________________
४८९
द्वात्रिंशद्वात्रिंशिका भाग-२ = फलप्राग्भारभाजो द्रुमस्य न्यग्रोधादेः सद् = अवन्ध्यं यद् बीजं तस्य प्ररोहोभेदः = अङ्कुरोद्गमस्तत्सन्निभं (=adવ૬મસવીન રોમેનિમણું), રામાનુવશ્વસાત્વિાન્ || રૂ9 ||
तत्तत्तन्त्रोक्तमखिलमपुनर्बन्धकस्य तु । अवस्थाभेदतो न्याय्यं परमानन्दकारणम् ।। ३२।।
तत्तदिति । तत्तत्तन्त्रोक्तं = कापिल-सौगतादिशास्त्रप्रणीतं मुमुक्षुजनयोग्यमनुष्ठानमखिलं = समस्तमपुनर्बन्धकस्य त्ववस्थाभेदतो = दशावैचित्र्याद् न्याय्यं = युक्तम्, निवृत्तासद्ग्रहत्वेन सद्ग्रहप्रवृत्तत्वेन
છે) તે (અનુબંધશુદ્ધ અનુષ્ઠાન) ભિન્નગ્રન્થિને=સમ્યગુષ્ટિજીવને હોય છે. ફલવાનુ= ફળથી લચી પડેલા ન્યગ્રોધાદિવૃક્ષના સબ્રીજના = અવંધ્યબીજના પ્રરોહભેદ = 'અંકુરાના ઉદ્દગમ જેવું એ હોય છે, કારણકે એ શુભાનુબંધપ્રધાન છે.
વિવેચનઃ (૧) અંકુરો ફૂટે એટલે પછી એ વૃક્ષ ક્રમશઃ ઠેઠ ફળપ્રાપ્તિ સુધી વિકસે છે. એમ શુભાનુબંધાત્મક સાર જેમાં રહ્યો છે, તે અનુષ્ઠાન પણ ઉત્તરોત્તર અનુષ્ઠાનને આપતાં આપતાં ઠેઠ મોક્ષાત્મક ફળની પ્રાપ્તિ સુધી પહોંચે છે. માટે એને અંકુરોદ્ગમસમાન કહ્યું છે.
અલબ ત્રણે અનુષ્ઠાન મોક્ષ માટે જ કરાય છે, છતાં પ્રથમથી તો દોષહાનિ પણ થતી નથી. બીજાથી દોષહાનિ થતી હોવા છતાં એ નિરનુબંધ હોવાથી ફરીથી દોષો માથું ઉચકે છે ને મોક્ષપ્રાપ્તિમાં બાધક બની જાય છે. માટે મોક્ષાત્મક ફળ પ્રાપ્ત થઈ શકતું નથી. ત્રીજું અનુષ્ઠાન સ્વયં સાનુબંધ છે ને એનાથી થતી દોષહાનિ પણ સાનુબંધ છે. માટે મોક્ષપ્રાપક બને છે.
અહીં આ ત્રીજા અનુષ્ઠાનને સર્વોત્તમ અવ્યભિચારિફળવાળું કહ્યું છે. એ એવું સૂચિત કરે છે કે શેષ બે વ્યભિચારિફળવાળા છે. એનો અર્થ એ થાય છે કે શેષ બે મોક્ષાત્મકફળના પ્રાપક બને જ એવો નિયમ નથી. છતાં ન જ બને એવો પણ નિયમ નથી. ને તેથી ક્વચિત્ કોઈકને એવા બની પણ શકે છે. તે આ રીતે-વિષયશુદ્ધ અનુષ્ઠાનના પ્રભાવે યોગધર્મને અનુરૂપ જન્મ મળ્યો. ત્યાં સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાનરૂપે યમ-નિયમાદિ સેવ્યા જેનાથી સાનુવૃત્તિ દોષહાનિ થઈ. દોષો ફરીથી ઊભા થવાની યોગ્યતા પડી હોવા છતાં નિમિત્ત જ ન મળવાથી દોષો ઊભા થયા નહીં ને શુભનિમિત્ત મળવાથી ગ્રન્થિભેદ કરીને અનુબંધ શુદ્ધ અનુષ્ઠાન દ્વારા છેવટે મોક્ષપ્રાપ્તિ થઈ. પણ આવું કોઈકને જ થાય છે. માટે પ્રથમ બે ફળને વ્યભિચારી છે. છતાં એ સર્વથા નિષ્ફળ છે એવું પણ નથી. એટલે જ છેલ્લી ગાથામાં એ બેને પણ પ્રશમસુખના કારણતરીકે જણાવશે. ll૩૧ાા (શષ બે અનુષ્ઠાનો કોને હોય તે જણાવે છે-).
ગાથાર્થ તે તે શાસ્ત્રમાં કહેલું બધું અનુષ્ઠાન અપુનર્બન્ધક જીવને અવસ્થાભેદે ન્યાય છે, અને એ એને પરમાનંદનું કારણ બને છે.
ટીકાર્થ કપિલ-સૌગતવગેરેના તે તે શાસ્ત્રમાં મુમુક્ષુ જીવો માટે કહેલું બધું જ અનુષ્ઠાન અપુનર્બન્ધકજીવને અવસ્થાભેદે તે તે દશાની અપેક્ષાએ ન્યાયોગ્ય બની રહે છે, કારણકે અસદ્ગહ દૂર થયો હોવાથી અને સદ્ગથી પ્રવૃત્તિ થતી હોવાથી એ અનુષ્ઠાન એને પરમાનન્દનું= પ્રશમસુખનું કારણ બને છે. તે પણ એટલા