________________
अपुनर्बन्धकद्वात्रिंशिका १४ - २२
प्रधानमित्यर्थः । तत्राद्यं विषयशुद्धं कर्म मुक्त्यर्थं = 'मोक्षो ममातो भूयादि' तीच्छया जनितं पतनाद्यि भृगुपाताद्यपि । आदिना शस्त्रपाटन - गृध्रपृष्ठार्पणादिः स्वघातोपायः परिगृह्यते, किं पुनः शेषं स्वाहिंसकમિત્યવિશદ્ધાર્થઃ || ૨૬||
૪૮૦
=
स्वरूपतोऽपि सावद्यमादेयाशयलेशतः ।
शुभमेतद् द्वितीयं तु लोकदृष्ट्या यमादिकम् ।। २२ ।।
स्वरूपत इति । स्वरूपतः = आत्मना सावद्यमपि = पापबहुलमप्यादेयाशयस्य = उपादेयमुक्तिभावस्य लेशतः = सूक्ष्ममात्रालक्षणात् (= आदेयाशयलेशतः) शुभं = शोभनमेतद् । यदाह-"तदेतदप्युपादेयलेशभावाच्छुभं मतम्” (योगबिन्दु २१२) । द्वितीयं तु = स्वरूपशुद्धं तु लोकदृष्ट्या = स्थूलव्यवहारिणो लोकस्य मतेन यमादिकं = यमनियमादिरूपम्, यथा जीवादितत्त्वमजानानानां पूरणादीनां प्रथमगुणस्थानवर्तिनाम् ।। २२ ।।
ભૃગુપાતાદિ પણ=પર્વત પરથી પડતું મૂકવું વગેરે પણ વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. એમાં આદિ શબ્દથી શસ્ત્રપાટન=કરવત મુકાવવી વગેરેરૂપે શસ્ત્ર દ્વારા પોતાનો ઘાત કરી નાખવો, ગૃધ્રપૃષ્ઠાર્પણાદિયુદ્ધ વગેરે કારણે જ્યાં ઘણાં મડદાં પડેલા હોય ને ગીધડા એની ઉજાણી કરી રહ્યાં હોય ત્યાં પોતે પણ ગોઠવાઈ જવું જેથી પોતાની પીઠમાંથી ગીધ માંસ વગેરે ખાવા માંડે.. આ બધાનું ગ્રહણ છે. અર્થાત્ મોક્ષ માટે કોઈપણ રીતે પોતાનો નાશ કરવો એ પણ વિષયશુદ્ધ અનુષ્ઠાન છે. આવા હિંસક ઉપાય પણ વિષયશુદ્ધ અનુષ્ઠાન છે તો પોતાનો ઘાત જેમાં ન હોય એવા અનુષ્ઠાન તો વિષયશુદ્ધ હોય જ એ વિ શબ્દનો અર્થ છે. II૨૧॥ (આવા સ્વહિંસક અનુષ્ઠાન શુદ્ધ શી રીતે કહેવાય ? વગેરે હવે જણાવે છે-)
ગાથાર્થ : સ્વરૂપે સાવદ્ય એવું પણ આ અનુષ્ઠાન આદેય આશયના અંશના પ્રભાવે શુભ છે. લોકદૃષ્ટિએ યમ વગેરેનું પાલન એ બીજું સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન છે.
ટીકાર્ય : આ ભૃગુપાતાદિ અનુષ્ઠાન સ્વરૂપે 'સાવદ્ય=પાપપ્રચુર હોવા છતાં આદેયઆશયના= ઉપાદેય એવા મોક્ષના ભાવના લેશના પ્રભાવે=સૂક્ષ્મમાત્રાના પ્રભાવે શુભ છે. કહ્યું છે કે તે આ પણ ઉપાદેયલેશભાવના કા૨ણે શુભ મનાયેલું છે. (યોગબિંદુ-૨૧૨) બીજું સ્વરૂપશુદ્ધ અનુષ્ઠાન તો એ છે કે લોકદૃષ્ટિએ=સ્થૂલવ્યવહાર કરનારા લોકોના મતે જે યમનિયમાદિરૂપ હોય. જેમ કે જીવાદિ તત્ત્વને નહીં જાણતા પ્રથમ ગુણસ્થાનવર્તી પૂરણાદિ તાપસનું અનુષ્ઠાન.
વિવેચન : (૧) આત્મકલ્યાણ માટે માનવભવ તો સૌ પ્રથમ અતિ આવશ્યક કારણ છે. એનો જ વગર સાધનાએ (વગર કારણે) ભૃગુપાતાદિ દ્વારા નાશ કરી નાખવો એ અત્યંત અનુચિત અને પાપમય ક્રિયા છે. પછી એને શુદ્ધ શી રીતે કહેવાય ? આવા સહજ પ્રશ્નનો ઉત્તર આ છે કે-એની પાછળ મોક્ષાત્મક અત્યંત ઉપાદેયતત્ત્વને પામવાના આશયનો અંશ રહ્યો છે.
શંકા : અતિપ્રબળ ઇચ્છા વિના તો પોતાના પ્રાણની આહૂતિ કોણ આપે ? એટલે આ જીવોને પણ મોક્ષ પામવાની ઇચ્છા પ્રબળ જ હોવી કહેવી જોઈએ. પછી લેશ શા માટે ?
સમાધાન : સ્થૂળદષ્ટિએ એ અતિ પ્રબળ લાગતી હોવા છતાં વાસ્તવમાં એવી સંભવતી નથી, કારણ કે