________________
૪૮૮
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३१ जं जणणी जाय सुधम्मे तेण धम्मजिणो" (आ.नि. १०९९) । तथा- “जाया जणणी जं सुव्वयत्ति मुणिसुव्वओ तम्हा" (आ.नि. ११०३) इत्यादि । इदं गर्भावस्थायामुक्तम् । उत्तरकालेऽप्यत्युचितैव तेषां क्रिया । यत उक्तं"औचित्यारम्भिणोऽक्षुद्राः प्रेक्षावन्तः शुभाशयाः। अवन्ध्यचेष्टाः कालज्ञा योगधर्माधिकारिणः ।।" (यो.बिं. २४४) इति । तदेवं सिद्धः सद्योगारम्भक इतरेभ्यो विलक्षणः । स चात्मादिप्रत्ययमपेक्षत एवेति ।। ३०।। अथ विषय-स्वरूपाऽनुबन्धशुद्धिप्रधानेषु किं कस्य सम्भवतीत्याह
सर्वोत्तमं यदेतेषु भिन्नग्रन्थेस्तदिष्यते । फलवद्रुमसद्बीजप्ररोहोभेदसन्निभम् ।। ३१ ।। सर्वोत्तममिति । यदेतेषु = उक्तानुष्ठानेषु सर्वोत्तम = अव्यभिचारिफलं तद् भिन्नग्रन्थेरिष्यते । फलवतः
છે. એટલે જ સદ્યોગારંભકજીવ ગર્ભમાં આવવા પર પણ એમની માતાઓની અતિ ઉચિતક્રિયા=લોકોને અત્યંત પ્રશંસનીય અને પ્રશસ્ત માહાભ્યનો લાભ કરાવી આપનારી ક્રિયા શાસ્ત્રોમાં સંભળાય છે. અહીં જર્મયોપેડપિ માં રહેલ પ (પણ) શબ્દ જણાવે છે કે ઉત્તરકાળની તો વાત જ શી ? શાસ્ત્રોમાં આ પ્રમાણે કહેવાયેલું છે-માતા બધા પ્રસ્તાવમાં નિશ્ચયો કરવામાં સુમતિ= સારી બુદ્ધિવાળા થયા. તેથી પાંચમાં ભગવાનનું નામ સુમતિજિન રખાયું. (આ.નિ. ૧૦૯૩) તથા પ્રભુ ગર્ભસ્થ થવા પર માતા સુધર્મવાળા થયા. તેથી ભગવાનનું નામ ધર્મજિન રખાયું. (આનિ. ૧૦૯૯) વળી, માતા અને પિતા સુવ્રતવાળા થયા. તેથી મુનિસુવ્રત નામ રખાયું. (આ નિ. ૧૧૦૩) આ ગર્ભાવસ્થાની વાત કરી. ઉત્તરકાળમાં પણ તેઓની ક્રિયા ઉચિત જ હોય છે. કારણકે યોગબિંદુ (૨૪૪)માં કહ્યું છે-સર્વ પ્રયોજનોમાં ઔચિત્ય=સેવનારા, અસુદ્ર, પ્રેક્ષાવાન, શુભઆશયવાળા, અવંધ્યચેષ્ટાવાળા, કાળને= અવસરને જાણનારા જીવો યોગમાર્ગના અધિકારી છે.
આમ સદ્યોગારંભકજીવ અન્યો કરતાં વિલક્ષણ હોય છે અને એ આત્માદિપ્રત્યયને અપેક્ષે જ છે એ વાત સિદ્ધ થઈ.
વિવેચન : (૧) પ્રસાધન એટલે જાત્યમોરના ઇંડાના રસ વગેરેમાં રહેલાં વિશિષ્ટ સામર્થ્યનું અને આદિશબ્દથી તેના ફળનું પ્રસાધન=પ્રકાશક હોય છે. એટલે કે રસમાં વિશિષ્ટ સામર્થ્ય રહ્યું છે અને એ જ આગળ જતાં મોરને વિશિષ્ટતા અર્પી જાત્યમોર બનાવે છે. એમ યોગધર્મના અધિકારીજીવોમાં ગર્ભાવસ્થામાં પણ વિલક્ષણતા હોય છે ને તેથી ઉત્તરકાળમાં તેઓ વિશિષ્ટગુણશાળી બને છે.
(૨) માતાઓની અત્યુતિક્રિયા ગર્ભના પ્રભાવે હોવાથી વસ્તુતઃ ગર્ભ તરીકે રહેલા સદ્યોગારંભક જીવની જ છે. ને તેથી જ ઉત્તરકાળમાં પણ તેઓની જ અત્યુચિત ક્રિયાની વાત છે. ll૩ ll
અવતરણિકાW : વિષયશુદ્ધિપ્રધાન, સ્વરૂપશુદ્ધિપ્રધાન અને અનુબંધશુદ્ધિપ્રધાન.. આ અનુષ્ઠાનોમાં કોને કર્યું હોય તે હવે જણાવે છે
ગાથાર્થ: આમાં જે સર્વોત્તમ છે, તે ભિન્નગ્રન્થિ જીવને હોય છે. એ ફળવાળા વૃક્ષના સર્બીજના અંકુર ઉદ્ગમ જેવું હોય છે, કારણકે એ શુભઅનુબંધપ્રધાન હોય છે.
ટીકાર્ય : આ કહેલા અનુષ્ઠાનોમાં જે સર્વોત્તમ અવ્યભિચારી ફળવાળું છે (°ફળને અવ્યભિચારી