________________
५०४
सम्यग्दृष्टिद्वात्रिंशिका १५ - ६ कुथितो रसस्तदस्यास्तीति पूयिकं, आदिशब्दाद्रूक्षं पर्युषितं च वल्लचनकादि, किं पुनरितरदित्यपिशब्दार्थः, घृतपूर्णाः प्रियाः = वल्लभा यस्य स तथा (घृतपूर्णप्रियो) द्विजो = ब्राह्मणो भुङ्क्ते = अश्नाति । यदत्र द्विजग्रहणं कृतं तदस्य जातिप्रत्ययादेवान्यत्र भोक्तुमिच्छाया अभावादिति । अन्येच्छाकालेऽपि प्रबलेच्छाया वासनात्मना न नाश इति तात्पर्यम् ।। ५।।
गुरुदेवादिपूजाऽस्य त्यागात्कार्यान्तरस्य च ।। भावसारा विनिर्दिष्टा निजशक्त्यनतिक्रमात् ।।६।।
गुर्विति । अस्य = सम्यग्दृशो गुरुदेवादिपूजा च कार्यान्तरस्य = त्याग-भोगादिकरणीयस्य त्यागात् = એ ભોજનકાળે પણ એ ભોજનનો ત્રાસ જ હોય છે. આવું જ કેટલાક અવિરતસમ્યક્તીને હોય છે, વ્યક્તરૂપે પણ ચારિત્રની જ પ્રબળ ઇચ્છા હોવા છતાં પરિસ્થિતિવશાત્ પરાણે ઘરવાસ હોય છે ને તેથી એ ઘરવાસ એને ભારે ત્રાસરૂપ અનુભવાતો હોય છે. પણ “બધા જ સમ્યક્તીને આવું જ હોય છે એવું હોતું નથી. કેટલાય સમ્યક્તી જીવો સત્ત્વ અને પુરુષાર્થ ફોરવે તો ચારિત્રપ્રાપ્તિ શક્ય હોય છે. પણ સ્વજનમમતા, ભોગાસક્તિ વગેરે કારણે ઘરવાસમાં રહ્યા હોય છે. ને તેથી ભોગપ્રવૃત્તિકાળે ભોગ પરાણે ભોગવે છે એવું નથી હોતું, પણ સ્વરુચિથી જ ભોગવતા હોય છે અને એટલે જ ભોગસુખનો તત્કાળ ત્રાસ નથી હોતો. પણ આનંદ હોય છે. આ બધો અપ્રત્યખાનાવરણ કક્ષાના ચારિત્રમોહનીય કર્મનો પ્રભાવ હોય છે.
શંકા પણ જો એ વખતે ભોગસુખની રુચિ-ઇચ્છા છે, તો ચારિત્રની ઇચ્છા તો રહી ન જ શકે, કારણકે એકસાથે બે વિરોધી ઇચ્છા સંભવિત નથી.
સમાધાન : તમારી વાત સાચી છે. એ વખતે વ્યક્તરૂપે ચારિત્રઇચ્છા હોતી નથી જ. તેમ છતાં સંસ્કારરૂપે તો એ વિદ્યમાન હોય છે જ. આ વાતને સૂચવવા જ ગ્રન્થકારે ટીકામાં વાલનાત્મના ન નાશ? (ચારિત્રની પ્રબળ ઇચ્છાનો વાસનારૂપે નાશ થતો નથી.) એમ જણાવ્યું છે. વળી અહીં વાલનાત્મના એમ વિશેષ ઉલ્લેખ જે કર્યો છે એ જ સૂચવે છે કે સંસ્કારરૂપે જ એ ચારિત્રઇચ્છા અવિનષ્ટ હોય છે, વ્યક્તરૂપે તો એ વિનષ્ટ જ હોય છે.
શંકાઃ ભોગેચ્છા જો ચારિત્રેચ્છાને દબાવી દે છે, તો ચારિત્રેચ્છાને અહીં પ્રબળ કેમ કહી છે?
સમાધાન ભોગેચ્છા અપ્રત્યાખ્યાનાવરણકર્મના તેવા ઉદયવશાત્ થયેલી છે, જ્યારે ચારિત્રેચ્છા સ્વરુચિથી થઈ છે. વળી ભોગ સિવાયના અવકાશકાળ દરમ્યાન ચિંતનવેળાએ ચારિત્રની જ પ્રબળ ઉપાદેયતા સંવેદે છે, ભોગની એવી જ પ્રબળ હેયતા સંવેદે છે ને તેથી ભોગસુખને કદર્થના માને છે, પોતાની લાચારી માને છે, ભોગસુખમાં પ્રવૃત્ત પોતાની જાતને ધિક્કારે છે. આ સૂચવે છે કે આગંતુક ભોગેચ્છા કરતાં વ્યક્ત કે સંસ્કારરૂપે) સ્થિર ચારિત્રેચ્છા પ્રબળ હોય છે. ભોગકાળે પણ અંદર રહેલો ચારિત્રનો પક્ષપાત-ચારિત્રમાં ઉપાદેયતાની બુદ્ધિ... એ અહીં ચારિત્રેચ્છાના સંસ્કારરૂપે અનાશ તરીકે લઈ શકાય. /પા (સમ્યક્તનું ત્રીજું લિંગ ગુરુદેવાદિપૂજાને જણાવે છે)
ગાથાર્થ આ સમ્યગ્દષ્ટિએ કાર્યાન્તરનો ત્યાગ કરીને યથાશક્તિ કરે ગુરુ-દેવાદિપૂજા ભાવપ્રધાન હોવી કહેવાયેલી છે.
ટિકાથે આ સમ્યગ્દષ્ટિ જીવની, ત્યાગ-ભોગાદિકરણીય કાર્યાન્તરનો પરિહાર કરીને પોતાના સામર્થનું