________________
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२
४९१ પ્રશનઃ તમે ચરમાવર્ત પ્રવેશકાળથી જ જીવ અપુનર્બન્ધક બની જાય આવું અનેક વિધાનો પરથી ફલિત કર્યું છે, છતાં એ માન્યતા સામે કેટલાય પ્રશ્નો રહે છે. જેમ કે ચરમાવર્તકાળમાં જીવના લક્ષણો તરીકે “દુઃખીઓ પર અત્યંત દયા, ગુણવાનો પર અદ્વેષ, અને સર્વત્ર સામાન્યથી ઔચિત્યનું સેવન કહ્યા છે” (યોગદષ્ટિ. ૩૨) જ્યારે અપુનર્બન્ધકના લક્ષણો તરીકે તીવ્રભાવે પાપઅકરણ, ભવરાગનો અભાવ વગેરે કહ્યા છે. એટલે સ્પષ્ટ છે કે જીવ ચરમાવર્તવર્તી હોવો અને અપુનર્બન્ધક હોવો આ બન્ને એક જ વસ્તુ નથી. એ જ સૂચવે છે કે ચરમાવર્તપ્રવેશ થવા છતાં જીવ અપુનર્બન્ધક ન પણ બન્યો હોય ?
ઉત્તર : જો આ સૂચનને સ્વીકારીએ તો એનો અર્થ એ થાય કે ચરમાવર્ત આવી જવા છતાં હજુ એ જીવ અપુનર્બન્ધક બન્યો નથી. અપુનર્બન્ધક બન્યો નથી એનો અર્થ એ થાય કે એ હજુ ભવાભિનંદી છે ક્ષુદ્રતાદિદોષોવાળો છે. કારણકે આ દોષો રવાના થયે તો જીવ અપુનર્બન્ધક બની જ જાય છે. શું આ તીવ્ર દોષોની સાથે અત્યંત દયા વગેરે ગુણો સંભવે છે ?
વળી ચરમાવર્તીમાં ગુણવાન પર અદ્વેષ કહ્યો છે એનો અર્થ જ મુક્તિ-મુક્તિ ઉપાય અને મુક્તિસાધકો પ્રત્યે અષ છે. આવા જીવની ગુરુપૂજા વગેરેને પૂર્વસેવારૂપે સ્વીકારી છે. શું ભવાભિનંદીની ગુરુપૂજા પૂર્વસેવારૂપે માન્ય છે ?
વળી ઔચિત્યસેવન તો બંને લક્ષણોમાં છે જ. એટલે બંનેમાં ઉપલક્ષણથી અન્ય લક્ષણો પણ લઇ જ લેવાના છે. બાકી જેમ ચરમાવર્તપૂર્વે કોઈ જ ગુણાત્મક લક્ષણ સંભવતું નથી એમ અપુનર્બન્ધકતાની પૂર્વે (ભવાભિનંદીપણામાં) પણ કોઈ જ ગુણાત્મક લક્ષણ સંભવતું નથી જ. એટલે બંનેમાં જો ગુણવત્તા છે તો બંને એક જ છે.
પ્રશ્ન : ધર્મપરીક્ષામાં બીજાદિની પ્રાપ્તિ ચરમાવર્તમાં કહી છે. અને તેની પ્રાપ્તિ થયે સંસાર ઉત્કૃષ્ટથી ૧ પુદ્ગલપરાવર્ત કહ્યો છે. પણ જો ચરમાવર્તકાળની સાથે જ અપુનર્બન્ધક થાય તો ઉત્કૃષ્ટથી ન કહેતાં નિશ્ચયથી (નક્કી) એમ ન કહેત ?
ઉત્તર : ભલાઆદમી ! એ તો બીજાદિપ્રાપ્તિની વાત છે, અપુનર્બન્ધક–પ્રાપ્તિની વાત ક્યાં છે ? ચરમાવર્તપ્રવેશકાળે જીવ એકેન્દ્રિયાદિમાં હોય તો અપુનર્બન્ધક બનવા છતાં બીજાદિ ન પણ પામે. એટલે એને પછી જ્યારે બીજાદિ પ્રાપ્તિ થશે ત્યારથી સંસારકાળ ઓછો પણ હોય. પણ જે જીવ મનુષ્યભવમાં પ્રભુપૂજા કરી રહ્યો હતો. અને એ દરમ્યાન જ ચરમાવર્તમાં એનો પ્રવેશ થયો. તો એની પ્રભુપૂજા વગેરે યોગબીજરૂપ બની શકવાથી ત્યારથી ઉત્કૃષ્ટ સંસારકાળ ૧ પુદ્ગલાવર્ત મળે.
શાસ્ત્રોમાં બીજપ્રાપ્તિથી ઉત્કૃષ્ટસંસારકાળ એક પુદ્ગલાવર્ત કહ્યો છે. સમ્યક્તપ્રાપ્તિથી ઉત્કૃષ્ટ સંસારકાળ દેશોનઅર્ધપુદ્ગલપરાવર્ત કહ્યો છે. પણ આ રીતે અપુનર્બન્ધત્વ પ્રાપ્તિથી ઉત્કૃષ્ટ કાળ કહ્યો હોય એવું ક્યાંય જોવા મળ્યું નથી. એ સૂચવે છે કે એમાં જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટકાળ જેવું કશું છે નહીં, બધાને એક સમાન એક પુદ્ગલપરાવર્ત જેટલો સંસારકાળ બાકી હોય છે.
પ્રશ્નઃ યોગબિન્દુ (૭૩)માં આવો અધિકાર છે-પ્રદીર્ધસંસારનો સદ્દભાવ હોવાથી, માલિન્યનો અતિશય હોવાથી તથા અતત્ત્વનો અભિનિવેશ હોવાથી અન્ય પુદ્ગલાવર્તામાં યોગ હોતો નથી, શરમાવતમાં પણ ઉક્તગુણરહિત ભવ્યને પણ એ સંભવતો નથી.
આમાં ચરમાવર્તમાં પણ યોગ પ્રાપ્ત ન થવામાં ત્રણ કારણો દર્શાવ્યા છે.