________________
४७०
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - १६ अस्य द्रव्ययोगवत्त्वात् ।
मोक्षे = निर्वाणेऽतिदृढचित्तस्य = एकधारालग्नहृदयस्य भिन्नग्रन्थेः = विदारितातितीव्रराग-द्वेषपरिणामस्य तु भावतो योगः सम्भवति । सम्यग्दृष्टेर्हि मोक्षाकाङ्क्षाऽक्षणिकचित्तस्य या या चेष्टा सा सा मोक्षप्राप्तिपर्यवसानफलिकेति तस्यैव भावतोऽयम् । अपुनर्बन्धकस्य तु न सार्वदिकस्तथापरिणाम इति द्रव्यत एवेति । तदुक्तं- "भिन्नग्रन्थेस्तु यत्प्रायो मोक्षे चित्तं भवे तनुः । तस्य तत्सर्व एवेह योगो योगो हि भावतः ।।" (ચોવિન્યુ ર૦રૂ) રૂતિ ઉદ્દા. જે ચેષ્ટા હોય તે તે મોક્ષ પ્રાપ્તિમાં પર્યવસાન પામનારી હોય છે. તેથી એને જ ભાવથી આ યોગ હોય છે. અપુનર્બન્ધક જીવને તેવો પરિણામ હંમેશા હોતો નથી, તેથી એને દ્રવ્યથી જ યોગ હોય છે. યોગબિન્દુ (૨૦૩)માં કહ્યું છે-ભિન્નગ્રન્થિ જીવને પ્રાયઃ કરીને ચિત્ત મોક્ષમાં હોય છે અને શરીર સંસારમાં હોય છે. તેથી તેનો સર્વ વ્યાપાર=ધર્મ, અર્થ અને કામસંબંધી બધી પ્રવૃત્તિ ભાવથી યોગસ્વરૂપ બને છે.
વિવેચનઃ (૧) અપુનર્બન્ધક જીવને હજુ તો સમ્યક્તની પણ પ્રાપ્તિ થઈ નથી. તો એને યોગ કઈ રીતે સંભવે ? આવી સંભવિત શંકા નિવારવા માટે ગ્રન્થકાર કહે છે કે એને દ્રવ્યથી યોગ હોય છે. આશય એ છે કે અપુનર્બન્ધક જીવને પણ સદાચારરૂપ ક્રિયાત્મક યોગનો હેતુ તો હાજર હોય છે. એટલે “ભાવનું છે કારણ બને તે પ્રધાનદ્રવ્ય કહેવાય’ એ ન્યાયે એને પ્રધાન દ્રવ્યયોગ હોય છે. તેથી યોગાચાર્ય ગોપેન્દ્રએ તેને યોગની વિદ્યમાનતા જણાવતી જે વાત કહી છે તે પણ સંગત ઠરે છે.
(૨) અપુનર્બન્ધકને જો દ્રવ્યયોગ છે, તો ભાવયોગ કોને હોય ? એ હવે જણાવે છે. રાગ-દ્વેષનો અતિતીવ્ર પરિણામ એ ગ્રન્થિ છે. અપૂર્વકરણ દ્વારા જે જીવે આ ગ્રન્થિને ભેદી નાખી હોય, તે જીવ ભિન્નગ્રન્થિ જીવ છે. ગ્રન્થિભેદ દ્વારા એ જીવ સમ્યક્ત પામે છે. નિર્મળ સમ્યક્તી જીવને મોક્ષની પ્રબળ અભિલાષા બેઠી હોય છે. અવિરતિના પ્રભાવે ક્યારેક બહારથી વ્યક્તરૂપે અર્થ-કામની અભિલાષા અને તદનુરૂપ પ્રવૃત્તિ હોય, તો પણ એના અંતઃકરણનો ઢાળ મોક્ષ તરફ જ હોય છે. એટલે કે અંદર યોગ્યતારૂપે તો મોક્ષની આકાંક્ષા જ સ્કુરાયમાણ હોય છે. એ તો એકાદ ક્ષણ માટે પણ ખસતી નથી. અર્થાત્ એનું હૃદય અવિરતધારાથી મોક્ષમાં લાગેલું હોય છે. એટલે, અભવ્યાદિ જીવને નિરતિચાર સંયમપાલનાદિ ધર્મક્રિયા પણ અંદર સંસારની ગાઢ આસક્તિ પડી હોવાના કારણે જેમ છેવટે સંસારમાં પરિણમનારી બને છે, એમ નિર્મળ સમન્વી જીવની અર્થકામની પ્રવૃત્તિ પણ અંદર મોક્ષની અતિદઢચિત્તતા હોવાથી છેવટે મોક્ષપ્રાપ્તિમાં જ પરિણમનારી બને છે. માટે એને ભાવથી યોગ હોય છે.
અપુનર્બન્ધક જીવને મોક્ષમાં અતિદઢચિત્તતા નિર્માણ થઈ નથી. એને તો ભવ-ભવવિચ્છેદના ઊંહકાળે કે ધર્મપ્રવૃત્તિકાળે મોક્ષની આકાંક્ષા સંભવવા છતાં એ સતત સંભવતી હોતી નથી. અર્થ-કામની પ્રવૃત્તિકાળે એ સંભવતી નથી. તેથી એની ધર્મક્રિયા પણ દ્રવ્યથી જ યોગરૂપ બને છે.
એટલે ફલિતાર્થ આ મળે છે કે નિર્મળસમ્યક્તીને મોક્ષાકાંક્ષાવાળું ચિત્ત સાર્વદિક હોવાથી એની અર્થકામની પ્રવૃત્તિ પણ ભાવથી યોગરૂપ બને છે, જ્યારે અપુનર્બન્ધકને મોક્ષાકાંક્ષાવાળું ચિત્ત કદાચિત્ક હોવાથી એની ધર્મપ્રવૃત્તિ પણ ભાવથી યોગરૂપ બનતી નથી, માત્ર દ્રવ્યથી યોગરૂપ બને છે. ll૧૩ાા (સમ્યક્તીની અર્થકામ પ્રવૃત્તિ પણ યોગરૂપ બને છે એ વાત દૃષ્ટાન્તથી સમજાવે છે.)