીને ભૃગુપાતાદિ કરે તો એના માટે એ ભૃગુપાતાદિ પ્રશાંતવાહિતાનું કારણ બની શકે નહીં, એ ધ્યાનમાં રાખવું. ૩રા.
પ્રશન: મોહનીયકર્મનો તીવ્રકષાય પ્રયુક્ત ઉત્કૃષ્ટસ્થિતિબંધ જે જીવ હવે પછી ક્યારેય કરવાનો નથી એ અપુનર્બન્ધક છે. મરુદેવામાતાએ તો ક્યારેય આવો બંધ કર્યો જ નથી. તો શું એ જીવને અનાદિકાળથી અપુનર્બન્ધક માનવાનો ? વળી ચરમાવર્તપ્રવેશથી તો બધા જીવો અપુનર્બન્ધક છે. પણ એ પૂર્વે પણ છેલ્લાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ પછી જે જીવે એકેન્દ્રિયાદિ ભવોમાં ચરમાવર્તપ્રવેશપૂર્વે અનંતકાળ વિતાવ્યો છે, એ જીવને એ અનંતકાળમાં શું અપુનર્બન્ધક કહેશો? કારણકે એકેન્દ્રિયાદિભવોમાં ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંભવતો હોતો નથી, ને પછી તો એ ચરમાવર્તમાં પ્રવેશી જવાથી ક્યારેય કરવાનો નથી.
ઉત્તર : “પુનઃ ઉત્કૃષ્ટસ્થિતિબંધકત્વાભાવ=હવે પછી ક્યારેય ઉત્કૃષ્ટસ્થિતિબંધ ન કરે તે અપુનર્બન્ધક આ અપુનર્બન્ધક શબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત છે. જ્યારે “ક્ષુદ્રતાદિદોષાપગમ= ભવાભિનંદીજીવોના ક્ષુદ્રતાદિદોષો દૂર થઈ ગયા હોય એ અપુનર્બન્ધક’ આ એનું પ્રવૃત્તિનિમિત્ત છે.
વ્યવહારરાશિપ્રવેશથી કાળક્રમે પ્રતિ આવર્ત મળહાસ થતાં થતાં ચરમાવર્તપ્રવેશે અલ્પમલત્વભૂમિકા આવે છે.. ને એ આવતાંની સાથે જ મુક્તિષ-તીવ્રભવાભિમ્પંગ-ભવાભિનંદીપણું. રવાના થાય છે ને જીવ અપુનર્બન્ધક બને છે, પછી ભલે એ વખતે જીવ સંક્ષીપંચેન્દ્રિય હોય કે એકેન્દ્રિયદિ હોય. એ પૂર્વના કાળમાં એકેન્દ્રિયાદિભવના કારણે જીવ ઉત્કૃષ્ટસ્થિતિબંધ ન કરતો હોય તો પણ, આ અલ્પમલત્વભૂમિકા આવી ન હોવાથી અપુનર્બન્ધક કહેવાતો નથી. એટલે મરુદેવા માતાના જીવને પણ જ્યારથી ચરમાવર્તપ્રવેશ થયો હશે ત્યારથી જ અપુનર્બન્ધક માનવાનો, એ પૂર્વે નહીં.