________________
४९४
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - ३२ ઉપદેશપદમાં વરમપુનપરાવર્તનક્ષતુ તથાભવ્યત્વરિપાવતો વીનાથાનોમેવોષવુિ પ્રવર્તમાનેષુ ચાર છાત રૂતિ | નિર્વિવાર: પુનરપુનર્વપ્રકૃતિઃ I (અર્થ : ચરમપુગલપરાવર્ત તથાભવ્યત્વના પરિપાકથી બીજાપાનઉદ્દભેદ-પોષણાદિ પ્રવર્તવામાં કાળ બને પણ ખરો. વળી કાળ એટલે અપુનર્બન્ધકવગેરે અવસર.) એમ જણાવ્યું છે.
આ બન્ને અધિકારને વિચારતાં જણાય છે કે ચરમાવર્ત નિયમ કાળ=અવસર બની જ જાય એવું છે નહીં.
ઉત્તર : આ વાતો યોગબીજનું ઉપાદાન, ધર્મનું શ્રવણ-આચરણ વગેરે માટે છે. ચરમાવર્ત પ્રવેશઅવસરે જીવ એકેન્દ્રિયાદિમાં હોય તો આ ન પણ થાય. છતાં એ અપુનર્બન્ધક તો બની જ જાય છે, કારણકે અપુનર્બન્ધત્વ એ કાળક્રમે થતી જીવની આંતરિક યોગ્યતા છે, એમાં એકેન્દ્રિયપણું વગેરે કશું પ્રતિબંધક નથી.
પ્રશનઃ આવી કલ્પના કરવી એના કરતાં જેવું સમ્યક્ત માટે એવું અપુનર્બન્ધક માટે માની લઈએ તો? આશય એ છે કે સમ્યક્ત માટે દેશોનઅર્ધપુદ્ગલ પરાવર્ત કાળ કહ્યો છે એનો અર્થ વહેલામાં વહેલું એ કાળે પામી શકે. પણ પામે જ એવું નથી. એ પછી પણ પામી શકે યાવત્ ચરમભવમાં પણ પામી શકે. એમ અપુનર્બન્ધકત્વ વહેલામાં વહેલું ચરમાવર્તપ્રવેશે પામી શકે. પણ પામી જ જાય એવું નહીં.
ઉત્તર ઃ અપુનર્બન્ધકત્વની પ્રાપ્તિમાં મુખ્ય ભાગ કાળનો જ હોય છે, જ્યારે સમ્યક્તની પ્રાપ્તિમાં એ કાળનો હોતો નથી. દેશોનઅર્ધપુદ્ગલપરાવર્તકાળ જે કહેવાય છે, એ માત્ર એક વાસ્તવિકતા જણાવવા માટે. નહીંતર તો, નવનીતાહિક (યોગબિંદુ-૯૯) વગેરરૂપે ચરમાવર્તની પ્રશંસા શાસ્ત્રોમાં જેમ જોવા મળે છે, એમ દેશોનઅર્ધપુદ્ગલપરાવર્તકાળની પ્રશંસા પણ જોવા મળતી હોત. પણ એ ક્યાંય જોવા મળતી નથી. એમ, યોગદૃષ્ટિસમુચ્ચય (૩૨)માં, ચરમાવર્તમાં રહેલા જીવના દુઃખી જીવોપર અત્યંત દયા વગેરે ગુણો કહ્યા છે. પણ એમ દેશોનઅર્ધપુદ્ગલપરાવર્તમાં રહેલા જીવના ગુણો ક્યાંય દર્શાવ્યા નથી. (સમ્યક્તના દર્શાવ્યા હોય એ અલગ વાત છે.) આ તફાવતને સૂક્ષ્મતાથી વિચારશો તો નિઃશંક સમજાશે કે ચરમાવર્તનો જ એ પ્રભાવ છે કે એ આવવા માત્રથી જીવ અપુનર્બન્ધક બની જાય છે.
શંકા ? આ બધી વાતો તો બરાબર. છતાં ચરમાવર્તપ્રવેશથી અપુનર્બન્ધક થવાની યોગ્યતા બધા પામી જાય.. પણ અપુનર્બન્ધકપણું કોઈક ત્યારે પામે, કોઈક કાળાન્તરે પામે... યાવતુ કોઈક તો ચરમભવમાં જ પામે એવું પણ બને. ચરમાવર્તપ્રવેશે જ બધા જ અપુનર્બન્ધક બની જાય એવું માનવા મન કેવી રીતે તૈયાર થાય?
સમાધાન: “મારે શાસ્ત્રવચનો પરથી વાસ્તવિકતાનો નિર્ણય કરવો છે, મારી બુદ્ધિ પરથી નહીં.' આવો નિર્ણય કરશો તો જરૂર આ માનવા મન તૈયાર થઈ જશે. તે આ રીતે-ચરમાવર્તપ્રવેશથી આ યોગ્યતા આવે છે. તો સહજમળ એવો ને એવો અકબંધ રહેવા છતાં આ યોગ્યતા આવી કે એ ઘટવા પર આવી ? જો એવો ને એવો રહેવા છતાં આવતી હોય, તો તો અચરમાવર્તમાં પણ આ યોગ્યતા માનવી પડવાથી શાસ્ત્રકારોએ ચરમાવર્તના અને ચરમાવર્તમાં રહેલા જીવના ગુણ ગાયા છે એ અસંગત ઠરી જશે. એટલે સહજમળ ઘટવાથી એ આવી એવો બીજો વિકલ્પ જો કહેશો તો તો યોગ્યતા શું? અપુનર્બન્ધકપણું જ આવી ગયેલું માનવું પડશે, કારણ કે મના પિ તવૃત્તો તચાપુનર્વશ્વવત્વમેવ (=સહજ મળ થોડો પણ ઓછો થાય એટલે જીવ અપુનર્બન્ધક જ બની જાય) એવું આ બત્રીશીમાં તથા અન્ય ગ્રન્થમાં પણ સ્પષ્ટ રીતે કહ્યું જ છે.
એટલે ચરમાવર્તપ્રવેશથી જ જીવ અપુનર્બન્ધક બની જાય છે. અર્થાત્ ચરમાવર્તિમાં ૭૦ કોકો. સ્થિતિબંધ હોતો નથી. કાર્મગ્રન્થિક મતે આનો અર્થ આવો સમજવો જોઈએ. આ માટે સંક્ષેપમાં સ્થિતિબંધની પ્રક્રિયા